________________
૪૭૦
ઉજ્જૈન, ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી, ન્યૂ દિલ્હી, છઠ્ઠું રાષ્ટ્રીય પ્રદર્શન-નાગપુરનો એવોર્ડ–આમ અનેક પારિતોષિકથી નવાજાયેલા શિલ્પકાર વસે છે અને શ્વસે છે. અમદાવાદમાં–નામે રતિલાલ કાંસોદરિયા.
ઋષિતુલ્ય કલાગુરુ રસિકલાલ પરીખ
આપણા ગુજરાતમાં એક સમય એવો હતો જ્યારે એક સાથે ચાર રસિકલાલ પરીખ પ્રતિષ્ઠા પામ્યા હતા. ચારેયના ક્ષેત્ર એકબીજાથી અલગ. એક હતા સાહિત્યકાર-બીજા વૈદ્યરાજ, ત્રીજા હતા રાજકારણી તો ચોથા હતા ચિત્રકાર! ચારે ય પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર.
ચિત્રકાર રસિકલાલ પરીખનું નામ ગુજરાતમાં પૂજ્યભાવથી લેવાય છે.
સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે ગરુડેશ્વર નજીક રાજપીપળા સ્ટેટના વાલિયા ગામે રસિકભાઈનો જન્મ ૧૬મે ૧૯૧૦ રસિકભાઈની જન્મતારીખ. પિતાજીનું નામ નરસિંહદાસ, માતા પાર્વતીબહેન. ખડાયતા વૈષ્ણવ વણિક જ્ઞાતિના પરિવારમાં રસિકભાઈથી મોટા બે ભાઈ અને એક બહેન—જેમનાં નામ હિરભાઈ, નગીનભાઈ અને રુકમણીબહેન. વૈષ્ણવ પરિવારમાં રસિકભાઈનો ઉછેર થયો અને એક સાચા વૈષ્ણવની જેમ એમનું જીવન વીત્યું. નરસિંહ મહેતાની અપેક્ષા મુજબના વૈષ્ણવ સમાન હતા રસિકભાઈ.
પિતા નરસિંહદાસ વાલિયા ગામમાં મામલતદાર હતા. પોતાના કામમાં અત્યંત નિયમિત, સતત કામમાં રચ્યાપચ્યા જ રહે-શિસ્ત બાબતે અત્યંત કડક અને એટલે એમની ધાક પણ
વધારે ! પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને નિયમિતતા રસિકભાઈને એમના તરફથી જ મળ્યાં હશે. માતા પાર્વતીબહેન શાંત–પ્રેમાળ અને ધર્મિષ્ઠ પ્રકૃતિનાં. માતાના આ ગુણો પણ રસિકભાઈમાં ભરપૂર ઊતરી આવ્યા હતા.
પરિવારમાં કે શાળામાં કળા પ્રત્યેનું એવું કાંઈ ખાસ વાતાવરણ નહોતું, પરંતુ ગામને પાદર આવેલ તળાવ, મંદિર, વૃક્ષો વચ્ચે કુદરતી વાતાવરણમાં રમતાં રમતાં રસિકભાઈનું બાળપણ વીત્યું–એ વાતાવરણે એમના ચિત્તમાં સ્થાયી સ્થાન લીધું, જે તેમનાં ચિત્રોમાં અવારનવાર-વારંવાર પ્રગટ થતું રહ્યું. રસિકભાઈનાં ચિત્રોમાં છલકાતો સૌંદર્યનો વૈભવ આ રીતે જ આકાર પામ્યો હશે! એમ કહેવાય છે કે ગંગા નદીના
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ સ્નાનથી સ્વર્ગ મળે, પરંતુ જેનાં ‘દર્શન’ માત્રથી સ્વર્ગ મળે એ રેવા નદી-નર્મદા નદી–ગામથી બહુ દૂર નહોતી વહેતી-એ પણ એમના ચિત્રોમાં વારંવાર પ્રગટ થતી રહી. બાળપણમાં મળેલા નૈસર્ગિક વાતાવરણનો પ્રભાવ જીવનભર એમનાં ચિત્રોમાં રહ્યો.
રાજપીપળામાં રણછોડરાયજીના મંદિર સામે જ એમનું ઘર. ઘરમાંથી દેખાતું મંદિરનું દૃશ્ય એમણે પેન-શાહીથી પેપર પર ઉતાર્યું–જે જોતાં જ મહોલ્લો અને રાજપીપળાનું વાતાવરણ તાદૅશ્ય થઈ જાય, આ સ્કેચનું નામ એમણે આપ્યું : ‘ગામડાની શેરી' ઘરના ખૂણામાં એક મોટી ઘંટી હતી—હાથે અનાજ દળવાની. દાદરની નીચે રહેલ આ ઘંટી એમણે દોરી, જેના ઉપરથી એમણે ‘વુડકર ગ્રાફિક્સ’ દ્વારા પ્રિન્ટ કાઢી ચિત્રને નામ આપ્યું ઘરની સેવા', જેમાં રંગ, ટોન, ઊખડી ગયેલ ભીંતની તિરાડ−ટેક્ષ્ચર વગેરે આબેહૂબ એમણે ઝીલ્યાં.
રસિકભાઈ રાજપીપળામાં શાળાજીવન સિવાય બહુ રહેલા નહીં-અમદાવાદ વધુ રહ્યા હતા. મુંબઈ અને મદ્રાસ કલાના અભ્યાસઅર્થે રહ્યા હતા. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્ર શીખવા એમના મોટાભાઈ નગીનભાઈ લઈ આવેલા. રસિકભાઈમાં રહેલ કલાને પારખી શકેલ મોટાભાઈએ યોગ્ય ગુરુના હાથમાં નાનાભાઈનો હાથ આપ્યો. રવિભાઈએ રસિકભાઈનાં ચિત્રો જોયાં—ગમ્યાં-અને તરત જ એમને સ્વીકારી લીધા. રસિકભાઈની ઉંમર તે વખતે સોળ વર્ષની. દિવસ હતો ૭ ઓગષ્ટ, ૧૯૨૬. જીવનમાં બનેલી આ અતિ મહત્ત્વની ઘટના બાદ જે વળાંક આવ્યો તેનાથી ગુજરાતને એક ઉત્તમ ચિત્રકાર-ઋષિતુલ્ય ચિત્રકાર મળ્યો, જેના દ્વારા હજારોની સંખ્યામાં બીજા ચિત્રકારો તૈયાર થયા.
ગુજરાતનાં ગામડે ગામડે સ્કૂલ, શાળા, કોલેજોમાં ચિત્રકળા શીખવતા થયા.
‘ભાઈનો ઘોડલો’ નામના એમના ચિત્રમાં ગામને પાદરે આવેલ ઘેઘૂર વૃક્ષની છાયામાં નાનકડી દેરી પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. સાથે સાથે નાનોભાઈ ઘોડલાના રમકડાથી રમત રમે છે–નિર્દોષ બાળસહજ રમત અને બહેન જાણે વહાલાભાઈના જીવન માટે માનતા માનતી હોય એમ વૃક્ષની નમેલી ડાળે કપડું બાંધે છે. પગની પાનીએ ઊભી રહેલ આ
ફિગરનો ગ્રેસ-દેહ લાલિત્ય-ચહેરો ન દેખાતો હોવા છતાં બહેન સુંદર છે તેવી છાપ ઊભી કરે છે. વૉટર કલર દ્વારા દોરાયેલ આ ચિત્રમાં વૃક્ષની ઘેઘૂરતા ધ્યાનાકર્ષક છે, જે
For Private & Personal Use Only
www.jainelibrary.org