SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ આપી. પછી તો તેની આવૃત્તિઓ દર વર્ષે થતી ગઈ. આગળ જતાં નાની-મોઈ ડિક્ષનરીઓની શૃંખલા સર્જાઈ ગઈ! સફળતા ક્યારેય અટકી નહીં. સફળતાનાં સોપાન ચડવામાં હવે સરળતા આવી. હિંમત વધી. ઉત્સાહ વધ્યો. I અપેક્ષિતો, ગાઈડો અને અન્ય શૈક્ષણિક પ્રકાશનો વધતાં જ ચલ્યાં, શાખમાં ઉમેરો થતો ગયો. સારો સમય આવ્યે દાદર ખાતેને તે સમયે ચોકલેટ બનાવતી એક જાણીતી કંપની ડૉ. રાઈટર્સની જગ્યા ખરીદી ત્યાં “નવનીત ભવન’ ઊભું કર્યું. અહીં બે ભાઈઓ શ્રી અમરચંદભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ અને દીકરાઓ કામ કરવા લાગ્યા. આમ, સમગ્ર કુટુંબ ભેગું થઈ સંસ્થાના ઉત્થાન માટે પરસેવો પાડવા લાગ્યું. કુટુંબને સારી નામના, આબરૂ અને ઈજ્જત મળી. નવનીત પરિવારના બીજા સૌથી મોટા ભાઈ ડૉ. ધનજીભાઈ વૈચારિક મતભેદના કારણે પહેલાં ધંધામાંથી છૂટા થઈ ગયા હતા. તાલીમ અને અનુભવના આધારે તેમણે એક નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપી નામના મેળવી છે. શ્રી ધનજીભાઈના બંને દીકરા ડૉક્ટર છે અને આર્થિક દૃષ્ટિએ સંપન્ન છે. બહોળા કુટુંબને દુઃખમાં એકસૂત્રે બાંધી રાખનાર શ્રી લાલજીભાઈની સમજ હતી કે સુખમાં બધાં કુટુંબોએ જુદાં રહેવું સારું, જેથી કુટુંબમાં ધર્ષણ ન થાય, અંતરનો ભાવ સચવાય ને વ્યવસાયમાં કોઈ ક્ષતિ ન આવે. પછી તો પરિવારમાં બધા સભ્યો એમ વિચારતા થયા કે આપણે ઘણી ગરીબાઈમાંથી પસાર થયા છીએ અને આજે આપણી આર્થિક સ્થિતિ સારી થઈ છે, ત્યારે “સમાજ માટે પણ કંઈક કરી છૂટવું.' આવી ભાવનાથી પ્રેરાઈને નવનીત પરિવારે સમાજમાં નાનાં-મોટાં અનેક પ્રકારના દાન આપવાનું શરૂ કર્યું. તેમાંય વિશેષ કરીને વૈદકીય ક્ષેત્રે મુંબઈ, અમદાવાદ અને કચ્છમાં નવનીત પરિવારનું યોગદાન ઘણું રહ્યું છે. હાલમાં ક.વી.ઓ. સમાજમાં ગરીબ અને મધ્યમ વર્ગના ભાઈઓનાં રહેઠાણનો પ્રશ્ન ઉકેલવા શ્રી કચ્છી જૈન ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે, એમાં પણ નવનીત પરિવારનું યોગદાન પ્રશંસનીય રહ્યું સ્વપ્ન શિલ્પીઓ થયા. એ સમયે એમની ઉંમર ફક્ત ૬૭ વર્ષની હતી. શૈક્ષણિક પ્રકાશનોનું કામ કડાકૂટવાળું ખરું. અભ્યાસક્રમોમાં અવારનવાર ફેરફાર થયા કરે. દરેક વખતે અગાઉનો સ્ટૉક રદ્દીમાં વેચી નાખવો પડે અને નવાં પુસ્તકો તૈયાર કરવા પડે. પરંતુ નવનીત પરિવાર આવી બાબતોથી ટેવાઈ ગયો છે. ( શૈક્ષણિક પુસ્તકો તૈયાર કરવા માટે માતબાર લેખકોની જરૂર પડે. સંસ્થા સાથે અત્યારે ઉચ્ચ શિક્ષણ પામેલા ૨૫૦ જેટલા લેખકો જોડાયેલા છે. પરંતુ તેમને પોતાના જ્ઞાનનો અહં હોય. એટલે તેમનાં લખાણ અંગે કંઈક સૂચન કરવામાં આવે તો તેમને તરત માઠું લાગી જાય. લેખકે લેખકે વૈચારિક મતભેદ હોય અને દરેકની કાર્યપદ્ધતિ પણ અલગ હોય. આ બધાને ખૂબ સાચવવા પડે. પરંતુ દરેક લેખકને એમનાં પુસ્તકોની રોયલ્ટી સારી મળે, એટલે તેઓ અમને એક કુટુંબની જેમ નભાવી લે. આમ, અરસપરસના સહકારથી નવનીત પરિવારે પ્રકાશન ક્ષેત્રે સારી એવી હરણફાળ ભરી છે. પરિવાર મોટો થતાં ‘નવનીતે ધંધાનો વ્યાપ વધાર્યો. પુસ્તક પ્રકાશનની સાથે સાથે નવી પેઢીએ શરૂ કરેલા નોટબુકો અને સ્ટેશનરીના ઉત્પાદન માટે અમદાવાદ ઉપરાંત સેલવાસ, દમણ અને વસઈમાં પણ પ્રેસો શરૂ કર્યા છે. આજે તો “નવનીત પબ્લિકેશનમ્સ (ઇન્ડિયા) લિમિટેડ” સંસ્થા ભારતની પ્રમુખ પ્રકાશન સંસ્થા છે. સંસ્થા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા પ્રકાશનો વ્યાજબી ભાવથી શિક્ષણ જગતને આપે છે. અત્યારે અંદાજે ૪000 જેટલા પ્રકાશનો વિવિધ ભાષામાં છપાય છે. અમદાવાદ તથા મુંબઈમાં પોતાના વિશાળ ભવનોમાં વહીવટી કાર્યાલયો ચાલે છે. સંસ્થાના સમગ્ર વહીવટ માટે SAP જેવી અદ્યતન કમ્યુટર સિસ્ટમ અમલમાં છે. સાથે સાથે સમગ્ર તંત્રના સુવ્યવસ્થિત સંચાલન માટે Kaizen System ની વ્યવસ્થા ગોઠવી છે. આજે સંસ્થાના બધા કાર્યોલયોમાં એકંદરે મળીને 14 C.A., 2 Cost Accuntants, 2 Lowyers ઇત્યાદીનો સ્ટાફ છે. શ્રી ક.વી.ઓ. સમાજમાં નવનીત ગ્રૂપ આજે સૌથી વધારે Tax ભરે છે. “નવનીત પબ્લિકેશનલ્સ (ઇન્ડિયા) લિમિટેડ' પ્રચંડ પુરુષાર્થ, શુદ્ધ નીતિ, આદર્શ અને વ્યવહારુ સંચાલન, ડબર રહિત અને નિરહંરાભર્યા જીવનનું જીવંત મંદિર છે! ૧૯૭૭ના અરસામાં શ્રી લાલજીભાઈને કિડની તથા કમળાના રોગે જકડી લીધા. પોતાના ભાઈઓના લહેરાતા વડલાની છાંયમાં સંતોષ સાથે લાલજીભાઈ ૧૯૮૭માં વિદાય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy