________________
૪૮૮
ગ્રંથ ઉપરતા આવરણચિત્રના સર્જક ચિત્રકલા-સંગીત અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ
શ્રી અશ્વિનભાઈ રમણીકલાલ ભટ્ટ
પરમ
આપણું સદ્ભાગ્ય છે કે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ઘણા જ વર્ષોથી આપણને ઉત્તમ ચિત્રસર્જકો અને વિશિષ્ટ કલાઓના રસિકો સતતપણે મળતા રહ્યાં છે. કલાસંસ્કારની ભૂમિ ગણાતા ભાવેણાએ પણ ઘણા અલગારી કલાવિદો મેળવ્યા છે તેમાં શ્રી અશ્વિનભાઈ આર. ભટ્ટ પ્રથમ હરોળમાં નજરે પડે છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દેવલી પાસે વડીયા તેમનું જન્મસ્થાન, લાડકોડમાં તેમનો ઉછેર થયો. અંગ્રેજી સાહિત્યના મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તુરતમાં જ સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્રમાં એક અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વકની ઠીક સમય સુધી સેવા આપી, સમય જતાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની બરોડાની એક શાખાના મેનેજર તરીકે સેવા આપીને ૨૦૦૯માં મેનેજરપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.
કલાજીવનનો પ્રારંભ શાળા કોલેજના અભ્યાસકાળથી જ ઉદ્ભવ પામ્યો હતો જે તેમના રસ અને રૂચી પ્રમાણેનો આ શોખ આજસુધી અવિરતપણે જળવાઈ રહ્યો છે.
શ્રી ભટ્ટને ચિત્રકલાનું પાયાનું પ્રાથમિક શિક્ષણ બંગાળના શાંતિનિકેતનમાં તૈયાર થયેલા શ્રી વિરેન્દ્રભાઈ પંડ્યા પાસેથી મળ્યું
સ્વપ્ન શિલ્પીઓ
પછી તો ઓઈલ પેઈન્ટિંગમાં પણ પ્રબુદ્ધ ચિંતક અને શ્રેષ્ઠ ચિત્રકાર શ્રી ચંદુભાઈ પંડ્યાએ દિલ દઈને આબાદ તાલીમ આપી. ઘણા કલાસાધકોના સંપર્કમાં રહ્યા. વોશ ટેકનિક અને સંયોજન વગેરેમાં તેમની દિલચશ્પી વિશેષ રહેવાથી સહજભાવે બધી જ સાનુકુળતાઓ ઉભી થતી ગઈ ચિત્રકામમાં તેમની આંતરિક ખુશી સોળે કળાએ ખીલી ઉઠી.
Jain Education International
કુદરતી નયનરમ્ય વાતાવરણ અને ભાવપ્રધાન નિરાળા તેમના ચિત્રોમાં રંગોનું અદ્ભુત માધુર્ય નજરે પડે છે. જળરંગ અને ઓઈલ પેઈન્ટિંગમાં તેમની આગવી શૈલીથી તેઓ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા છે.
વર્ષો પહેલા તેમના અલભ્ય અને કિંમતી ચિત્રોની આભાથી સૌ કોઈ ભારે પ્રભાવિત થતા રહ્યા છે. ઘણા ઉંચા ગજાના કલાસાધક હોવા છતાં તેમની નમ્રતા અને સરળતા ખાસ ધ્યાન ખેંચે તેવા છે. તેમની આધ્યાત્મિક વિચારધારાને વંદન કર્યા વગર રહી શકાતું નથી. તેમનામાં રહેલા પ્રેમ કરુણા અને વાત્સલ્યભાવથી હું હમેશા તેમના તરફ ખેંચાતો રહ્યો છું.
બેન્ક ઓફિસર બનવાને બદલે માત્ર ચિત્રકલાને જ જીવનનું ધ્યેય બનાવ્યું હોત તો આ કલાસાધક પરદેશોમાં દોમ દોમ સાહ્યબીના ઉચ્ચત્તમ શિખરે બિરાજતા હોત. સાચે જ તેઓ કલાજગતનું છુપું રત્ન ગણાયા છે. સંગીતમાં પણ વાયોલીન તેમની પસંદગીનું વાદ્ય છે.
ચિત્રોમાં અને સંગીતમાં કલાકો સુધી ખોવાઈ જતાં તેમને અમે જોયા છે. તેમની આ કલાસાધના સાચે જ એક ભક્તિ ઉપાસના છે. જેમાં સૌથી વિશેષ તો તેમના ધર્મપરાયણ માતા-પિતા અને વડીલ બંધુઓની પ્રેરણાને યશ આપે છે. તથા સ્વર્ગસ્થ ધર્મપત્ની અને વહાલસોઈ પુત્રીઓએ તેમને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. શ્રી ભટ્ટ મળવા જેવા માણસ છે. અમારા તો કાયમના સુખદુઃખના સાચા સંગાથી રહ્યાં છે. –સંપાદક
SONIL VENTIL FABRIK
Mfg. of Auto Tyre ValueS
B-48, G.I.D.C., SHANKAR TEKARI, JAMNAGAR-361004.
For Private & Personal Use Only
With Best Compliments
to
Arihant Prakashan to Published
Swapana Shilpio
www.jainelibrary.org