SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ સ્વપ્ન શિલ્પીઓ ફારસી છંદશાસ્ત્ર શીખ્યા અને એમાં પ્રથમ ગઝલની રચના કરી. ત્યારથી આજ સુધી ગઝલ અને ગીતલેખન રાહીભાઈની પ્રિય પ્રવૃત્તિ છે. તેમના છ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ૧. ‘આભ વસ્તું આંખોમાં’ (ગઝલસંગ્રહ)-૧૯૭૭, ૨. ‘તમે કહો તે’ (ગીતસંગ્રહ)-૧૯૮૨, ૩. ‘હમણાં હમણાં (ગઝલસંગ્રહ)-૧૯૮૭, ૪. ‘તમને જોઈને’ (ગીત-ગઝલસંગ્રહ)-૧૯૯૦, ૫. ‘એટલે તમે’ (ગઝલસંગ્રહ)–૨૦૦૦ અને ૬. ‘લીલીછમ પહેચાન' (ગીતસંગ્રહ)-૨૦૦૦. સંગીતના માહિર હોવાથી તેઓ સંગીતકારે આપેલી ધૂન કે ઢાળ પર પણ ગીતો લખી શકે છે. પરિણામે એમનાં ગરબા, ગીતો, ભજનો, હાસ્યગીતોની સાઠ જેટલી ઑડિયો કેસેટ અને ઑડિયો-વિડિયો સી.ડી. માર્કેટમાં વેચાય છે. ગુજરાતી-હિન્દી ટી.વી. સીરિયલોનાં શીર્ષક ગીતો પણ રાહીભાઈએ લખ્યાં છે. ‘કોને હતી એવી ખબર', ‘કાકા ચાલે વાંકા’, ‘ઝંઝા’, ‘જિંદગી એક સફર’, ‘જૂહી’, ‘ઇટ્ટાકિટ્ટા’, ‘અકબર-બિરબલ’, ‘ચાલો તીરથ જઈએ’, ‘કલ્યાણી’, ‘વિકાસ : આપણા સૌનો’, ‘હિર ઔર પરી', ‘ખટ્ટી-મીઠી બાતેં’, ‘નાદાં કી દોસ્તી', ‘ખિલૌનેવાલા’, ‘જ્ઞાન કા ખેલ, વિજ્ઞાન કા ખેલ’, ‘ચિત્કાર', ‘મેરે ઘર આઈ એક નન્હી પરી' વગેરે ટી.વી. સીરિયલોનાં શીર્ષકગીતો, ટેલિફિલ્મ ધૂમ્રસેર' તથા બે ગુજરાતી ફિલ્મો ‘ખાંડાના ખેલ’ અને ‘હું, તું ને રમતુડી'નાં ગીતો પણ રાહીભાઈએ લખ્યાં છે. બચપણથી શુદ્ધ જોડણીનો શોખ. ભાવનગરના ગઝલગુરુ અને પોતાના દાદાગુરુ સ્વ. કિસ્મત કુરેશી પાસેથી પ્રફરીડિંગની તાલીમ રાહીભાઈએ લીધી. આજે એક સારા પ્રફરીડર તરીકે રાહીભાઈનું નામ લેવાય છે. આ ગ્રંથના સંપાદકના છેલ્લા ચારેક ગ્રંથનું પ્રૂફરીડિંગ તેમ જ અત્યારે આપ વાંચી રહ્યા છો તે ગ્રંથનું પ્રફરીડિંગ પણ રાહીભાઈએ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. —સંપાદક દિલહર સંઘવી, બરબાદ જૂનાગઢી, મનોજ ખંડેરિયા, ભગવતીકુમાર શર્મા, મનહર મોદી, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, હેમંત દેસાઈ, હેમંત ધોરડા, અદમ ટંકારવી, અંજુમ ઉઝયાનવી, આશિત હૈદરાબાદી, કાયમ હઝારી, ઝાહિદ શિનોરવાળા, દેવદાસ ‘અમીર’, નયન હ. દેસાઈ, રવીન્દ્ર પારેખ, બાપુભાઈ ગઢવી, મનોહર ત્રિવેદી, મૂળશંકર ત્રિવેદી ‘પૂજક’, શોભિત દેસાઈ, સુરેન ઠાકર ‘મેહુલ', સંજુ વાળા, હરીશ મીનાશ્રુ, હિતેન આનંદપરા જેવા અસંખ્ય ગઝલકારોનો ફાળો છે. અહીં ગુજરાતમાં જ વસતા હોય એવા અને વિદ્યમાન માત્ર એકાવન ગૌરવશાળી ગઝલકારોનો પરિચય એમના એક-એક શેર સાથે કરાવ્યો છે. આનો અર્થ એવો હરગિજ નથી કે અહીં દર્શાવેલ ગઝલકારો જ સારા અને ગૌરવશાળી છે. આજે તો ગુજરાતની ગલીએ ગલીએ ગઝલકારો અસ્તિત્વ ધરાવે છે અને એમાં અસંખ્ય ગઝલકારો ઉત્તમ કોટીના અને સફળ છે, પરંતુ મર્યાદિત પૃષ્ઠ-સંખ્યાના કારણે અહીં સમાવેશ ન થયો હોય એવા ગઝલકારોનો ક્ષમાપ્રાર્થી છું. હવે જોઈએ એ એકાવન ગઝલકારો વિષે. ગઝલ એ અરબી-ફારસી અને ઉર્દૂમાંથી ગુજરાતીમાં ઊતરી આવેલો કાવ્યપ્રકાર છે. ભારતની ઘણી ભાષાઓમાં ગઝલો લખાય છે, પણ એ સૌમાં આજની ગુજરાતી ગઝલ મુઠ્ઠી ઊંચેરી છે, એમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી. હવે તો ઉર્દૂ ગઝલકારો પણ ગુજરાતી ગઝલને આદરપૂર્વક જોતાં થયા છે, એવી પાણીદાર ગઝલો ગુજરાતીમાં આજકાલ લખાય છે. ગુજરાતી ગઝલને હાલની કક્ષાએ પહોંચાડવામાં બાલાશંકર કંથારિયા, કલાપી, કાન્ત, મણિલાલ દ્વિવેદી, શયદા, અકબરઅલી જસદણવાળા, અમર પાલનપુરી, અમૃત ‘ઘાયલ’, અમીન આઝાદ, કુતુબ આઝાદ, કિસ્મત કુરેશી, ખલીશ બડોદવી, ગની દહીંવાળા, જટિલ વ્યાસ, મુબિલ કુરેશી, જમિયત પંડ્યા ‘જિગર', નસીમ, નાઝિર દેખૈયા, નૂર પોરબંદરી, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ચોક્સી, મનહર ‘દિલદાર', મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ', મરીઝ, રતિલાલ ‘અનિલ’, રુસ્વા મઝલૂમી, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, પંકજ શાહ, સાકિન કેશવાણી, સાબિર વટવા, હસનઅલી નામાવટી, આદિલ મનસૂરી, કૈલાસ પંડિત, જવાહર બક્ષી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy