SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ ત્યારે મૂર્તિમંત સાહસનું એક અદ્ભુત વ્યક્તિત્વ, દાનશીલતાનો દરિયો, વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક મનઃચક્ષુ સામે ઉપસી આવે છે. વિરાટ અને ઝંઝાવતી જિંદગીના સ્વામીની ઓળખાણ માટે દેશના સીમાડાની બહાર આફ્રિકા અને એશિયાના ખંડોમાં ડોકિયું કરવું પડશે. છતાં શરૂઆત દેશના એક ખૂણામાંથી કરીએ. આ ખૂણો એટલે સોહામણું સૌરાષ્ટ્ર, ભારતવર્ષના પશ્ચિમ સીમાડે અરબી સમુદ્રમાં આવેલો દ્વીપકલ્પ, સોમનાથ, દ્વારિકાનાથ, ગિરનાર તથા આદિનાથ શત્રુંજય જેવાં તીર્થસ્થાનોનાં તોરણ છે. જેને દાનબાપુ અને જલારામબાપુની માનવતાની જ્યોત જલાવતા સતાધાર અને વીરપુર જેવામાં ચાલતાં અન્નક્ષેત્ર છે, જ્યાં, વૈદિક સંસ્કૃતિ અને ભવ્ય ભારતીય આર્ય પરમ્પરાને અંતરથી અર્ધ્ય આપતા સ્વામી દયાનંદ શા ઋષિપુત્રો છે જેને, એવી આ પુણ્યભૂમિ સૌરાષ્ટ્રને પ્રાચીન મહાકવિઓએ હૃદયપૂર્વક બિરદાવી છે. સુદામાપુરી-પોરબંદરે આ યુગની વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધીને જન્મ આપીને સૌરાષ્ટ્રની યશકલગીમાં વધારો કર્યો છે. શૂરા ને સંતોની ભૂમિ-સૌરાષ્ટ્રને શ્રી નાનજીભાઈ જેવા મહાનુભાવોએ સાહસિક અને દાનવીરોની ભૂમિનું ગૌરવ અપાવ્યું. સૌરાષ્ટ્રની રસધારનાં આ અમોલ રત્નો તથા સર્વસત્ત્વોને પોતાના જીવનરસમાં આત્મસાત કરનાર તથા પ્રાચીન અને અર્વાચીન કાળના શ્રેષ્ઠ કર્મસૂત્રોનો સમન્વય સાધી ભારતીય પરંપરાના સર્વાંગી પ્રતીકસમા આર્યકન્યા ગુરુકુલને સૌરાષ્ટ્રને ખોળે સર્વપ્રથમ સમર્પિત કરનાર નવરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજી કાલીદાસ મહેતાનો જન્મ વિક્મ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ સુદ બીજના દિવસે (તા. ૧૭.૧૧૧૮૮૭) જૂના જામનગર રાજ્યના પંખીના માળા જેવા નાનકડાં ગોરાણા ગામમાં રઘુવંશી લોહક્ષત્રિય બદિયાણી શાખમાં થયો હતો. પિતાનું નામ કાલીદાસ અને માતાનું નામ જમનાબાઈ. પિતા ગામડાંના પરચૂરણ ચીજોના વેપારી. બાર મહિને એ સુખી, સંતોષી કુટુંબ સરળતાથી રોટલો રળી કાઢે પણ આ ઊગતા, ફૂટતી વયના કુમારને તેથી સંતોષ નહીં, ગોરાણા બહાદુર અને લોકપ્રિય મહેર લોકોનું ગામ. ત્યાંથી થોડેક દૂર વાઘેરોનું ઓખામંડળ, બારાડી અને ઓખા શૂરવીરોની ભૂમિ. દ્વારકા અને પોરબંદર વચ્ચે આવેલા વીસાવાડા ગામે તેનું મોસાળ. સાધુ સંતોની યાત્રાનું એ વિરામસ્થાન. એવી ભૂમિમાં પાણી પીનાર કુમારના જીવનને સાંકડી મર્યાદામાં પુરાઈ રહેવાનું કેમ ગમે? કશુંક અસાધારણ કરી નાખવાના કોડ જાગે. પરિવ્રાજક સાધુસંતોને જોઈ દેશાટન કરવાનું મન થાય અને વીસાવાડાના સાગરિકનારે કાગળની હોડી તરાવતાં તરાવતાં પરદેશની સફર ખેડી સાહસિક શાહસોદાગર બનવાની ઇચ્છા થાય. પિતાનો કોમળ ધાર્મિક સ્વભાવ વૈષ્ણવ સંસ્કારનાં બીજ રોપે. માતાની કડક વાત્સલ્યપૂર્ણ પ્રકૃતિ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિનો ભાવ Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ પેદા કરે. આવા પરસ્પર ઉપકારક તત્ત્વોથી ઘડાયેલું એમનું વ્યક્તિત્વ દેશના અર્ધા રોટલાથી સંતોષ કેમ માની લે! ઈ.સ. ૧૯૦૧નું નિર્ણાયક વર્ષ. પરમ પ્રેમાળ પિતા અને વત્સલ માતાની મીઠી ગોદને છોડી, વતનને સલામ કરી, માત્ર ૧૩ વર્ષની કુમળી વયે કિશોરે, પંખીના માળા જેવા ગોરાણામાંથી છલાંગ લગાવી અનંત અને અફાટ સાગર તરફ દોટ મૂકી. પૂર્વ આફ્રિકા પહોંચતા પહેલાં તુફાનો અને દરિયાઈ વમળો વચ્ચે સખળડખળ થયેલાં, સઢ અને કૂવાસ્તંભ વિનાનાં, અથડાતા કૂટાતા તણાતા સુકાનહીન વહાણમાં ભૂખ, તરસ અને એકલતા અનુભવવા છતાં દરિયાદિલે આપેલી વિટંબણાઓની મિજબાની સ્વસ્થતાથી માણી. મૃત્યુ અને પ્રવાસીઓની વચ્ચે ત્યારે વેંત એકનું જ અંતર! એ સર્વવચ્ચે અડોલ અને સ્વસ્થ મૃત્યુંજય સમો ગોરાણાનો આ કિશોર, પ્રકૃતિનું તાંડવ નિહાળે, સૌની સુશ્રુષા કરે અને ઈશ્વરનો અનુગ્રહ માંગીને નિત્ય- કર્મ કર્યે જાય. યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતાં એ ‘નાનકા’એ યુગાન્ડા અને કેન્યાની અફાટ, અનાવૃત્ત અને અસ્પર્શ ધરતીમાંથી વસુઓ ઉત્પન્ન કર્યાઃ બર્બર, અર્ધ સંસ્કૃત, અસંસ્કૃત જાતિઓ વચ્ચે વસીને, ભોળી આમ જનતાનો પ્રેમ મેળવીને, તેમણે ત્યાંની વસુધરાને સાચા અર્થમાં વસુધારા બનાવી. આ ધરતી પર કપાસ અને ચાનાં વાવેતર થઈ શકે તેની પ્રથમ કલ્પના બિનખેડૂત નાનજીભાઈને આવી હતી અને ત્યારપછી તો ચાહ તથા કોફી ઉછેરનાં ખેતરો, કેતકીના વિશાળ સંકુલો, રબ્બર પ્લાન્ટેશનો, દુકાનો, જીનેરીઓની હારમાળા સર્જી. યુગાન્ડાના રૂને વિખ્યાત બનાવ્યું અને યુગાન્ડામાં કૃષિમહાઉદ્યોગનાં મંડાણ થયાં. ત્યાંના આર્થિક જીવનને એક નવી સંસ્કૃતિનો સંપર્ક કરાવી ગતિશીલ અને ઉત્પાદનશીલ બનાવ્યું. જેને લઈને તેઓ યુગાન્ડાના આર્થિક જીવનના ‘બેતાજ બાદશાહ’ તરીકે પંકાયા! ઓક્ટોબર ૧૯૨૪માં, વિજયાદશમીના શુભદિને જ્યારે લુગાઝી સુગર ફેક્ટરીનો પ્રારંભ થયો ત્યારે તેમની વ્યાપારી સાહસિકતા અને એ ધરતી પ્રત્યેના અસીમ પ્રેમનો મહિમા નવી દુનિયાએ જાણ્યો! જાપાનની ટેક્નોલોજી અપનાવવાની આજે આપણે વાતો કરીએ છીએ પણ નાનજીભાઈએ અડધી સદી પહેલાં જાપાનની ટેક્નોલોજી પૂર્વ આફ્રિકા અને આપણા દેશમાં અપનાવીને ૨૧મી સદીના દરવાજા ખોલી દીધા હતા. તેઓશ્રીએ સમયને એક ઘડી પણ તેમના પ્રચંડ પુરુષાર્થ પાસેથી છટકવા દીધો નથી. તેમણે આફ્રિકાખંડની ભયંકર દારૂણ બિમારીઓ, ઝેરી માખીઓ, બ્લેક વોટર અને મેલેરિયા જેવા હાડગાળી નાખનાર રોગનો સામનો કર્યો. ત્યાંના વનરાજાએ પણ એકલવાયા ભીષણ જંગલોમાં એમને પડકાર્યા અને માણસખાઉ જંગલી માનવોની દાઢ પણ એમને જોઈને સળવળી હતી. ઈશ્વરકૃપાથી અને અડગ આત્મવિશ્વાસથી એ બધા કટોકટીના પ્રસંગોને પાર ઉતાર્યા. કુદરતી વિટંબણા અને વ્યાપારની ચઢતી પડતી પણ માનવના અદમ્ય પૌરૂષની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy