SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૯૩ ભટ્ટના માર્ગદર્શનમાં એમ. ફિલ. માટેનું સંશોધન કર્યું. ગુજરાતી અખબારો અને નારીચેતના” વિષય પર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં પી.એચડી. કર્યું. તેમના એમ.ફિલ. થીસીસ જિલ્લાકક્ષાના પત્રકારત્વ સંદર્ભે ‘સમય’ : એક અધ્યયન અને પી.એચડી. થીસીસ ગુજરાતી અખબારો અને નારીચેતના' પ્રકાશિત થઈ ચૂક્યા છે. ભારતીય જનસંપર્કના પિતામહ : મહાત્મા ગાંધી’ તેમનો પ્રકાશિત થયેલ મોનોગ્રાફ છે. સ્વ. રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા દરમ્યાન દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ આપેલાં વ્યાખ્યાનોનું લેખન-સંપાદન કરીને તૈયાર થયેલું પુસ્તક “સીમા વિનાનું શિક્ષણ’ ડૉ. મંદા પરીખ સાથે તેમનું સંયુક્ત રીતે પ્રકાશિત થયેલું પુસ્તક છે. આ ઉપરાંત ૫૦ થી વધુ અભ્યાસ લેખો અને ૧૦૦ જેટલા પ્રાસંગિક લેખો તેમણે લખ્યા છે. પથપ્રદર્શક ભાઓ” અને “ધન્યધરા શાશ્વત સૌરભ' નામના મહાન સંપાદન ગ્રંથોમાં તેમના લખેલ અધિકરણો ઘણી મોટી સંખ્યામાં છે. અનેક પુસ્તકોમાં તેમણે અભ્યાસક્રમને લગતાં પ્રકરણો લખ્યાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત “વિશ્વકોશ'માં તેમણે ઘણાં અધિકરણ લેખ લખ્યાં છે. ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિ અંગેનો તેમનો અધિકરણ લેખ પથપ્રદર્શક પ્રતિભામાં છપાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટની એકેડેમિક સ્ટાફ કૉલેજ ઉપરાંત સ્પીપા, અનેક સરકારી-બિનસરકારી સંસ્થાઓમાં તેમણે તજજ્ઞ વ્યાખ્યાન આપ્યા છે. આજે પણ તેઓ તાલીમ શાળાઓમાં શીખવા અને શીખવવા જાય છે. વર્ષ ૨૦૦૯માં દૂરદર્શન કેન્દ્ર-દિલ્હીના દસ્તાવેજી વિભાગની શ્રેણી “સિદ્ધિના સોપાનો' માટે ‘ગૂજરાત વિદ્યાપીઠ' અંગેની દસ્તાવેજી ફિલ્મ લખી હતી. ગૂજરાત વિદ્યાપીઠનું ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં યોગદાન'વિષય અંગેના નિબંધને ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો છે. એ જ રીતે મંગળ ગ્રહ એક વૈજ્ઞાનિક ખોજ' નામના નિબંધને હિન્દી સાહિત્ય પરિષદ તરફથી ચંદ્રક એનાયત થયો છે. તેઓ અનેક શૈક્ષણિક બિનશૈક્ષણિક સંસ્થાઓના સભ્ય છે. અનેક યુનિ.માં અભ્યાસક્રમ સમિતિના સભ્ય છે. ગુજરાતના જાણીતા સમાયિક “નવચેતન' તરફથી તેમના લેખ “ગુજરાતી પત્રકારત્વ અને વીતેલું વર્ષ-૨૦૦૫ માટે શ્રેષ્ઠ લેખનનો વિશેષ પુરસ્કાર મળ્યો છે. વર્ષ ૨૦૦૯માં પત્રકારત્વ અને શિક્ષણક્ષેત્રે વિશેષ યોગદાન બદલ તેમને “સખી’, ‘શકિત' એવોર્ડ એનાયત થયો છે. અમારા પ્રકાશિત સાહિત્યમાં તેમની કલમનો હંમેશા સારો સહકાર મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ - – સંપાદક અખંડ આનંદ ભિક્ષ (૧૮૭૪થી ૧૯૪૨) ભિક્ષુ અખંડ આનંદને “અખંડઆનંદ' સામયિક મારફતે સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાભાષીઓ ઓળખે જ છે. માતા હરિબા અને પિતા જગજીવનરામનું સંતાન એવા ભિક્ષુ અખંડાનંદનું પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઈ હતું. માતાપિતા અને સાધુસંન્યાસીઓના સત્સંગથી તેમનું બાળપણ ભક્તિરસથી રંગાયેલું હતું. પિતાનું અચાનક અવસાન થતાં નાની વયે કુટુંબની જવાબદારી આવી. સંસારી પણ થયા, પણ મન ક્યાંય લાગતું નહીં. ૧૯૬૦ની શિવરાત્રિએ સંસારમાંથી સંન્યાસ તરફ પ્રયાણ કર્યું. ધર્મચર્ચા અને ચિંતન દરમ્યાન અનેકવાર તેમને લાગ્યું કે, સામાન્ય લોકોને ધાર્મિક ગ્રંથો પરવડી શકે તેમ નથી. સસ્તું સાહિત્ય શરૂ કરવાનો વિચાર એમાંથી જ આવ્યો. ઘણી મહેનતના અંતે “એકાદશ સ્કંદ' માત્ર છ આનાની કિંમતે બહાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy