________________
૪૯૨
કરનાર અંકિત પત્રકારત્વ કરે છે અને ફ્રીલાન્સ ઇન પોએટ્રી છે. ‘ગઝલવિશ્વ’ત્રૈમાસિકના સંપાદક છે. ‘ગઝલપૂર્વક’ એમનો ગઝલસંગ્રહ ‘મૈત્રીવિશ્વ' નિબંધ છે. ‘અવિનાશી અવિનાશ', ‘મેંદીનાં પાન’, ‘માસૂમ હવાના મિસરા', ‘મિસિંગ બક્ષી', ‘કહેવવિશ્વ’એમનાં સંપાદનો છે. સરનામું : ૭૦૧, ‘સાંઈસંનિધિ’જી.બી. શાહ કૉલેજ સામે, વાસણા બસસ્ટેન્ડ પાસે, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭ તથા ફોન : (ઘર) (૦૭૯) ૩૨૫૧૬૭૦૭ અને (મો.) ૯૩૭૪૯૮૬૯૬૯ છે. એમનો મજેદાર શે'ર :
એક પંખી જેમ તું ઊડી ગઈ ને અમારા હાથમાં આકાશ છે.
(૭) આહમદ મકરાણી
આહમદ લાલ મોહંમદ મકરાણીનો જન્મ તા. ૫-૧૦૧૯૪૧ના દિવસે દેવળિયા, જિ. ભાવનગરમાં થયો હતો. એમ.એ., બી.એડ. થયેલ તેઓ ઉપલેટાની મ્યુનિ. આર્ટ્સ કૉલેજના નિવૃત્ત અધ્યાપક છે. ‘આયનો’, ‘હસ્તરેખા’, ‘શબ્દની મોસમ' એમના ગઝલસંગ્રહ છે. ‘ગઝલની ગલી (જયંત વસોયાનાં કાવ્યો'માં એમનું સંપાદન છે. એમનું સરનામું છે ઃ ‘મા મારિયમ મંઝિલ’ ગુરુ નાનક શેરી, સિંધી માર્કેટ પાસે, ઉપલેટા-૩૬૦ ૪૯૦, જિ. રાજકોટ ફોન : (ઘર) (૦૨૮૨૬) ૨૨૨૯૨ અને (મો.) ૯૮૭૯૨ ૪૭૫૦૯ તથા ૯૯૨૫૪૭૨૭૯૭ છે. એમનો એક ચોટદાર શે'ર માણીએ :
મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર! દુશ્મનોનું નામ લઈ બેઠા છીએ. (૮) એસ.એસ. રાહી
એમનું નામ વર્ષાવાળા શક્કત સૈફુદ્દીન છે. ધ્રાંગધ્રામાં તા. ૯-૩-૧૯૮૧ના રોજ એમનો જન્મ થયો. એમણે બી.કોમ., એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલ છે. કમ્પ્યૂટરાઇઝ્ડ ટાઇપિંગ અને લેસર પ્રિન્ટિંગનો વ્યવસાય છે. પ્રકાશનોમાં કવિતાસંગ્રહો ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’, ‘તલપ’; ગઝલસંગ્રહ ‘સંજ્ઞા અને સંપ્રત્યય’ તથા સંપાદન ‘અમર શેર' છે. સરનામું : C/o રમેશ આચાર્ય, ‘કવિતા’, ૧૦, અંકુર સોસાયટી, નવા જંક્શન માર્ગ, સુરેન્દ્રનગર-૩૬૩ ૦૦૧ છે. ફોન ઃ (મો.) ૯૩૭૩૧૩૭૯૫૨ છે. એમનો એક સરસ શેર માણીએ :
વૃદ્ધને સામે ઊભેલો જોઈને— આયનો ડૂબી ગયો ભૂતકાળમાં!
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ
(૯) કરસનદાસ લુહાર ‘નિરંકુશ'
‘નિરંકુશ’ઉપનામ ધરાવતા કરસનદાસ ભીખાભાઈ લુહારનો જન્મ રાણીવાડા, જિ. ભાવનગરમાં તા. ૧૨-૮૧૯૪૨ના રોજ થયો હતો. તેઓ જુનિયર પી.ટી.સી.ની ડિગ્રી ધરાવતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે. કવિતાસંગ્રહ : ‘એક મુઠ્ઠી આકાશ', ‘ઝાંઝવાની ડાળી પર વાદળ બેઠાં', ‘જળકૂકડી’; નિબંધ : ઈશ્વરના હસ્તાક્ષર', ‘બિરબલ, તારી બલિહારી', ‘પ્રેરણાનો પ્રકાશ’; બાળસાહિત્ય : ‘અંધકારમાં શિક્ષણનો ઉજાસ’, ‘તરુણ બહાદુર મિત્રો', ‘અદૃશ્ય યુવાન' એમનાં પ્રકાશનો છે. ‘હોમ સ્વીટ હોમ' એમણે સંપાદિત કરેલ કાવ્યસંગ્રહ છે. એમનું સરનામું છે : ૩૯ ‘કલ્પદ્રુમ’, શ્રીજીનગર, મહુવા-૩૬૪ ૨૯૦, જિ. ભાવનગર છે. એમની મજાની કલ્પના તો જુઓ આ શેરમાં :
પંખીનું ટોળું થઈ અને બેઠું હશે ગગન, આ વૃક્ષ, જુઓ, કેટલું નીચું નમી ગયું! (૧૦) કિશોર વાઘેલા
કિશોર વાઘેલા નામે લખતા ડૉ. કિશોરકુમાર જીવણલાલ વાઘેલાએ અવાણિયા તા. ઘોઘામાં તા. ૧૩-૯૧૯૬૦ના રોજ જન્મ લીધો. એમનું વતન ટાણા, તા. સિહોર છે. તેઓ એમ.બી.બી.એસ., એમ. ડી. (ગાયનેક) છે અને ગાયનેકોલિજસ્ટની પ્રેક્ટિસ કરે છે. ‘સૂર્યની શોધ પહેલાં' એમનો ગઝલસંગ્રહ છે. ‘આરોગ્ય સમસ્યા સ્ત્રીની : નામ મેનોપોઝ' તેમનું સ્ત્રીઓને ઉપયોગી પ્રકાશન છે. એમનું સરનામું : ૩૦૬, શિવસાગર ફ્લેટ, હરભાઈ ત્રિવેદી માર્ગ, તખ્તેશ્વર તળેટી, ભાવનગર-૩૬૪ ૦૦૧ છે. એમનો ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૪૨૨૩૬૩ અને (હોસ્પિટલ) ૨૫૧૫૭૧૧ છે. એમના શે’૨માં તેમણે હરિવર પાસે શું માગ્યું છે તે જુઓ :
દોડી દોડી થાકી જાતો આજે માણસ, હળવે એ ચાલે એવું બળ ધોને હરિવર! (૧૧) કિસન સોસા
કિસન નાથુભાઈ યાને કિસન સોસા ‘અનામય’ ઉપનામ ધરાવે છે. એમનો જન્મ તા. ૪-૪-૧૯૩૯ના રોજ સુરતમાં થયો હતો. વતન એમનું સથરા. ગુજરાતી ધોરણ સાતનો અભ્યાસ છે. સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી છે. એમના કવિતાસંગ્રહો ‘સહરા’ અને ‘અવનિતનયા’ તથા ‘અડધો
For Private & Personal Use Only
www.jainelibrary.org