SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ નિવૃત્તિ બાદના અરવિંદભાઈના આ પ્રથમ ચિત્રપ્રદર્શનના સંચાલનમાં ચિત્રકાર જય પંચોલીએ યોગ્ય જ કહ્યું કે : “વાદળનો ડૂમો કંઈ સદીઓથી બાઝ્યો વરસી અનરાધાર હવે જવાની વેળાએ’’ નગરમાં વસે છે એક શિલ્પકાર નામે રતિલાલ કાંસોદરિયા જીવનમાં સફળતા મળે એટલે ઈર્ષા કરનાર પણ કોઈક મળે, એટલે કે ઈર્ષા કરનાર કોઈક મળી જાય તો સમજવું કે આપણને સફળતા મળી ગઈ છે-રતિલાલ કાંસોદરિયાને ચોક્કસ એકથી વધારે વ્યક્તિ આવી મળી હશે. ઈર્ષાળુ વ્યક્તિઓના તે હકદાર છે. શિલ્પકાર છે, શિલ્પસર્જનમાં આધુનિકતા સાથે રહીને પણ ભારતીય પરંપરાને એમણે જાળવી રાખી છે. અમદાવાદની લાંબેશ્વરની પોળમાં કવિ દલપતરામનું ધાતુનું શિલ્પ, ખડિયાની દેસાઈ પોળમાં અખા સોનીનું પશ્ચાદ્ભૂમિમાં તેની દુકાન દેખાય છે તેવું બ્રોન્ઝનું શિલ્પ, ઘોડાસર સ્વામિનારાયણ મંદિર માટે ૧૫ ફૂટનું ભગવાન સ્વામિનારાયણનું માણકી ઘોડી પરની છટાદાર સવારીનું શિલ્પ, મહેસાણા જિલ્લાના ઊંઝાના મુખ્ય માર્ગ પર ઊંઝા માર્કેટના વિષયવસ્તુને પ્રતીકાત્મક રીતે રજૂ કરતું પત્થરનું શિલ્પ, ગુજરાતની જાણીતી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ સી. એન. વિદ્યાવિહારમાં વૃક્ષારોપણ કરવા જતા વિદ્યાર્થીઓ સાથેનું પૂ. ગાંધીજીનું ફાઇબરનું શિલ્પ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓની સહાય સાથે) વગેરે દ્વારા તેઓ ભારતીય પરંપરાને જાળવી રાખીને પોતાના વન મેન શૉ એક્ઝિબીશનમાં બાળપણને– પોતાના ગામને–ગામની શેરીને, ગામના તળાવને, કૂતરાઓને, પશુ-પંખી વગેરેને આધુનિકતાનો પરિવેશ પહેરાવીને શિલ્પરચનાઓ પ્રદર્શિત કરતા રહ્યા છે. પી.ટી.સી. કર્યા પછી કોઈ કલાકાર બની ગયું હોય એવું સાંભળ્યું નથી. રિતલાલે શરૂઆતમાં મોરબીની પી.ટી.સી. કોલેજમાં અભ્યાસ કર્યો. ગુજરાતમાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઈને ગોલ્ડમેડલ પણ મેળવ્યો—ત્યાંથી જીવનની દિશા અચાનક બદલાઈ અને ગુરુ રાઘવ કનેરિયા પાસે વડોદરાની એમ. એસ. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના શિલ્પ વિભાગમાં પહોંચી ગયા અને શરૂ થઈ એક નવીન દિશાની જિંદગી, જેમાં એમને માટી, Jain Education Intemational ૪૬૯ પ્લાસ્ટર ઓફ પેરિસ, આરસ, લાકડુ, ધાતુ, ફાઇબર, તૂટેલ ટાયર, દોરડાં, સ્ક્રેપ વગેરે સાથેનું સાંનિધ્ય સાંપડ્યું. ખુશ રહેવા લાગ્યા. કલાપારખુઓની પ્રશંસા મેળવવા લાગ્યા. રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમની કલા વિસ્તરી. દેશ-પરદેશના કલાવિવેચકોએ એમને પારખ્યાપ્રતિષ્ઠિત કલાકાર અને આર્ટક્રિટિક સર્વશ્રી ડૉ. રતન પારીમુ ગુલામ મહંમદ શેખ, અલકાઝી, હકુ શાહ, દિલ્હીના ટી.એમ. પાંડે, આર. એન. શર્મા, શૈલ ચોએલ, સુમિત ચોપડા, નિસર્ગ આહીર વગેરેની પ્રશંસા પામ્યા અને કલારસિકોએ માણ્યા. રતિલાલ કાંસોદરિયા એટલે તરવરાટભર્યું વ્યક્તિત્વ વાણીમાં સૌરાષ્ટ્રની છાંટ, અત્યંત સંવેદનશીલ, પોતાની લાગણીઓને શિલ્પનાં વિવિધ માધ્યમો દ્વારા પ્રગટ કરે—પોતાના બાળપણને, જીવનની અસરકારક ઘટનાઓને સાંપ્રત સમાજની સમસ્યાઓને શિલ્પ દ્વારા વાણી આપે. ‘કલ્ચર ઇન ટ્રબલ નામના એમના શિલ્પમાં એમણે આજની સંસ્કૃતિને દોરડેથી બાંધી છે—દોરડાં પણ અમુક કિલોમીટરની લંબાઈનાં અત્યંત જાડાં, ક્રેઇન દ્વારા ગાંઠો વાળી વાળીને વચ્ચે ફાનસ ગોઠવીને તૈયાર કરેલ આ શિલ્પ ભોપાલના ભારતભવન માટે એમણે તૈયાર કર્યું હતું–આજે ત્યાં એ પ્રદર્શિત છે. મુંબઈની બ્રિટિશ કાઉન્સિલે ઓફિસ માટે લાકડાનું શિલ્પ તૈયાર કરાવ્યું–જે ત્યાં છે અને પ્રશંસા પામતું રહ્યું છે. અમેરિકન એમ્બેસી–દિલ્હી ક્વિન ઓફ મોરોક્કા, જર્મન ટેકનિકલ કો-ઓપરેશન-જર્મની આફ્રિકામાં નૈરોબી, દારેસલામ, જાપાન, બોમ્બે આર્ટ સોસાયટી–મુંબઈ લલિતકલા અકાદમી ગોવા, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને આવાં તો અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ એમનાં શિલ્પ કશુંક બોલી રહ્યાં છે-જે સાંભળવાનું સહુને ગમે છે. વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ૧૯૮૭મ બી.એ. ઇન સ્કલ્પચર અને ૧૯૯૦માં એમ.એ. ઇન સ્કલ્પચર કર્યા બાદ ૧૯૯૦થી ૯૩ સુધી ત્યાં જ શિલ્પ વિભાગમ અધ્યાપન કાર્ય કર્યું. ૧૯૯૩થી અમદાવાદની શેઠ સી. એન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના શિલ્પ વિભાગમાં અધ્યાપ તરીકે જોડાયા–જે આજ પર્યંત ચાલુ છે. ઇન્ટરનેશનલ આર્ટ હોરાઇઝન—ન્યૂયોર્કનો એવો ૧૯૯૧માં મેળવ્યો. ગુજરાત લલિતકલા અકાદમીના ત્રણ એવોર્ડ, બોમ્બે આર્ટ સોસાયટીના (જે દેશની પ્રતિષ્ઠિત આર્ટ સોસાયટી છ) ચાર એવોર્ડ, નેશનલ કાલિદાસ અકાદમી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy