________________
૫૭૬
ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રની લગત લગભગ ૧૭૦૦ કિલોમીટર લાંબા દરિયા-કિનારે અડીને આવેલ ગુજરાતના સીમાડા ઉત્તરમાં અંબાજી, દક્ષિણમાં ડાંગ, પૂર્વમાં પાવાગઢ અને પશ્ચિમમાં દ્વારકા સુધી પથરાયેલ છે. ગુજરાત રણ, ડુંગરોથી અને સાગરોથી ઘેરાયેલો પ્રદેશ છે. ભારતના અંતર્ગત રાજ્ય તરીકે ગુજરાતી રાજકીય સરહદમાં પશ્ચિમે અરબી સમુદ્ર, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્યની સરહદો, ઉત્તરમાં રાજસ્થાનની સરહદ અને દક્ષિણમાં મહારાષ્ટ્રની સરહદ આવેલ છે, પરંતુ આ રાજકીય સરહદોના સીમાડાઓ વચ્ચે આવેલ ગુજરાત પ્રદેશની પ્રજા ગુજરાતના સીમાડા બહાર અનેક દેશોમાં પથરાયેલ છે. ગુજરાતની બહાર વિદેશમાં વસવાટ કરતી ગુજરાતી પ્રજાએ એક આગવી ઓળખ ઊભી કરી છે અને અનેક ગુજરાતી પ્રતિભાઓ વિદેશની ભૂમિ ઉપર તારલાઓની માફક ચમકી રહી છે.
પ્રાચીનકાળથી ગુજરાતીઓ દરિયાપારના દેશોમાં સાહસ કરીને મુસાફરી કરવા માટે અને વ્યાપાર માટે જાણીતા છે. એક જમાનામાં દરિયાપારની મુસાફરીઓ જોખમી અને કંટાળાભરી હતી. દેશી વહાણોમાં જીવના જોખમે મુસાફરી કરી વિદેશો સાથે વ્યાપાર સ્થાપવા માટે ગુજરાતીઓ સદીઓથી જાણીતા છે. વિમાનના આગમન સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ સરળ બની અને સાહસિક ગુજરાતની પ્રજા વિશ્વભરમાં અનેક દેશોમાં વસવાટ કરતી થઈ. વિમાનની મુસાફરીની શરૂઆત તો વીસમી સદીના ચોથા-પાંચમા દાયકાથી થઈ પરંતુ ભારત છોડી અમેરિકા, ઇંગ્લેન્ડ અને વિવિધ દેશોમાં વસવાટ કરવાની જોરદાર લહેર ભારતની આઝાદી પછી સાઠના દાયકાથી શરૂ થઈ. સને ૧૯૬૦થી શરૂ થયેલ આ પ્રક્રિયા દિન-પ્રતિદિન મજબૂત થતી રહી છે અને હવે ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, યુરોપના દેશો ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ઈંગ્લેન્ડ વગેરે દેશોમાં વસાવટ કરતા થયા છે. સામ્યવાદી વ્યવસ્થા તૂટતાં અને સમગ્ર વિશ્વે ઉદારીકરણ નીતિનો સ્વીકાર કરતાં વ્યાપારની જે નવી તકો ઊભી થઈ તે સામ્યવાદી દેશો રશિયા, ચીન અને પૂર્વયુરોપના દેશોમાં પણ ઊભી થઈ અને એ તકોને ઝડપનારા ગુજરાતીઓ છે.
વર્ષોથી આફ્રિકામાં વસવાટ કરતાં ગુજરાતીઓએ ૭૦ના દાયકામાં આફ્રિકાની રાજકીય પરિસ્થિતિનો ભોગ બન્યાં અને આફ્રિકાની ધરતી ઉપર સ્થાયી થયેલ ગુજરાતીઓએ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ હિજરત કરી ઇશ્વ્લેન્ડ, પોર્ટુગલ, કેનેડા વગેરે દેશોમાં વસવાટ શરૂ કર્યો. આફ્રિકામાં સિત્તેરના દાયકામાં નિર્વાસિત થયેલ ગુજરાતીઓ જે જે દેશમાં વસ્યાં તે તે દેશોમાં આર્થિક અને સામાજિક રીતે મોભાભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલ અનેક ગુજરાતીઓએ હરણફાળ પ્રગતિ કરીને ઇંગ્લેન્ડની સાથોસાથ અમેરિકા અને કેનેડામાં પણ વેપાર-ધંધાઓ શરૂ કરી વિશ્વના એકથી વધારે દેશોમાં વ્યાપારી સામ્રાજ્યો સ્થાપ્યાં છે.
અમેરિકામાં ગુજરાતીઓની ત્રણ વ્યવસાયોમાં બોલબાલા છે. હોટેલ અને મોટેલવ્યવસાયમાં ગુજરાતી પટેલોની પકડ છે. આવો જ બીજો વ્યવસાય તબીબી વ્યવસાયનો છે, જેમાં ગુજરાતી ડૉક્ટરોનું વર્ચસ્વ છે. ત્રીજો વ્યવસાય નાના મોટા સ્ટોરનો છે, જેમાં પણ ગુજરાતીઓ આગળ પડતા છે.
ગુજરાતીઓની કરકસરથી રહેવાની અને બચત કરવાની લાક્ષણિકતાએ અમેરિકાના ગુજરાતીઓને શ્રીમંત શ્રેણીમાં મૂકી દીધા છે. કોઠાસૂઝ, સખત પરિશ્રમ અને કપરા સંજોગોનો સામનો કરવાની ઇચ્છાશક્તિએ ગુજરાતીઓની અમેરિકામાં નવી ઓળખ ઊભી કરી છે. ૧૫ લાખની વસ્તી ધરાવતાં ગુજરાતી ભાષી ગુજરાતીઓ અમેરિકાના એક ખૂણાથી બીજા ખૂણે વસ્યાં છે. કોઈ પણ અજાણ્યા સ્થળે સાહસ કરીને પહોંચવાની ગુજરાતીઓની જન્મજાત ખાસિયતને કારણે અમેરિકાના અજાણ્યા પ્રદેશમાં પણ ગુજરાતીઓની હસ્તી જોવા મળે છે.
અમેરિકન ગુજરાતીઓ અનેક વ્યવસાયોમાં વહેંચાયેલા છે, પરંતુ ઊડીને આંખે વળગે તેવી નામના અમેરિકન ગુજરાતી ડૉક્ટરો અને હોટેલ-મોટેલના ધંધામાં પડેલા અમેરિકન ગુજરાતીઓની છે. અમેરિકામાં એશિયન ડૉક્ટરોનું ભારે પ્રભુત્વ છે. એશિયન ડૉક્ટરોમાં ભારતીયો ઉપરાંત ચાઇનીઝ, પાકિસ્તાની, જાપાનીઝ, મલેશિયન વગેરે દેશોના ડૉક્ટરોનો સમાવેશ થાય છે. આ એશિયન ડોક્ટરોનું એક સંગઠન છે, જે અમેરિકામાં ભારે વગ ધરાવે છે. એશિયન ડોક્ટરોના આ સંગઠન ઉપર શરૂથી તે આજદિન સુધી ગુજરાતી ડૉક્ટરોનું પ્રભુત્વ રહેલ છે. અમેરિકા એક વિશાળ
દેશ છે અને વિસ્તારમાં ભારત કરતાં અનેક ગણો મોટો દેશ છે. આવા વિશાળ દેશના અનેક શહેરોમાં ગુજરાતી ડૉક્ટરો સ્થાયી થયા છે. અમેરિકન ગુજરાતી ડૉક્ટરોની એક લાંબી
For Private & Personal Use Only
www.jainelibrary.org