________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૯૧
આપણા પ્રકારો અને કટારલેખકો
(એકવીસમી સદી : માધ્યમોનો મહિમા)
ડો. પુનિતાબહેન હર્ષે
માનવી સામાજિક પ્રાણી છે. એનો અર્થ એવો નથી કે અન્ય જીવોમાં સમૂહજીવનની ઓળખ નથી. પાણીમાં તરતી માછલીઓ કે આકાશમાં ઊડતી કંજડીઓ ક્યારેય એકલી હોતી નથી. જંગલમાં વસતાં પ્રાણીઓ સમૂહમાં જ વિચરતા હોય છે. પણ એ બધા પરંપરા પ્રમાણે મર્યાદિત જીવન જીવતાં હોય છે; જ્યારે માનવીનું સમૂહજીવન કેટકેટલી સામાજિકતાને વિકસાવતું રહ્યું છે એ કલ્પના કરીએ ત્યારે દંગ રહી જવાય છે. ગુફાવાસી માનવી, નદીકાંઠે વસતો માનવી, મહાનગરોમાં રહેતો માનવી, ઇન્ટરનેટથી રાતદિવસ એકબીજાના સતત સંપર્કમાં રહેતો જુદા જુદા દેશમાં વસતો માનવી જોઈએ છીએ ત્યારે સમજાય છે કે માણસની સામાજિકતા જુદી જ ચીજ છે.
માનવીના મગજની આ ફલશ્રુતિ છે. માનવીએ કલ્પના અને વિચારોની આપ-લે દ્વારા આ તંત્ર વિકસાવ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં માનવી એકબીજાને વિચારોની આપ-લે કરીને જીવનનો વિકાસ સાધતો રહ્યો છે. અગ્નિની શોધ, ખેતીની શોધ, વરાળ અને વીજળીની શોધ, અણુ-પરમાણુની શોધ દ્વારા માનવીએ અન્ય પ્રાણીઓ કરતાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. આ સર્વ વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ માધ્યમો દ્વારા શક્ય બની છે. એક હાથે તાળી ન પડે એ કહેવત પ્રમાણે એક માનવીએ બીજાને પોતાની કલ્પના વિશે, વિચાર વિશે, સંશોધન વિશે વાત કરી ન હોત તો જે-તે વાત આગળ વધી ન હોત તે સમજાય તેવી વાત
એવા પ્રસાર-પ્રચારની વાતો એક જમાનામાં કંઠોપકંઠ થતી હતી. ચારણ-ગઢવી-બારોટો જેવી જાતિઓ કવિતા અને કથાના માધ્યમે એક જનસમૂહથી બીજા જનસમૂહમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાનની ભૂમિકા ભજવતી હતી. સમાજના ધર્મ-અર્થ-કામ અને મોક્ષ અંગે કંઠ પરંપરાથી વાતો થતી. ભજનો અને શૌર્યકથાઓએ સમાજ પર કેવી અસરો કરી એ આપણે જાણીએ છીએ.
પણ મુદ્રણયંત્રની શોધથી આ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ આવી એમ કહી શકાય. મુદ્રણકળાથી પુસ્તકો અને બીજા છાપકામની મોસમ ખીલી. પણ સાથોસાથ વર્તમાનપત્રોનો ફેલાવો થયો એ તો અદ્ભુત ઘટના હતી. માસિક-અઠવાડિકથી શરૂ થયેલું વર્તમાનપત્ર દૈનિકમાં ફેરવાયું ત્યારે તો રોજ સવાર પડે કે દેશ અને દુનિયાના સમાચારો તમારા આંગણે આવી પડવા લાગ્યા. આજે આપણને આ અજાયબ નથી લાગતું. આજે તો દિવસમાં ત્રણ વાર દૈનિકપત્ર મેળવવા આપણે તૈયાર હોઈએ છીએ. પણ વાહન-વ્યવહારની કે સંદેશાવ્યવહારની બહુ સુવિધા નહોતી ત્યારે માધ્યમનું આ કામ કેટલું ઉપકારક રહેતું તેની કલ્પના કરવી રહે.
સામાજિક માણસ અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. તે ગામ અને જ્ઞાતિમાં રહે છે તેમ મહાનગરોની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org