________________
સ્વપ્ન શિલ્પીઓ
હેમુભાઈ : જન્મ અને અભ્યાસ
મૂળ વતન : લીમડા (હનુભાના) જિ. ભાવનગર. પિતાશ્રી શામજીભાઈ રાજ્યગોર કર્મકાંડી બ્રાહ્મણ, ગોહિલોના રાજ્યગોર હતા. ઘરની ખેતી હતી. માતુશ્રી કાશીબહેન.
જાન્યુઆરી ૧૯૦૭માં લીમડા મુકામે જન્મ, ૬ માર્ચ, ૨૦૦૭માં ચિરવિદાય. મૂળ નામ : હેમશંકર. પછી ‘હેમુભાઈ'ના ટૂંકા નામે જાણીતા થયા. હેમુભાઈ પોતે બે ભાઈઓ અને ત્રણ બહેનો. પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ લીમડામાં કર્યો. ૧૦મા વર્ષે ઘર છોડ્યું અને બહારની દુનિયામાં પ્રવેશ્યા. ગારિયાધાર–મોસાળમાં ભણવા ગયા. નાના મામા શંભુશંકર ત્રિવેદી અને મામી સરલાબહેન સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધી વિચારધારાથી રંગાયેલા. જેનો પ્રભાવ હેમુભાઈના
જીવનઘડતરમાં પડ્યો.
પહેલી અંગ્રેજીથી ત્રીજી અંગ્રેજી સુધી ગારિયાધારમાં અને અંગ્રેજી ચોથા-પાંચમા ધોરણમાં હેરિસ હાઈસ્કૂલ પાલિતાણામાં અભ્યાસ કર્યો. ત્યાં શિક્ષણનું વાતાવરણ મળ્યું. ચૌદમે વર્ષે શંભુભાઈ સાથે વઢવાણ ગયેલા. એ પછી ત્યાંની રાષ્ટ્રીય શાળામાં દાખલ થયા અને ત્યાં ત્રણ વર્ષ ભણ્યા. આચાર્ય ચમનભાઈ વૈષ્ણવ, ફૂલચંદભાઈ શાહની છત્રછાયા નીચે તાલીમ મળી.
રાષ્ટ્રીયશાળામાં રામભાઈ (રામનારાયણ ના. પાઠક) સાથે પરિચય થયો. જે જીવનભરની મૈત્રી બની રહી. સોળમે વર્ષે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જઈને વિનીતની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા.
હેમુભાઈ ભણવામાં ખૂબ જ હોશિયાર. અંગ્રેજીમાં પ્રથમ ક્રમે જ આવતા. વાંચનનો શોખ. વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેતા. નાનપણથી જ તરવાનો શોખ. ગામડામાં તળાવો અને કૂવામાં તરતા. મોટી ઉંમરે પોરબંદર નિવાસ દરમ્યાન સમુદ્રમાં તરવા જતા. મેદાની રમતો-હુતૂતૂ-ખો-ખોમાં સૌથી આગળ રહેતા. રાષ્ટ્રીયશાળામાં ચિત્રકામ શીખ્યા. વોટરકલર અને ઓઇલકલરમાં ચિત્રો કરતા. ખાસ કરીને પક્ષીઓ, પ્રાણીઓનાં ચિત્રો, સુશોભનના રેખાંકનો કરવા ગમતા. મહારાણા પ્રતાપનું ચિત્ર કરીને વઢવાણ–રાષ્ટ્રીયશાળામાં મૂકેલું. રાષ્ટ્રીયશાળાના વિદ્યાર્થીમંડળના મંત્રી હોવા ઉપરાંત તેઓ પુસ્તકાલય પણ સંભાળતા હતા.
Jain Education International
૫૧૯
૧૯૨૫માં ૧૭મે વર્ષે મોન્ટેસોરી તાલીમ માટે દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં દાખલ થયા. ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકના બાલ અધ્યાપન મંદિરના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ—રામભાઈ (રામનારાયણ ના. પાઠક), હેમુભાઈ અને ગૌરીભાઈ (ગૌરીશંકર ચાતુર્વેદી)–તેમની ત્રિપુટી ગણાતી હતી.
હેમુભાઈના અક્ષરો સુંદર અને મરોડદાર. અધ્યાપન મંદિરના હસ્તલિખિત માસિક ‘વાર્તા'ના ૧૦૦ પાનાં તેઓ હાથે લખતા. જેના તંત્રી હતાં મોંઘીબહેન બધેકા. તેમાં વાર્તાઓ, લેખો, નાટિકાઓ પ્રસિદ્ધ થતી. ‘બાલસખા’, ‘બાલજીવન’ અને ‘બાલમિત્ર'માં પક્ષીઓ, પ્રવાસ, સાહસ વ. વિષયો પર નિયમિત લેખો લખતા. દક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર દ્વારા તેમની ત્રણ પુસ્તિકાઓ પ્રસિદ્ધ થઈ હતી. ‘ફુદા પતંગિયા’, ‘હેમુભાઈના પાઠો’ અને ‘આપણાં ભાંડુઓ'.
શિક્ષણકાર્ય
ભાવનગરમાં અભ્યાસ કરતા હતા ત્યારે કર્નલ જોરાવરસિંહજીનાં બાળકોને ભણાવવા જતા હતા. ત્યાંથી શિક્ષણકાર્યનો આરંભ. એ દરમ્યાન જ શારદાબહેન સાથે તેમનાં લગ્ન થયાં.
વઢવાણ : રાષ્ટ્રીયશાળા
અધ્યાપન મંદિરનો અભ્યાસ પૂરો કરી, ૧૯૨૭માં શિક્ષક તરીકે રાષ્ટ્રીયશાળા વઢવાણના બાલમંદિરમાં જોડાયા. બાલમંદિરના આચાર્ય ચમનભાઈ વૈષ્ણવ હતા. હેમુભાઈ અને શારદાબહેન શરૂઆતમાં રાષ્ટ્રીયશાળાના મકાનમાં રહેતાં હતાં. શ્રી લક્ષ્મીશંકરભાઈ પાઠક પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશ્રમમાં જઈ આવેલા. તેઓ ત્યાં ખેતી સંભાળતા હતા અને લાભુભાઈ પાઠક બગીચાનું કામ કરતા હતા. અહીં આશ્રમની પદ્ધતિએ દળવાનુ, પાણી ભરવાનું અને અન્ય કામ સૌ જાતે જ કરતા હતા. સ્વામી શ્રી શિવાનંદજી બહેનોને પાણી ભરવામાં મદદ કરતા.
શ્રી હેમુભાઈ અને શારદાબહેન ત્યાં બે વર્ષ રહ્યાં. ગાંધી આશ્રમ, પોરબંદર
૧૯૨૮માં પૂ. મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને આશીર્વાદ સાથે પોરબંદરમાં ગાંધી આશ્રમ સ્થપાયો. શ્રી રામભાઈ પાઠક અને શ્રી લક્ષ્મીશંકરભાઈ પાઠક તેની વ્યવસ્થા સંભાળતા હતા. એ અરસામાં રામભાઈને હિરજન ફંડ માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org