SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ મુાતના ગૌરવવંતા એકાવન વિદ્યમાન ગઝલકારો ૪૮૯ જેમ ગુજરાતમાં પારસીઓને ગુજરાતીઓએ અપનાવી લેતાં તેઓ પૂરેપૂરાં ગુજરાતી બની ગયાં છે તેમ અરબી-ફારસી-ઉર્દૂના કાવ્યપ્રકાર ગઝલને પણ ગુજરાતી કવિઓએ અપનાવી લેતાં જાણે મૂળ ગુજરાતી હોય એવું ગુજરાતીપણું ગઝલે પ્રાપ્ત કરી લીધું છે. પ્રારંભની ગુજરાતી ગઝલોમાં ઉર્દૂની ઘણી અસર દેખાતી હતી, ઉર્દૂ શબ્દોની ભરમાર રહેતી, પરંતુ શયદા પછી એ અસર ઓછી થવા લાગી અને હવે તો સંપૂર્ણ ગુજરાતીપણું ગુજરાતી ગઝલે ધારણ કરી લીધું છે. હવે તો એમ પણ કહી શકાય કે ઉર્દૂ કરતાં ગુજરાતી ગઝલે સારો વિકાસ સાધ્યો છે. હવે ગઝલ માત્ર પ્રેમવિષયક જ નથી રહી, વિવિધ વિષયક ગઝલો ગુજરાતીમાં લખાતી થઈ છે. ઉર્દૂ ગઝલોમાં આટલું વિષય વૈવિધ્ય જોવા મળતું નથી. આવી વિવિધ વિષયલક્ષી ગઝલો લખતા વર્તમાન સમયના વિદ્યમાન એકાવન ગઝલકારોનો પરિચય કરાવતો આ લેખ રજૂ કરનાર શ્રી રાહીભાઈ ઓધારિયાને મળવું એ એક લહાવો છે. એમની નિખાલસતા અને સાલસાઈ આપણને આકર્ષે છે અને મિલનસાર પ્રકૃતિ હૃદયને સ્પર્શી જાય છે. —રાહી ઓધારિયા પિતા જયંતીલાલ અને માતા હીરાબહેનના બીજા સંતાન તરીકે તા. ૨૧-૦૩-૧૯૪૬ના રોજ જન્મેલા રાહી ઓધારિયાનું નામ તો અરવિંદ છે. ‘રાહી’ એમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે. મુખ્ય વિષય હિન્દી અને ગૌણ વિષય ગુજરાતી સાથે બી.એ. કર્યા પછી એન્ટાયર હિન્દી રાખી એમ.એ.ની ડિગ્રી અને હિન્દી-ગુજરાતી પદ્ધતિઓ રાખી બી.એડ્.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણક્ષેત્રે કાર્યરત થયા. શાંતિનિકેતન હાઇસ્કૂલ-સમઢિયાળા (મૂલાણીના) પછી ભાવનગરની શારદા મંદિર હાઇસ્કૂલ, અભ્યુદય હાઇસ્કૂલ અને શાંતિલાલ શાહ (આલ્ફ્રેડ) હાઇસ્કૂલમાં બત્રીસ વર્ષ શિક્ષણકાર્ય કરી માર્ચ ૨૦૦૪માં નોકરીમાંથી નિવૃત્ત થયા, પરંતુ શિક્ષણનો જીવ એટલે ભાવનગરની સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલમાં આજે પણ ગઝલ-શિક્ષણ આપી રહ્યા છે. છઠ્ઠી માર્ચ-૧૯૮૦ના રોજ રાહીભાઈ રંજનબહેન સાથે લગ્ન-ગ્રંથિથી જોડાયા. બંને પ્રસન્ન દામ્પત્યજીવન પસાર કરે છે. શ્રદ્ધા અને ચિતાર–બે એમનાં સંતાનો છે. બચપણથી સંગીતનો શોખ વરેલો છે. સંગીતક્ષેત્રે સ્વ. હર્ષદભાઈ શર્મા, શ્રી મહંમદભાઈ દેખૈયા અને સ્વ. ગુલભાઈ દેખૈયા એમના ગુરુ છે. તબલાં, ઢોલક, નાળ વગેરે તાલવાદ્યો વગાડી જાણે છે અને શાસ્ત્રીય રાગોની ઓળખ ધરાવે છે. Jain Education Intemational સંગીતની સાથે જ રાહીભાઈને સ્વ. કવિ શ્રી નાઝિર દેખૈયાનો પરિચય થયો. એમના જ ગુરુપદે ગઝલ લખવાનું શરૂ થયું. ૧૯૬૨ના એક વર્ષ દરમ્યાન ફિલ્મનાં ગીતોના ઢાળ પર લખતા. ૧૯૬૩માં અરબી– For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy