________________
૫૨૬
આગ્રહી હતા. દીર્ધ જીવનકાળ દરમ્યાન વિદ્યાર્થીઓ, કાર્યકરો ક્યારેક વિવેક ચૂક્યા હોય, અજુગતું વર્તન કર્યું હોય તેવા પ્રસંગે ક્યારેક કઠોર નિર્ણય પણ લેવો પડ્યો હોય પરંતુ આ બધા વખતે રોષ કરતાં પણ તેમની અંતઃવ્યથા વિશેષ પ્રગટ થતી હતી. તેમનો સૌથી પ્રભાવી ગુણ અજાતશત્રુપણાને ગણાવાયો છે. એટલે જ મતભેદને કારણે લોકભારતીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈને ભાવનગર આવ્યા પછી ક્યારેય તેમણે એ અંગે ચર્ચા કે વાત કરી નહોતી.
મૂળશંકરભાઈએ જીવનભર વિદ્યાર્થીઓને નિર્વ્યાજપણે ભણાવ્યા, ચાહ્યા અને તેમનું ઘડતર કર્યું. તો વિદ્યાર્થીઓએ તેમને અઢળક પ્રેમ આપ્યો. એટલું જ નહીં પણ ૧૯૬૩માં તેમની માંદગી વખતે મુંબઈમાં તેમની સારવાર માટેની બધી વ્યવસ્થા વિદ્યાર્થીઓએ કરી આપી. ૧૯૭૩માં હવાફેર માટે મોટા પુત્ર બકુલભાઈને ત્યાં અમેરિકા ગયા ત્યારે પણ વિદ્યાર્થીઓએ જ વ્યવસ્થા કરી અને ત્યાં તેમના કાર્યક્રમો પણ ગોઠવેલા.
તે બધામાં માળાના મેર રૂપ પ્રસંગ છે મૂળશંકરભાઈ અને બુચભાઈના સાનિધ્યમાં દેશ-પરદેશમાં વસતા વિદ્યાર્થીઓનાં સહકુટુંબ સ્નેહસંમેલનનો. જેમાં “લાગણીના તંતુએ બંધાવા” સૌ એકઠાં થયાં હતાં.
બહુમુખી પ્રતિભા ધરાવનારા મૂળશંકરભાઈના વિવિધ પાસામાં સંવાદિતા હતી, સૌમાં સર્વોપરી હતું માનવીય તત્ત્વ. સૌ પ્રત્યેનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર.
શ્રી ન. પ્ર. બુચે તેમનાં વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં ગણાવ્યાં છે :
(૧) સફળ પિતા
(૨) ગૃહપતિત્વ-શિક્ષકત્વ
(૩) નોર્મલ નાગરિક.
‘નોર્મલ નાગરિક’ તે છે જે શાહબુદ્દીન રાઠોડના હળવા શબ્દોમાં કોઈને નડતો નથી’. જે બધાની સાથે સમભાવ અને મૈત્રીપૂર્ણ સંબંધો રાખે છે, જાળવે છે. જે સત્ય પણ પ્રિય કહે છે અને જે સમાજને ઉપયોગી થતાં રહેવા પ્રયત્નશીલ હોય છે.’’
મૂળશંકરભાઈનો જીવન આદર્શ તેમનાં જ વચનોમાં સ્પષ્ટ થાય છે : “ઈશ્વરે આપ્યું છે તેટલું બરાબર માણીએ અને
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ બીજાને પણ આપીએ. આપી છૂટવામાં જ આનંદ છે.'' બાલશિક્ષણને સમર્પિત દંપતી :
શ્રી નરેન્દ્રભાઈ ગિજુભાઈ બધેકા અને શ્રીમતી વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકા
‘શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં રહીને નરેન્દ્રભાઈ બધેકા સ્વ. ગિજુભાઈનું અધૂરું રહેલું બાલસેવાનું મહાનકાર્ય ભારે પુરુષાર્થ કરીને આગળ ધપાવી રહેલા હતા. બાલમંદિર, કુમારમંદિર અને અધ્યાપન મંદિરની પ્રવૃત્તિઓથી તેમણે ટેકરી ઉપરના બાલમંદિરને સજીવ અને ગુંજતું રાખ્યું હતું. તેમના પત્ની શ્રીમતી વિમુબહેન આ કાર્યમાં તેમની પડખે હતાં. એ બન્નેએ મળીને ગુજરાતના આ બાલતીર્થને વિશિષ્ટ પ્રયોગો દ્વારા અદ્યતન બનાવ્યું હતું.”
-રામનારાયણ ના. પાઠક
બાલશિક્ષણના આદ્યપ્રણેતા ગિજુભાઈ બધેકા અને શ્રીમતી જડીબહેનના પુત્ર નરેન્દ્રભાઈ. તેમનું ઘરમાં હુલામણું નામ ‘બચુ' હતું. સ્વજનો, મિત્રો અને પરિચિતોમાં તેઓ બચુભાઈના નામે જ જાણીતા હતા.
જન્મ અને ઉછેર
બચુભાઈનો જન્મ તા. ૨૭-૨-૧૯૧૩.
અવસાન : ૬-૧-૧૯૬૭.
બચુભાઈના પિતા ગિજુભાઈ વકીલ હતા. પુત્રના યોગ્ય ઉછેરની શોધમાં બાલ કેળવણીનો વિચાર કરતા થયા. મેડમ મોન્ટેસરીનું પુસ્તક તેમના હાથમાં આવ્યું. ગિજુભાઈએ સૌ પ્રથમ બચુભાઈ ઉપર તેના પ્રયોગો શરૂ કર્યા અને ગુજરાતમાં બાલશિક્ષણની દિશા ઉઘાડી આપી. બચુભાઈના નિમિત્તે મોન્ટેસરી પદ્ધતિનો લાભ ગુજરાતનાં બાળકોને મળ્યો. ગિજુભાઈએ નાનકડા પુત્રની બાળલીલાઓનું નિરીક્ષણ કરી દેશનાં તમામ બાળકો માટે સ્વશિક્ષણ, સ્વાનુભવ અને પ્રયોગોનું નિર્માણ કરેલું. બાલમાનસ સમજીને તેને સંસ્કારવા, તેની ઇન્દ્રિયોની જ્ઞાનશક્તિ સજાગ બનાવવા તેઓ રમકડાં, રંગો અને રમતનાં સાધનોનો વિચાર કરતા થયા. બચુભાઈનો ઉછેર સંપૂર્ણપણે મુક્ત વાતાવરણમાં થયો. પૂ.શ્રી કાકાસાહેબ કાલેલકરે બચુભાઈને જનોઈ આપવાના પ્રસંગ વિશે લખ્યું છે કે ‘સ્વ. નાનાભાઈ સનાતની વિચારના, સ્વ. ગિજુભાઈ બુદ્ધિપ્રધાન બૌદ્ધમતના અને હું બન્નેના અંકોડારૂપ. અમે જનોઈનો વિધિ
For Private & Personal Use Only
www.jainelibrary.org