________________
સ્વપ્ન શિલ્પીઓ
રજૂઆત સાથે સુધરવાની સાવચેતી આપતું ચિત્ર એટલે કાર્ટૂન. આનંદ માણો અને વહેંચો એજ એનો હેતુ.’ લગભગ પાંચ દાયકા જેટલી કાર્ટૂન ચિત્રોની તેમની સફર એક આગવો ઇતિહાસ છે.
આંતરરાષ્ટ્રીય કાર્ટૂનપરિષદોમાં તેમનાં ચિત્રો વખાણાયાં છે અને પુરસ્કાર પણ મળ્યા છે. તેમના અંદાજ મુજબ આશરે ૫૦,૦૦૦ જેટલાં કાર્ટૂનચિત્રો તેમણે દોર્યાં છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમણે વ્યંગચિત્રો અંગે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. વિવિધ સામાજિક સંસ્થાઓએ તેમના વિશેષ પ્રદાન બદલ સમ્માન પણ કર્યું છે. તેમને ગણનાપાત્ર એવોર્ડ્સ મળ્યા છે. તેમનાં કાર્ટૂન અંગે કહેવાયું છે કે, “વ્યંગચિત્રોનું સર્જન એ માત્ર પીંછીનું ચિતરામણ નથી. હળવાશ છતાં અશ્લિલતા નહીં, કટાક્ષ છતાં કડવાશ નહીં, વ્યંગ છતાં વેદના નહીં, એવાં ચિત્રોનું રોજેરોજ સર્જન કરવું એ એક આકરું તપ છે. શ્રી આચાર્ય આવા એક તપસ્વી છે.”
કાર્ટૂનિસ્ટ ‘નારદ'
સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી
‘નારદ’તરીકે અખબારોમાં છવાયેલા કાર્ટૂનિસ્ટ મહેન્દ્રભાઈનો જન્મ-ઉછેર ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં અને કલાક્ષેત્રે નામ કરવાની ઇચ્છા સાથે ‘જન્મભૂમિ’ જૂથના દૈનિકોમાં કંપોઝિટર તરીકે જોડાયા અએ ઉચ્ચપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને નિવૃત્ત થયા. કાર્ટૂનિસ્ટ વિશ્વમાં નારદે એટલી મોટી જગ્યા હાંસલ કરી હતી કે તેમની જગ્યા કદી ભરી ન શકાય.
‘વ્યાપાર’ના તંત્રી ગિલાણીભાઈની પ્રેરણાથી ‘વ્યાપાર'માં કાર્ટૂન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ચિત્રલેખા, જી, યુવદર્શન, જનશક્તિ, સંદેશ, ગુજરાત સમાચાર, કચ્છશક્તિ, અભિષેક, જામેજમશેદ વગેરે પ્રકાશનોમાં ‘નારદ' તખલ્લુસથી તેમની કાર્ટૂનયાત્રા ચાલી. અંદાજે ૪૦,૦૦૦ જેટલાં કાર્ટૂનો તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન દોર્યાં હતાં. તેમનાં કાર્ટૂનનાં બે પુસ્તકો ‘દેખ તમાશા’ અને ‘વીણાનો ઝંકાર’ પ્રકાશિત થયાં છે. તેમના અવસાન બાદ ‘ફૂલછાબે' શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, “નારદ કદીયે તેમની મધ્યમવર્ગીય બુનિયાદ ભૂલ્યા ન હતા. તેમણે સામાન્ય માણસના જીવનના દૈનિક જીવનની નાનીમોટી તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ચિત્રો કર્યાં.” સાચે જ ‘નારદ’ અખબારોમાં મધ્યમવર્ગના પ્રતિનિધિ બની રહ્યા.
Jain Education International
૫૯૭
૧૯. કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા
KGM = MKG, કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા બરાબર મોહનદાસ કરમચંદ ગાંધી. આટલું વૈચારિક ઐક્ય આ ધરતી પરના બે વિચારપુરુષો વચ્ચે યોજાયું હોય તેવી ચિંતન, મનન, અધ્યાત્મ અને દેશસેવાના ક્ષેત્રની આ વિરલ ઘટના હતી. ગૂજરાત વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર ‘મુક્તિ અપાવે તે જ વિદ્યા' એ તેમનો જીવનમંત્ર બની રહ્યો. જે વિદ્યા કે કળા માણસને ઊર્ધ્વગામી બનાવે કે પોષે તે જ કળા અને તેવા જ સાહિત્યને આવશ્યક માનનાર શ્રી મશરૂવાળાએ આજીવન સત્ત્વશીલ, તેજમય સાહિત્યપ્રવૃત્તિ કરી. ગુજરાતી પ્રજા તેમને એક ઊંચા ગજાના, દિગ્ગજ સાહિત્યકાર તરીકે માને છે. તેમના ‘સમૂળી ક્રાન્તિ' નામના પુસ્તકે તેમને તત્કાલીન વિચારકોની વચ્ચે સિદ્ધ અને સ્થાપિત કર્યા. તેમણે ધર્મ અને સમાજરચના, રાજકીય તેમજ આર્થિક તથા કેળવણી અંગે ક્રાન્તિકારી વિચારો દર્શાવ્યા છે. ‘સંસાર અને ધર્મ' નામનું તેમનું પુસ્તક નવયુગના ઘડતરને સ્પર્શતું અને પ્રાચીન પ્રણાલિકાઓને સમજાવતું પુસ્તક છે. આ ઉપરાંત ‘અહિંસા વિવેચન', ‘ગીતાદોહન', ‘ગીતામંથન', ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગાંધીજીના નિર્વાણ બાદ ‘હરિજન' પત્રોના સંપાદક-તંત્રી તરીકેની જવાબદારી સંભાળી સૌને માર્ગદર્શન કરતા રહ્યા.
ગાંધીયુગના નભોમંડળમાં MKG = KGM બની રહેનારા કિ. ઘ. મશરૂવાલા ખૂણે રહીને ઝળક્યા કરતા તારા જેવા હતા.
કિરીટ ભટ્ટ (ભાવનગર)
જાણીતા પત્રકાર અને કટોકટી આંદોલનના અગ્રણીનેતા કિરીટ ભટ્ટને જાણનારી પેઢીના ઘણા પત્રકારો હજુ છે. શિક્ષણ અને સરકારી નોકરી પછી પત્રકારત્વમાં આવ્યા. ‘જયહિંદ', ‘ફૂલછાબ’ દૈનિકમાં લખવાનું શરૂ કર્યું. ‘જન્મભૂમિ’માં જોડાયા. સિદ્ધહસ્ત પત્રકાર બન્યા. પછીના વર્ષો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં કાર્યરત રહ્યા. ૧૯૬૮થી ૧૯૯૩ સુધી ૨૫ વર્ષ વડોદરામાં “એક્સપ્રેસ’માં કામ કર્યું.
કટોકટીના વર્ષોમાં સરકારનો વિરોધ કરવામાં તેઓ જાણીતા થયા. જેલવાસ પણ થયો. જેલમાંથી પણ તેમણે લખ્યા કર્યું. હાલમાં તેઓ મુક્ત પત્રકાર છે અને વિવિધ દૈનિકોમાં ફ્રિલાન્સ લેખન કાર્ય કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org