________________
સ્વપ્ન શિલ્પીઓ
તેમની ટુકડીમાં રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, મોહનલાલભાઈ મહેતા (સોપાન), વજુભાઈ શાહ જેવા યુવાન સૈનિકો હતા. બિનજકાતી મીઠું ઉપાડીને લાવ્યા પછીના સમયમાં સૈનિકો છાવણીમાં હોય ત્યારે નાના મોટા કાર્યક્રમોમાં મનુભાઈએ વ્યાયામનો કાર્યક્રમ પણ ઉમેરેલો.
મનુભાઈએ ૧૯૩૦ની લડત વખતે બે માસ અને ૧૯૩૨ની લડત વખતે દોઢ વર્ષની જેલની સજા ભોગવી. ઘણોખરો સમય વીસાપુરની ઘણી આકરી ગણાતી જેલમાં ગાળ્યો. ત્યાં રવિશંકર મહારાજ જેવા સંત પુરુષનો સહવાસ મળ્યો. રોહિત મહેતા, બાલુભાઈ વૈદ્ય, પ્રતાપભાઈ જેવા સાથીદારો મળ્યા. જેલમાં આરેશ જેલરની સહાનુભૂતિથી દેશ અને દુનિયાની ક્રાન્તિનાં પુસ્તકો વાંચવા મળ્યાં. માનસ પૃથક્કરણ શાસ્ત્રના ફોઈડ એડલર, જુંગ, બર્ટ્રાન્ડ રસેલ વ.નાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. મિત્રો સાથે ચર્ચાઓ કરતી વખતે મનુભાઈ ભૌતિક વિજ્ઞાન અને બુદ્ધિપ્રામાણ્ય પર વધુ ભાર મૂકતા. ૧૯૪૨નો આખરી સંગ્રામ
૧૯૪૨ના આખરી સંગ્રામમાં શ્રી રતુભાઈ અદાણી, મનુભાઈ બક્ષી, ગુણવંતભાઈ પુરોહિત, જયમલ્લ પરમાર, બંસીભાઈ શાહ વ. મિત્રોએ સાથે મળી ચર્ચા કરી. “કાઠિયાવાડ ક્રાંતિકારી દળ”ની સ્થાપના કરી અને અંગ્રેજ સરકારના તંત્રને ખોરવી નાખવા ભૂગર્ભમાં રહીને ભાંગફોડના કાર્યક્રમો શરૂ કર્યા. મનુભાઈને ફાળે જરૂરી ભંડોળ ઊભું કરવાની જવાબદારી હતી. તેઓ વેપારીનો વેશ ધારણ કરીને ભંડોળ એકત્ર કરતા હતા. તદુપરાંત મિત્રોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગેનો ખ્યાલ
પણ રાખતા હતા.
આરઝી હકુમત
૧૯૪૭માં સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. તેની સામે રતુભાઈ, મનુભાઈ, રસિકભાઈ પરીખ, ગુણવન્તભાઈ, મહંત વિજયદાસજી મહારાજ અને અન્ય મિત્રો નવા સ્વરૂપે, નવી લડતના સાથીદારો બન્યા. આરઝી હકુમતની સ્થાપના કરી અને આ લોકક્રાન્તિમાં સૈનિકોએ રાયફલ ઉઠાવી. આ સમયે મનુભાઈએ લોકક્રાંતિ માટે જરૂરી રકમ એકત્ર કરવી, સૈનિકોની ભરતી કરવી, તાલીમ આપવી, હથિયારો આપવા, ઇત્યાદિ કામગીરી સફળતાથી પાર પાડી હતી.
ક્રાંતિ સફળ થઈ, જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી
Jain Education International
૫૧૧
જવું પડ્યું. ૧૯૩૦થી સ્વરાજ્ય માટે જે સત્યાગ્રહ-સંગ્રામો– આંદોલનો શરૂ કર્યાં હતા તે સફળતાથી પાર પાડી, સૌએ લડતમાંથી મુક્ત થયાનો, નિરાંતનો શ્વાસ લીધો. સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન-તામ્રપત્ર અને પેન્શન તેમણે સ્વીકારેલું. પેન્શનની રકમ તેઓએ ક્યારેય પોતાના ઉપયોગમાં લીધી ન હતી. પરંતુ અન્યને માટે, સત્કાર્ય માટે વાપરતા હતા. રચનાત્મક પ્રવૃત્તિ :
ઇંગ્લેન્ડથી મનુભાઈ સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમના પિતાશ્રી ખાર-મુંબઈમાં રહેતા હતા. ત્યાં સરદાર પૃથ્વીસિંહસ્વામીરાવના નેતૃત્વ નીચે ‘અહિંસક વ્યાયામ સંઘ'ની શરૂઆત થયેલી. મનુભાઈને નાનપણથી વ્યાયામનો શોખ. તેઓ એમાં જોડાયા. “જીવન કમાવામાં નથી ગાળવું” એવો નિર્ણય કરેલો. માર્ગદર્શન માટે મહાત્મા ગાંધીજીને મળ્યા. ગામડામાં કામ કરવા અંગે ગાંધીજીએ તેમને બે વાત સમજાવી—
(૧) “મારે ગામડાના લોકોને સુધારવા છે” એવી વૃત્તિ સાથે ગામડામાં ન જશો. (૨) ગ્રામલોકો તમારા જીવનને જોશે.
પૂ. બાપુની બન્ને વાત સ્વીકારીને મનુભાઈ-રમાબહેન સુરત જિલ્લાના મલવાડા ગામે દિનકર પંડ્યા સાથે ગૌશાળા અને ડેરીના કામમાં જોડાઈ ગયા. પરંતુ ત્યાંની આબોહવા રમાબહેનને માફક ન આવી, તેથી એ સ્થળ છોડવું પડ્યું.
૧૯૩૪માં સત્યાગ્રહ મોકૂફી પછી અમરેલી પાસે તરવડા ગામે શ્રી રતુભાઈ અદાણી અને મિત્રોએ ગાંધીચીંધ્યા માર્ગે ‘સર્વોદય મંદિર' સંસ્થા અને બીજી રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરેલી. શ્રી ઇસ્માઈલભાઈ નાગોરી, રામનારાયણ ના. પાઠક, દેવીબહેન પટ્ટણી વગેરે સાથીદારો ત્યાં હતા. શ્રી મનુભાઈએ પોતાનું મથક અમરેલીમાં રાખીને સર્વોદય મંદિરના નિયામકની જવાબદારી સંભાળેલી.
સ્વરાજ્ય પ્રાપ્તિબાદ
સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સૌરાષ્ટ્રનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. વિધાનસભાની ચૂંટણી માટે તેમને આમંત્રણ મળ્યું. પરંતુ તેઓએ વિનયપૂર્વક તેનો અસ્વીકાર કર્યો. સમજપૂર્વક સત્તાના રાજકારણથી દૂર રહ્યા અને રચનાત્મક કાર્યોમાં ગૂંથાઈ ગયા.
‘ગ્રામ કાર્યકર વિદ્યાલય' દિલાવરનગર, (વંથલી) અને પછી ‘સર્વોદય આશ્રમ, શાહપુરમાં ગ્રામ કાર્યકરોના પંચાયત તાલીમ વર્ગોની જવાબદારી સંભાળેલી. રાજકોટમાં ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ’સંસ્થા શરૂ થતાં, તેની કારોબારીના કાયમી
For Private & Personal Use Only
www.jainelibrary.org