SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૯૯ અમદાવાદ-૩૮૦ ૦૧૫ છે. ફોન નં. (ઘર) (૦૭૯) ૨૬૮૬૧૭૬૪ છે. એમનો એક શે'ર જોઈએ : મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે. (૪૪) રાજેશ વ્યાસ 'મિસ્કીન' ‘મિસ્કીન' ઉપનામધારી રાજેશ જયશંકર વ્યાસનો જન્મ તા. ૧૬-૧૦-૧૯૫૫ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓનું વતન ભડિયાદ છે. એમ.એ. સુધીનો અભ્યાસ છે. નિવૃત્ત છે. પણ ‘ગઝલવિશ્વ' વૈમાસિકના સંપાદક છે. “તૂટેલો સમય’, “છોડીને આવ તું', “એ પણ સાચું, આ પણ સાચું, ‘કોઈ તારું નથી’ વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત વિવેચન અને સંપાદન પણ કર્યું છે. સરનામું : ૧, સરસ્વતી સોસાયટી, જૈન મરચન્ટ સોસાયટી પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ તથા ફોન નં : (ઘર) (૦૭૯). ૨૬૬૦૨૧૫૪ છે. એમનો એક અદ્ભુત શે'ર માણીએ : તારું કશું ન હોય તો છોડીને આવ તું તારું બધું જ હોય તો છોડી બતાવ તું! (૪૫) રાહી ઓધારિયા ‘રાહી' તખલ્લુસ ધરાવનાર અરવિંદ જયંતીલાલ ઓધારિયાનો જન્મ ભાવનગરમાં તા. ૨૧-૩-૧૯૪૬ના રોજ થયો હતો. એમ.એ., બી.એ. કરી માધ્યમિક શિક્ષકની નોકરી કરી નિવૃત્તિમાં પ્રફરીડિંગનું કાર્ય કરે છે. “આભ વસ્યું આંખોમાં’, ‘હમણાં હમણાં’ અને ‘એટલે તમે’ એમના ગઝલસંગ્રહો છે. ‘તમે કહો તે” અને “લીલીછમ પહેચાન' ગીતસંગ્રહ અને ‘તમને જોઈને' ગીત-ગઝલસંગ્રહ છે. સરનામું : ૨૨૫૮-૯, “શ્રદ્ધા', વિશ્વેશ્વર સોસાયટી નં. ૨, ફૂલવાડી પાસે, હિલડ્રાઇવ, ભાવનગર-૩૬૪ ૦૦૨ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૪૭૧૨૩૩ છે. એમનો એક શે'ર જોઈએ : તમને નિહાળવાના પ્રયાસો રહ્યા અફળ, ‘રાહી’ અનુભવાતો પવન એટલે તમે. (૪૬) રિષભ મહેતા રિષભ રમણલાલ મહેતાનો જન્મ વેડછા, જિ. નવસારીમાં તા. ૧૬-૧૨-૧૯૪૯ના રોજ થયો હતો. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ જે. એલ. કે. કોટેચા આર્ટ્સ કોલેજ, કાંકણપુરના આચાર્ય તરીકે કાર્યરત છે. ‘આશકા' એમનો કાવ્યસંગ્રહ અને ગઝલસંગ્રહો “સંભવામિ ગઝલે ગઝલે’ અને ‘તિરાડ' છે. તેઓ એક સારા ગાયક અને સ્વરકાર પણ છે. સરનામું : ૩૫-બી, સમ્રાટનગર, બામરોલી રોડ, ગોધરા-૩૯૯ ૦૦૧, જિ. પંચમહાલ અને ફોન નં. (ઘર) (૦૨૬૭૨) ૨૪૫૩૦૫ અને (મો.) ૯૮૨૫૦૩૨ ૨૦૧ છે. એમના આ શે'રની મજા જુઓ : તોફાનોનું ગજું શું કે નાવને ડુબાડે? દરિયાનું દિલ ન તૂટે એથી ડૂબી ગયો છું! (૪૭) લક્ષ્મી પટેલ “શબનમ' શબનમ' ઉપનામ ધરાવતાં લક્ષ્મીબહેન અંબાલાલ પટેલનો જન્મ વિસનગર, જિ. મહેસાણામાં તા. ૮-૭૧૯૫૭ના રોજ થયો હતો. બી.એ., બી.એડ, એલ.એલ.બી. કરી તેઓ પત્રકારત્વ કરે છે. “કેકારવ' સાપ્તાહિકના તંત્રી છે. ‘તરસ્યાં પાણી’ અને ‘પ્યાસે નગમે' એમના ગઝલસંગ્રહો છે. સરનામું : ખજૂરી મહોલ્લો, દરબાર રોડ, વિસનગર૩૮૪ ૩૧૫, જિ. મહેસાણા અને ફોન નં. (ઘર) (૦૨૭૬૫) ૨૩૧૪૫૮ છે. પરમને શોધવાની આગવી રીત એમના આ શે'રમાં જુઓ : હું જ મારું કોચલું તોડ્યા કરું, એ રીતે પણ હું તને શોધ્યા કરું. (૪૮) સાગર નવસારવી સાગર' ઉપનામથી લખતા અબ્દુલ મજીદ ગુલામરસુલ શેખનો જન્મ તા. ૧૨-૪-૧૯૩૫ના રોજ નવસારીમાં થયો હતો. બી.એ., એલ.એલ.બી. કર્યા બાદ જેલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થઈ હાલ વકીલાત કરે છે. “અવતરણ” અને “યાદ’ એમના કવિતાસંગ્રહો અને “કોઈ” તથા “સ્પર્શ' ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : વકીલ હાઉસ, લંગરવાડ, ઘાટીવાડ પાછળ, નવસારી-૩૯૬૪૪૫ અને ફોન નં. (ઘર) (0૨૬૩) ૨૫૧૨૩૦ છે. ગયેલાનો અફસોસ જુઓ એમના આ મક્તાના શે'રમાં : ક્યાંક લટકે તોરણો લીલાં હજી, અવસરો “સાગર'! ગયેલા ના મળ્યા. (૪૯) સાહિલ “સાહિલ' તખલ્લુસ ધરાવતા પ્રવીણ શામજીભાઈ ચૌહાણનો જન્મ ભાવનગરમાં તા. ૨૯-૮-૧૯૪૬ના રોજ થયો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy