SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ કારોબાર વિકસાવી રહ્યા છે, જ્યારે રાજેન્દ્રભાઈ તો વર્ષોથી શાસનસેવાને સમર્પિત છે. મનુષ્યજીવનની સાર્થકતા માત્ર ભૌતિક સંપત્તિમાં જ નથી એવું રાજેન્દ્રભાઈ યુવાનવયે સમજી ગયા હોય એમ લાગે છે. જીવનમાં પ્રેય કરતાં શ્રેયને, સ્થૂળ કરતાં સૂક્ષ્મને, લૌકિક સમૃદ્ધિ કરતાં અલૌકિક આત્મશ્રીને અનોખું સ્થાન છે. માતા-પિતા તરફથી યોગ્ય સંસ્કારો હોય, મળ્યા સહધર્મચારિણીનો સદાય સહકાર સાંપડ્યો હોય, પણ કોઈ બડભાગીને જ પ્રતાપી ગુરુની અમી દૃષ્ટિનો સંયોગ સાંપડે છે. રાજેન્દ્રભાઈ એવા ધન્યભાગી છે. ૩૦ વર્ષની યુવાનવયે રાજેન્દ્રભાઈને ભક્તામર સ્તોત્રપાઠી તીર્થપ્રભાવક ગુરુભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં દર્શન થાય છે અને તેઓ ગુરુભક્તિમાં તલ્લીન થાય છે. પૂ. ગુરુદેવ પણ રાજેન્દ્રભાઈમાં નવી ચેતનાનો શક્તિપાત કરે છે. એમના જીવનમાં શાસનભક્તિની જ્યોત પ્રગટે છે. એમને જીવનનું સાચું રહસ્ય સમજાય છે, જીવનનું સારસર્વસ્વ સમજાય છે અને શાસનકાર્યોમાં સમર્પિત ભાવ જાગે છે અને કુશળ વેપારી, ધનાઢ્ય શ્રાવક રાજેન્દ્રભાઈ સંયમશીલ, વિવેકી, સાત્ત્વિક, સાવી, નમ્રસેવક તરીકેની ઓળખ રચે છે અને જોતજોતાંમાં જેમ સિકન્દ્રાબાદની કાપડ બજારના અગ્રેસર બન્યા હતા, તેમ જિનશાસનનાં અનેક તીર્થસ્થાનોના અને અનેકવિધ પ્રવૃત્તિઓના અગ્રણી બની રહે છે. કહેવું જોઈએ કે આ ઓળખ રાજેન્દ્રભાઈની ખરી પરિચાયક બની રહે છે. પાયો મજબૂત અને વિશાળ હોય તો તેના પર ઊંચું શિખરબંધ મંદિર નિર્મિત થઈ શકે છે, એમ આચાર્યભગવંત પૂ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિથી રાજેન્દ્રભાઈનું જીવન દિનપ્રતિદિન વિકાસ પામે છે. એમાં એ શિખર પર સંઘયાત્રાનાં આયોજનો ધજાકીર્તિગાથાના યશોગાન સમાન ફરફરી રહ્યાં છે. સામાન્ય માનવીને કલ્પનાતીત લાગે અને એ કાર્ય સુપેરે સંપન્ન થાય ત્યારે સ્વપ્નવત્ લાગે, એવાં કાર્યો જ ઇતિહાસનાં પ્રકરણ બનતાં હોય છે. શાસનના ઇતિહાસમાં ભવ્યાતિભવ્ય સંઘયાત્રાનાં આયોજનો સુવર્ણ અક્ષરે અંકાયેલાં અને પંકાયેલાં છે. મહારાજા કુમારપાળ અને મંત્રીશ્વરો શ્રી વસ્તુપાલ–તેજપાલના નેતૃત્વ નીચે વર્ષો પહેલાં આવી વિશાળ પદયાત્રાઓ થઈ હતી. તે પછી સૈકાઓ બાદ સિકન્દ્રાબાદના આંગણે આ અવસર ઊગ્યો. પરમ શાસનપ્રભાવક પૂ. Jain Education International ૫૬૫ દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટશિષ્યરત્નોની નિશ્રામાં મહાન પદયાત્રાનું આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વર મ.