________________
૫૨૦
બ્રહ્મદેશ જવાનું થયું. લક્ષ્મીશંકરભાઈની મદદ માટે હેમુભાઈ અને શારદાબહેન ગાંધીઆશ્રમ-પોરબંદર ગયાં. ગાંધી આશ્રમમાં ગામડાંઓમાંથી સમજાવીને કિશોરોને ભણવા લઈ આવતા. તેમનું છાત્રાલય પણ હતું. શારદાબહેન બાલમંદિર ચલાવતાં હતાં. હેમુભાઈએ શિક્ષણકાર્ય ઉપરાંત આશ્રમના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી સંભાળેલી. ૧૯૨૯થી ૧૯૩૯ સુધી તેઓ ગાંધી આશ્રમમાં રહ્યા. તે દરમ્યાન વચ્ચે નમક સત્યાગ્રહમાં અને ત્યાંથી જેલમાં ગયેલા.
દક્ષિણામૂર્તિ
: ભાવનગર
ઇ.સ. ૧૯૩૯માં ગિજુભાઈ બધેકાના અવસાન વખતે હેમુભાઈ પોરબંદર હતા. નાનાભાઈ ભટ્ટના આગ્રહથી તેઓ ભાવનગર આવ્યા અને ૧૯૩૯થી ૧૯૪૬ સુધી દક્ષિણામૂર્તિ બાલમંદિરના આચાર્ય તરીકેની જવાબદારી સુપેરે નિભાવી. તેમની મદદમાં જયાબહેન પારેખ હતા. હેમુભાઈ મોટાં બાળકોને ભણાવતા. તેમણે બાળકોને રસ પડે તેવી શબ્દપોથીઓ પણ તૈયાર કરેલી.
મોમ્બાસા : પૂર્વ આફ્રિકા
કેશુભાઈ વળિયા મોમ્બાસામાં આગાખાન નર્સરી સ્કૂલમાં કામ કરતા હતા ત્યાં સારા શિક્ષક દંપતી (કપલ)ની જરૂર હતી. કેશુભાઈના આગ્રહથી અને પરદેશમાં બાલકેળવણી ક્ષેત્રે કામ કરવાની તક મળવાથી હેમુભાઈ-શારદાબહેન પાંચ વર્ષની બાંહેધરી સાથે ‘આગાખાન નર્સરી સ્કૂલ'ના સંચાલક તરીકે મોમ્બાસા ગયા. મોમ્બાસામાં ૧૯૪૬ના માર્ચમાં બાળકેળવણીના નિષ્ણાંત તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી.
મોમ્બાસાની પાંચ સંસ્થાઓના બાલમંદિરોનું સંયોજન હેમુભાઈએ કર્યું. તેનાં સંમેલનો પણ ભરતા. આ પાંચે બાલમંદિરો તે (૧) આગાખાન નર્સરી સ્કૂલ (૨) સંતોકબાઈ નર્સરી સ્કૂલ (૩) જૈન નર્સરી સ્કૂલ (૪) કચ્છી પટેલ સમાજ અને (૫) લોહાણા નર્સરી સ્કૂલ. પૂર્વ આફ્રિકામાં બાલશિક્ષણ સંઘના પ્રમુખ વસંતભાઈ નાયક હતા. મંત્રીઓ સોમાભાઈ ભાવસાર અને હેમુભાઈ રાજ્યગોર હતા. ‘કેન્યા ડેઈલી મેઈલ’ અને ‘કોલોનિયલ ટાઈમ્સ'માં હેમુભાઈ ‘શિક્ષણ' વિશે તથા ગિજુભાઈ વિશે લેખો લખતા. હેમુભાઈ, સોમાભાઈ અને બાબુભાઈ પટેલ (બી. જે. પટેલ)ના તંત્રીપદે અનિયતકાલીન ‘શિક્ષણપત્રિકા’ માસિકનું પ્રકાશન કરવામાં આવતું. ‘લોહાણા જ્યોત'ના તેઓ સંપાદક હતા.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
પાંચ વર્ષ આગાખાન નર્સરી સ્કૂલમાં કામ કર્યા પછી “દેવબાઈ નર્સરી સ્કૂલ” નામે સ્વતંત્ર સંસ્થા-બાલમંદિર શરૂ કર્યું. ત્યારબાદ ૧૯૫૭માં ‘લોહાણા નર્સરી સ્કૂલ’ના સંચાલકોના આગ્રહથી હેમુભાઈ–શારદાબહેન તેમાં જોડાયાં, અને દેવબાઈ નર્સરી સ્કૂલ બંધ કરી.
મોમ્બાસામાં એશિયન હિન્દુ મંદિરના સંગઠન નિમિત્તે દર શનિવારે પ્રાર્થનામાં ભગવદ્ ગીતા, રામાયણ અને અન્ય આધ્યાત્મિક વિષયો પર હેમુભાઈ પ્રવચનો આપતા. બ્રહ્મ સમાજ'ના તેઓ પ્રેસિડેન્ટ હતા. મોમ્બાસામાં તેમણે અખિલ ઇસ્ટ આફ્રિકા''નું બાલકેળવણી અંગેનું સંમેલન યોજ્યું હતું; જેમાં યુગાન્ડા, કેન્યા, ટાંગાનિકા વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી હતી.
એ સંમેલનમાં હેમુભાઈને ‘સન્માનપત્ર’ આપવામાં આવેલું. વળી, નુકુમાં ધાર્મિક સંમેલન યોજાયેલું, તેમાં પણ તેમને ‘સન્માનપત્ર’ પ્રદાન થયેલું.
પૂર્વ આફ્રિકામાં વીશ વર્ષ બાલશિક્ષણ ક્ષેત્રે કામ કરીને ૧૯૬૪માં તેઓ સ્વદેશ પાછા ફર્યા. સત્યાગ્રહ સંગ્રામોમાં જેલયાત્રા
૧૯૨૯માં શ્રી ફૂલચંદભાઈ શાહે “સત્યાગ્રહ દળ'' શરૂ કર્યું. જેમાં તેમણે રાષ્ટ્રપ્રેમી દંપતીઓને એકત્ર કર્યાં હતાં. શ્રી ફૂલચંદભાઈ અને શ્રીમતી શારદાબહેન, જોરસિંહ કવિ અને શ્રીમતી કસ્તુરબહેન, શંભુશંકર ત્રિવેદી અને શ્રીમતી સરલાબહેન, શ્રી માણેકભાઈ પારેખ અને ભાગીરથી બહેન વગેરે. આ બધાંની સાથે શ્રી હેમુભાઈ રાજ્યગોર અને શ્રીમતી શારદાબહેન પણ જોડાયાં હતાં.
૧૯૩૦માં નમક સત્યાગ્રહ શરૂ થયો ત્યારે પોરબંદરથી લક્ષ્મીશંકરભાઈ પાઠકની સાથે હેમુભાઈ શારદાબહેન પણ વઢવાણ પહોંચી ગયા. મણિભાઈ કોઠારીની આગેવાની નીચે સત્યાગ્રહીઓની પ્રથમ ટુકડીમાં હેમુભાઈ અને શારદાબહેન વીરમગામ છાવણીમાં જોડાયાં. નમક સત્યાગ્રહ વખતે ખારાઘોડાના મીઠાના અગર પરથી મીઠું લઈ આવતા સૈનિકો ઉપર પોલીસોએ રાક્ષસી દમન ગુજારેલું. આ ટુકડીમાં માણેકભાઈ, રામભાઈ, ઉમાશંકર જોશી સાથે હેમુભાઈ હતા. ૧૯૩૦-૩૨ના નમક સત્યાગ્રહ દરમ્યાન હેમુભાઈને જુદા જુદા સમયે ત્રણ વાર સજા થયેલી અને સાબરમતી જેલમાં રાખેલા. સત્યાગ્રહીઓ પાસે જેલમાં દળવાનું, પાટી વણવાનું જેવાં ભારે
For Private & Personal Use Only
www.jainelibrary.org