________________
૩૮
સંપાદકઃ શ્રી નંદલાલ દેવલુક
(એક પરિચય)
નંદલાલ દેવલુક
સ્વપ્ન શિલ્પીઓ
વિશ્વની અસ્મિતા, સ્વપ્નશિલ્પીઓ કે પથદર્શક પ્રતિભાઓ જેવા ૮૦૦-૧૦૦૦ પાનાંના ૨૫ (પચીસ) ગ્રંથોનું સંપાદન-પ્રકાશન કરનાર શ્રી નંદલાલ બી. દેવલુકની પ્રતિભા પથદર્શક છે કે નહીં, અને જો પથદર્શક હોય તો તેમનું જીવનચરિત્ર એમના પોતાના ગ્રંથોમાં કેમ નથી તે મારો લાગણીભર્યો પ્રશ્ન છે. સામે મારો પોતાનો જવાબ એ છે કે તેઓ ચોક્કસપણે પથદર્શક છે જ અને મારા પોતાના જીવનમાં પણ મને એમના વિશ્વની અસ્મિતાભારતીય અસ્મિતા જેવા ગ્રંથોમાંથી પ્રેરણા મળી છે, પણ
કદાચ એમની વધુ પડતી નમ્રતાને લીધે એમણે પોતાનું વિજયકૃષ્ણ અર્ટોરા નામ પથદર્શક પ્રતિભા તરીકે ટાંક્યું નથી. આ દુનિયા સ્થિતપ્રજ્ઞ કે તટસ્થ નથી, પણ મારે તટસ્થ દ્રષ્ટિએ કહેવું જોઈએ કે મારા સાહિત્યધર્મની પ્રવૃત્તિ-‘મહાસિદ્ધિ’ના અત્યાર સુધીમાં બહાર પડેલાં ૧૫૦ જેટલાં પુસ્તકોના સંપાદન પાછળ જે પ્રેરણામૂર્તિઓ છે, તેમાં માસિક ‘કુમાર'ના સ્વ. શ્રી બચુભાઈ રાવત-શ્રી રવિશંકર રાવળ, સંસ્કારજ્યોત-ગ્રંથકાર શ્રી ચંદ્રભાઈ ભટ્ટ, ભિક્ષુ અખંડાનંદજી જેવા સંપાદકોની સાથે શ્રી નંદલાલ દેવલુકજી પણ છે જ! હમણાં સુધી તો હું એમ જ માનતો, કે આ નંદલાલભાઈ હવે હયાત હશે કે કેમ, કારણ કે એમના બે અસ્મિતાગ્રંથો તો મેં ૧૯૮૦૮૫ના અરસામાં જૂના પુસ્તકવાળાને ત્યાંથી મેળવેલાં, પછી સ્વ. વિદ્વાન શ્રી કૃષ્ણવદન જેટલી પાસેથી પણ એની નકલ મળેલી. એમાંની સંપાદન-પ્રકાશનની મહેનત અને દૃષ્ટિ જોઈને હું અત્યંત પ્રભાવિત થયેલો. જીવનમાં ઘણી વાર યાદ કરતો.
Jain Education Intemational
—વિજયકૃષ્ણ અર્ટોરા.....ૐ
છેક હમણાં લગભગ ઓગષ્ટ-૦૯માં લીંબડીના છાત્રાલય-ગૃહપતિ શ્રી યોગેન્દ્રસિંહજી ઝાલાને ત્યાં નંદલાલજીનો ૨૦૦૮નો નવો ગ્રંથ “ધન્યધરા' જોયો ત્યારે હું ધન્યધન્ય થઈ ગયો! ગમેતેમ, એમનો ફોન નંબર મેળવી ભાવનગર એમની સાથે વાત કરી, અને ફરી ધન્ય થયો : આ માનવ હજી જીવે છે અને હજીયે ગ્રંથો બહાર પાડે છે અને છતાં સાહિત્યક્ષેત્રે એ ‘પ્રખ્યાત’ નથી, કેમ કે ખૂણે બેસીને નક્કર કામ કરે છે! એટલું સારું છે કે બ્રહ્મભટ્ટ (બારોટ) હોવા છતાં જૈન ધર્મ પ્રત્યેની એમની લાગણીને કારણે જૈન શ્રેષ્ઠીઓએ એમને ઠીક ઠીક આર્થિક સહયોગ અને પ્રોત્સાહન આપ્યું, જેથી એમની આ શક્તિને માર્ગ મળ્યો.
આ વિશ્વસ્તરનું જ્ઞાનકર્મ કરનાર મહામાનવ શ્રી નંદલાલજીનું બહુમાન-શબ્દકદર પણ જૈન સંઘો–સમાજ કે શ્રી દીપચંદ ગાર્ડી જેવા જૈન શ્રેષ્ઠીઓએ કરી છે, પણ સાહિત્ય અકાદમી જેવી સંસ્થા કે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી લોકશાહી ગણાતી સંસ્થાઓએ શું કર્યું? એટલું ચોક્કસ કે નંદલાલજી ક્યાંય પોતાને એવોર્ડ–
For Private & Personal Use Only
www.jainelibrary.org