સા.ની સાલ હતી ૧૯૭૧, વિ.સં. ૨૦૨૭ યાત્રાનો પટ પથરાયો હતો. સિકન્દ્રાબાદથી સમેતશિખરજી માર્ગમાં ૪૫થી વધુ તીર્થસ્થાનોનાં દર્શનનો લાભ લેવાનો હતો. ૧૯૧ દિવસની આ પ્રલંબ યાત્રાના સંયોજક તરીકે ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ મહારાજે ૩૦ વર્ષના રાજેન્દ્રભાઈની યુવાન નિમણૂક કરી. આ સંઘયાત્રાની વિશાળતા અને ભવ્યતા અવર્ણનીય છે. આ યાત્રામાં ૫૦૦ યાત્રિકો, ૭૦ સાધુસાધ્વીજીઓ, ૧૦૦ વર્ષીતપવાળા તપસ્વીઓ અને પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જયંતસૂરિ મ.સા., પૂ.આ. શ્રી વિક્રમસૂરિ મ.સા., પૂ.આ. શ્રી નવીનસૂરિજી મ.સા., પૂ. મુનિ ભગવંત શ્રી જિનભદ્રવિજયજી મ.સા., પ્રખર પ્રવચનકાર મુનિ ભગવંત શ્રી રાજયવિજયજી મ.સા., પૂ.સા. સર્વોદયાશ્રીજી, પૂ.સા. રત્નચૂલાશ્રીજી તથા પૂ. સાધ્વીજી બહેન મ.સા. આદિ ઠાણા જોડાયાં. સંઘપતિઓ શ્રી છલાણી પરિવાર, શ્રી સુગનચંદ ચેનચંદ પરિવાર, શ્રી ઇન્દરચંદ ધોકા પરિવાર તથા કંવરલાલ મદનલાલ જેવા મહાનુભાવો સંઘસેવા માટે તત્પર હતા. પૂ. ગુરુદેવે આ મહાન કાર્યની જવાબદારી રાજેન્દ્રભાઈના શિરે નાખી. ૩૦ વર્ષના આ જુવાનમાં અજબની સ્ફૂર્તિ-શક્તિ હતી. પૂ. ગુરુદેવે તેમનામાં રહેલી કાર્યકુશળતા, ચતુરાઈ અને ધગશને બરોબર પિછાણી હતી. યૌવનને છાજે તેવી સાહસિકતા અને કર્મશીલતા, વૃદ્ધને શોભે તેવી ગંભીરતા અને દીર્ધદષ્ટિ અને શૈશવને શોભે તેવી સરળતા અને ભાવુકતા રાજેન્દ્રભાઈના વ્યક્તિત્વની વિશેષતાઓ હતી. પરિણામે ૨૦૦૦ કિ.મી.ની આ મહાયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ. રાજેન્દ્રભાઈની વ્યવસ્થાશક્તિ અને ખેવનાને લીધે યાત્રાળુઓ આ ૧૯૧ દિવસો રોજરોજનો ઉત્સવ બની રહ્યા, નહીંતર રોજરોજ જંગલો વીંધવા, પહાડો વટાવવા અને નદીનાળાં ઓળંગવાં એ સહેલું નહોતું. રોજરોજ સાંજ પડ્યે પડાવ નાખવાના અને વહેલી સવારે ઉઠાવવાના, રસોઈની નિયમિત સગવડ સાચવવાની, સૌની તંદુરસ્તીની કાળજી રાખવાની, તેમ છતાં પ્રભુભક્તિની અખંડ આરાધના અવિરત ચાલુ રાખવાની, ગુરુભગવંતોની વૈયાવચ્ચમાં તકેદારી રાખવાની વગેરે વગેરે કાર્યવાહી પર ચાંપતી નજર રાખીને રાજેન્દ્રભાઈએ આ સંઘયાત્રાને ચાર ચાંદ લગાવી દીધા. પછી તો સંઘયાત્રા અને રાજેન્દ્રભાઈ પરસ્પરના પર્યાય બની ગયા હોય તેમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy