________________
૫૯૨
સ્વપ્ન શિલ્પીઓ
ટ્રેઈનોમાં પણ રહે છે. તેને વીજળી-ગેસ અને પેટ્રોલની જરૂર રહે છે, તેમ ખેતી-બીયારણ ને પાણીની પણ જરૂર છે. તે મંદિર-મસ્જિદ અને હજયાત્રા સાથે જોડાયેલો છે, તેમ શાસનવ્યવસ્થા સાથે સંકળાયેલો છે. આમ માણસ એક અને એકલો નથી, તેની ફરતે ગામ-શેરી-જ્ઞાતિ-સમાજ-ધર્મ-સત્તા અને વૈશ્વિક પ્રવાહોના વર્તુળો રચાયેલાં છે. આ બધાની જાણકારી રોજ-બ-રોજ આપતું હોય એવું સબળ માધ્યમ વર્તમાનપત્ર છે. | ગુજરાતી ભાષામાં ઓગણીસમી સદીમાં વર્તમાનપત્રની શરૂઆત થઈ. અંગ્રેજો અને પારસીઓ એ આ સુવિધા ઊભી કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો. “મુબઈ સમાચાર' એ પહેલું વર્તમાનપત્ર. ત્યારથી આજ સુધી, એટલે કે લગભગ બે સદી પર નજર નાખીએ તો સમજાશે કે સામાજિક ક્રાંતિમાં વર્તમાનપત્રે શો ભાગ ભજવ્યો છે. વીર નર્મદના ડાંડિયો'એ સામાજિક કુરિવાજો સામે પડકાર ફેંક્યા...મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠે સુધારાની ચર્ચાઓ ચલાવી. અંગ્રેજ શાસન સામે પોતાની માંગણીઓ રજૂ કરવા કેટકેટલાં દૈનિકો તૈયાર રહેતાં! અને છેલ્લે, લગભગ ચાર ચાર દાયકા સુધી ચાલેલી સ્વાતંત્ર્ય ચળવળ અને ગાંધીજીની વિચારધારાઓ વર્તમાનપત્રોની હાજરી વગર કેટલી સફળ થાત તેની કલ્પના થઈ શકે છે? એક અવાજે ચાલીસ કરોડ જનતા જાગે, એ માત્ર વર્તમાનપત્રો જ કરી શકે. મેઘાણી, અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી અને મશરૂવાળા, કાલેલકર, ઉમાશંકર, ઈશ્વર પેટલીકર, યશવંત શુક્લ વગેરેની કલ્પના વર્તમાનપત્ર વગર થઈ શકે ખરી? અને તેમના વગર વર્તમાનપત્રોની સફળતા શક્ય બને ખરી?
આજે પણ આઝાદીના છ છ દાયકા પછી દેશના વિકાસની ખેવના કરનારાં પરિબળોમાં વર્તમાનપત્રોનું સ્થાન મોખરાનું છે. શિક્ષણ, સાહિત્ય, કળાઓ, વિજ્ઞાન, ધાર્મિકતા, સામાજિકતાના કટકેટલાં ચિતારથી વર્તમાનપત્રો ધમધમે છે! ટેલિવિઝનના ફેલાવાએ અન્ય સમૂહમાધ્યમો હેજે ઝાંખા પડ્યા હોય એવું લાગે છે; પણ હકીકતમાં એવું નથી. આજે પણ વર્તમાનપત્રોની બોલબાલા છે!
આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પુનિતા હણે ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગમાં અધ્યાપક છે. સમેતશિખરની પોળ, માંડવીની પોળ-અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ, ઉછેર, માતા-પિતા દેવયાની ભટ્ટ અને ડૉ. જગદીશ ત્રિવેદી શિક્ષણને વરેલા હોઈ વાંચન તરફને બાળકોને પહેલેથી વાળેલાં. લેખન-વાંચનની આદત નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધામાં અનેક પારિતોષિકો અપાવ્યા.
( ફિઝીક્સ વિષય સાથે બી.એસ.સી., એમ.જી સાયન્સ કૉલેજમાંથી કર્યા બાદ પત્રકારત્વનું શિક્ષણ ભાષાભવનના પત્રકારત્વ વિભાગમાં લીધું. એ દિવસો દરમ્યાન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શરૂ થયું. તેના શરૂઆતના વર્ષોથી એટલે કે ૧૯૮૬ થી ૧૯૯૩ સુધી સંપાદક, રિપોર્ટર, અનુવાદક તરીકે કામગિરિ કરી. એ કામના ભાગરૂપે અનેક વિશેષાંકો પ્રકાશિત કર્યા. અનેક સ્પર્ધાઓ યોજી અને વાચકોને અખબારની સાપ્તાહિક પૂર્તિ મહિલા ટાઈમ્સ' સાથે જોડવાનો પ્રયાસ કર્યો.
- રોજેરોજની કામગીરીના ભાગરૂપે ૨૦૦થી વધુ લેખો લખાયા. થોડો સમય જયહિંદ જૂથના “સખી' મેગેઝીનના સંપાદક તરીકે રહ્યા. આ સામયિકને માસિકમાંથી પાક્ષિકમાં ફેરવી સફળ અને સ્થિર કર્યું. ૧૯૯૪થી ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. શિક્ષણ લેવા-દેવાના વર્ષોમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૫૦ વર્ષથી પ્રકાશિત થતા સમાચાર સાપ્તાહિક “સમય” અંગે વરિષ્ઠ પત્રકાર તુષાર
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org