SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ (૧૩) અનેક વિવિધ પ્રતિભાઓને (તે વિવિધ સ્થળે વસતી હોવા છતાં) ગુર્જરરાજ્ય વિકાસાર્થે આમંત્રણ આપીને બોલાવ્યા અને તેમને સ્વકીય ક્ષેત્રોમાં કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. આ મહાનુભાવોમાં મહાન સંગીતકાર ફૈયાઝખાં અને મૌલાબક્ષ, ત્રિભુવનદાસ ગજ્જર, કવિ કાન્ત વગેરેનો સમાવેશ થાય છે. જન્મ : ૧૧-૩-૧૮૬૩, મૃત્યુ : ૬-૨-૧૯૩૯ ટૂંકમાં, ગુર્જરધરામાં જ્ઞાનપ્રચાર, વિજ્ઞાન અને ટેક્નિકલ શિક્ષણ, અત્યંજોદ્ધાર, નારીવિકાસ, કલાપ્રચાર જેવાં અનેક કાર્યો કરી આ નરવીર માત્ર ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના વંદનીય પુરુષ બની રહ્યા, એટલું જ નહીં તેમની દૂરંદેશિતાથી તે વખતનું ગુજરાત બ્રિટીશ શાસનથી પણ અડધી સદી આગળ જીવતું હતું! (૪) સંગીતોપાસક ઉસ્તાદ ફૈયાઝખાં : ઈ.સ. ૧૮૮૦માં આગ્રામાં એમનો જન્મ. રંગીલા ઘરાણાના તેઓ સંગીતકાર. માતાપિતા સંગીતજ્ઞ તેથી વારસામાં સંગીત ઊતર્યું. અલબત્ત તેમના નાના (માતાના પિતા) ગુલામ અબ્બાસખાં તરફથી તેમને પદ્ધતિસરનું સંગીતશિક્ષણ મળ્યું. મોસાળમાં ઉછેરનું કારણ નાનપણમાં પિતાનું અવસાન. નાનાની આકરી શિસ્તમાં સંગીત શીખ્યા. જાણે કે એક તપશ્ચર્યા! તેમની કીર્તિસુરભિને પારખી સયાજીરાવે ઈ.સ. ૧૯૧૨માં પોતાને ત્યાં બોલાવ્યા. ૧૦૦ રૂપિયા કરતાં ઓછા પગારે નહીં આવું એમ કહી (એ વખતે ઉસ્તાદો પણ ૪૦-૫૦ રૂપિયા જ મેળવતા ત્યારે) રાજ્યની સંગીત વિદ્યાપીઠના પ્રાધ્યાપક બન્યા. ઉપરાંત બહારના કાર્યક્રમો કરવાની છૂટ મેળવી. ગ્રામોફોન રેકર્ડ દ્વારા એમનો અવાજ રેલાતો ગયો. જીવનના અંત સુધી વડોદરા (ગુજરાત)ને પોતાની કર્મભૂમિ બનાવી. * વિશેષ વિગતો : (૧) ઇન્દોરનરેશે તેમના સંગીતગાનથી પ્રસન્ન થઈ, ગળામાંનો પંદર હજારની કિંમતનો રત્નકંઠો, ૫૦૦ રૂપિયાનો પોશાક તથા રોકડા દશ હજાર રૂપિયા (એ જમાનામાં) આપેલા! (૨) સંગીતનું રસદર્શન કરાવતાં તેઓ તાર સપ્તકમાં ગાંધારથી ઊંચે અને મંદ્ર સપ્તકમાં મધ્યમથી નીચે ગાઈ શકતા. અરે તેમનો સ્વર છેક ષડ્ઝ સુધી પહોંચી શકતો! Jain Education International સ્વપ્ન શિલ્પીઓ (૩) ‘પ્રેમપિયા'ના શીર્ષકથી તેમણે લખેલ પચાસેક બાબતો ભારતીય સંગીતના ઇતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવેછે. (૪) ઈ.સ. ૧૯૩૨માં ભરાયેલી સંગીતપરિષદમાં પ્રખ્યાત ગાયક કુંદનલાલ સાયગલ તેમને સાંભળી તેમના શિષ્ય બનેલા. (૫) તેમને સયાજીરાવે ‘જ્ઞાનરત્ન’ની પદવી અને પોશાકીથી સ્વદરબારમાં ખુરશીનું સમ્માન આપેલું. (૬) હરકોઈ શ્રોતાને એમ જ લાગે કે ખાં સાહેબ’ મારે માટે જ ગાઈ રહ્યા છે. (૭) શરીર મજબૂત રાજવીને શોભે એવું. રાજવીની જેમ જ શોખથી રહેતા. અલંકારો ધારણ કરતા. નાનપણથી મસ્તીના પણ શોખીન. (૮) વડોદરા સંગીત વિદ્યાપીઠમાં અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. અનેક સંગીતજ્ઞો તેમની પાસે શીખવા આવતા. મૃત્યુ : ૫-૧૧-૧૯૫૦ (૫) મહાન સંગીતજ્ઞ મૌલાબક્ષ વડોદરામાં સંગીતપ્રવૃત્તિનો આરંભ ખંડેરાવ મહારાજથી થયેલો. તેમણે સૌ પ્રથમ પ્રો. મૌલાબક્ષને વડોદરા આવવા આમંત્રણ આપેલું. પ્રો. મૌલાબક્ષનો જન્મ દિલ્હી પાસેના ચિંહાડ ગામે ભીવાની જાગીરદાર કુટુંબમાં થયેલો. પિતા મૃત્યુ પામતાં કાકાએ ઉછેર કર્યો. મૂળ નામ તો શોલેખાન. ભીવાનીમાં એક સૂફી સંત સાથે તેમની મુલાકાત થઈ. તેમની સેવા કરતાં સૂફીએ તેમને સંગીતકાર થવાના આશીર્વાદ આપ્યા. નામ શોલેખાનને બદલે મૌલાબક્ષ રાખવા કહ્યું. ત્યારથી બન્યા મૌલાબક્ષ. એક નવો અવતાર. હૃષ્ટપુષ્ટ પડછંદ શરીર, તેજસ્વી મુખમુદ્રા અને ભરાવદાર પઠાણી સીનાથી એ પહેલવાન દેખાતા, છતાં સંગીતકાર બન્યા. * મહત્ત્વની વિગતો : (૧) ભીવાનીમાં ઉસ્તાદ ઘસીટખાં પાસેથી સંગીતશિક્ષણ લીધેલું. (૨) ઉત્તર-દક્ષિણ ભારતની સંગીતશૈલીઓનો ગહનતાથી પદ્ધતિસર અભ્યાસ કરી બન્ને વચ્ચે સમન્વય સાધ્યો. (૩) ખંડેરાવ સમયમાં રાજવી ઠાઠમાઠથી રહેતા મૌલાબક્ષનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy