________________
૩૬
સ્વપ્ન શિલ્પીઓ.
કાનદારીમાં કારકિમિ - 01 - -
સંસ્કૃતિના ઉપાસકો મનભરીને માણવા જેવું મહાજનપરંપરાનું નિર્માણ તો જુઓ! કોઈએ ઝળહળીને દશે દિશાઓને સૈકાઓ સુધી દેશાતીત અને કાલાતીત પ્રદાન કર્યું તો કોઈએ સ્થળે સ્થળે સમાજ
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં દીપોત્સવનું ભવ્ય અને અદ્ભુત સર્જન કર્યું છે. આ સૌ
( પ્રતિભાવંતોની આ ગ્રંથરત્ન દ્વારા શ્રદ્ધા- વિનમ્ર બની. તેમના ગુણ વૈભવ-વારસાને અભિનંદી ભાવપૂજા ભણવી છે. આવા કામથી અમારું આંતરવિશ્વ આનંદે હિલોળા લેતું હોય છે. હવે જીવનની સંધ્યાએ સૂર્ય ઢળે એ પહેલાં જ એક આ તીવ્ર અભીપ્સા છે. આપ સૌ આગવી રીતે આ અભીપ્સાના દીવામાં શક્ય પ્રદાન કરશો.
વર્ષોના વિચારવલોણે અમને જે નવનીત મળ્યું છે તે ભક્તિભાવથી અત્રે રજૂ કરીએ છીએ. સ્નેહના ચંદરવા નીચે આ ગ્રંથપ્રોજેક્ટના વિશિષ્ટ ભાવપૂજનમાં અમારી આગળ પાછળ, જમણે-ડાબે આસનો શોભાવી સમ્મિલિત બની રહેશો એવી નમ્ર અભ્યર્થના છે. આપણી ઉજ્વળ ગરિમાનું અમીપાન કરાવતું આ સમૃદ્ધ પ્રકાશન આપણી કુળપરંપરા અને આપણા જીવનનું ધારક અને પ્રેરક બળ બની રહેવાનું. વિનયશીલ પ્રતિભાવંતોનાં જીવન-કવનને, વાચન-મનન દ્વારા વિશ્વમંગલકારી જીવનની સોનેરી ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુપગલાં કરે તેવી મહેચ્છા. ગ્રંથને સાકાર બનાવવામાં આપનું હાર્દિક સ્વાગત છે.
સમાપન અને આભારદર્શન ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ જાણીતા સાક્ષરો અને લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથની વિવિધ પરિચયાત્મક લેખમાળાઓ વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાંઓને ઠીક ઠીક રીતે ઉપકારક બની રહેશે. આ પ્રકાશનનું
કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરે છે. એવું વાચકને જરૂર લાગશે. લાંબા સમયની અસ્વસ્થ તબિયતમાં પણ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. તરફથી સતત પ્રેરણાત્મક બળ મળ્યું છે.
આ ભૂમિની પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા મહાવિરાટને જોવાનો, આપ સૌને અમારાં દર્શનમાં સહભાગી બનવાનો સત્સંકલ્પ લઈને બેઠા છીએ, ત્યારે જૈન સમાજના અગ્રણી શ્રી દીપચંદભાઈ ગાર્ડ, છત્તીસગઢના સર્વમાન્ય નેતા શ્રી રાવતમલજી જૈન, ગુજરાતના અડીખમ યોદ્ધા જેવા ધોળકાના કુમારપાળ વિ. શાહ, બેંગલોરના વિશિષ્ટ વિધિકાર પૂજ્ય ગુરુજી સુરેન્દ્રભાઈ શાહ તથા આગેવાન ઉદ્યોગપતિ મનહરભાઈ એસ. શાહના પ્રોત્સાહક સહયોગથી અમને ઘણું જ બળ મળ્યું છે. ગીતા રામાયણના પ્રખર જ્ઞાતા પ્રા. શ્રી જનાર્દનભાઈ દવેનો સહયોગ પ્રસંગોપાત મળતો રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરથી મહાસિદ્ધિ સામાયિકના માધ્યમે અનેકોને પ્રેરણારૂપ બનતા રહેલા શ્રી વિજયભાઈ અર્ટોરાએ લાંબા સમયની મારી અસ્વસ્થ તબિયતમાં મને ઘણી જ હૈયાધારણા આપી છે. એવું જ આશ્વાસન જામનગરના મહેન્દ્રભાઈ ડી. શેઠે આપ્યું છે.
ગ્રંથરત્નને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં આનંદ થાય છે. જે તે ક્ષેત્રના જ્ઞાતાઓએ આપેલા સહયોગ માટે એ સૌના અત્યંત ઋણી છીએ. પ્રફરીડિંગમાં જાણીતા કવિ શ્રી રાહીભાઈ ઓધારીયાની સેવા નોંધપાત્ર છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org