________________
૪૫૦
પરંપરિત રાસ-ગરબાને જીવની જેમ જતન કરીને જાળવવા માટે જાગૃત છે અને ખૂબ મહેનત કરે છે તેની પ્રતીતિ પણ થઈ. અગાઉ સાયન્સ સિટીમાં યોજાયેલ આવા જ એક ઉત્સવમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ગ્રામવિસ્તારોનાં ૧૨૦૦ જેટલાં સાચુકલાં લોકકલાકારો જોડાયાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાતના આવા કાર્યક્રમો વર્ષોથી કાંકરિયા તળાવ, સાબરમતીના તટે, સરિતાઉદ્યાન, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ-અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં એકધારા ઊજવાતા આવ્યા છે. આ ઉત્સવોના સ્થળની પસંદગી પણ કાબિલેદાદ છે. સરિતા ઉદ્યાન ગાંધીનગરમાં વસંતપંચમીથી આરંભાતા વસંતોત્સવ વેળાએ ગુજરાતનાં અને ભારતનાં અન્ય રાજ્યોનાં કલાકારો પોતાની કૃતિ રજૂ કરે છે. કલાઓનું આદાનપ્રદાન થાય છે. આ કાર્યક્રમો માણવા હજારો લોકો ઊમટી પડે છે. અહીં હસ્તકલા કારીગરોના હાટ મંડાય છે. ઇન્ડેક્ષ સી દ્વારા યોજાતા પ્રસંગ હસ્તકલા પ્રદર્શનો પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય છે. પ્રતિ વર્ષ રાજ્ય કક્ષાએ આદિવાસી લોકકલા ઉત્સવોનું આયોજન થાય છે. રાજ્ય સરકાર તરફથી કલાક્ષેત્રે કાર્યરત કલાકારોનું ગૌરવ પુરસ્કાર અને લાખ રૂપિયાના “લક્ષપસાવ' પુરસ્કારથી સમ્માન કરવામાં આવે છે, જેમાં કલાકારો ઉપરાંત સાહિત્યકારો, ચિત્રકારો, રમતવીરો વગેરેનો સમાવેશ થાય છે. | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા કલાકારો અને કલાસંસ્થાઓ વિદેશોમાં રાસ-ગરબા અને લોકનૃત્યો પ્રસ્તુત કરી શકે તે માટે આર્થિક સહાય અપાય છે. આવી વિવિધલક્ષી યોજનાઓને કારણે જેમણે મુંબઈ, દિલ્હી કે પૂના નહોતું જોયું એવાં કલાકારો એરોપ્લેનમાં બેસીને વિદેશોમાં જતાં આવતાં થયાં છે.
ગુજરાતીઓને પોતાનાં ઇતિહાસ, કલા કે સંસ્કૃતિ માટે અભિમાન કે ગૌરવ નહીં હોય તો તેની પાસે ગમે તેટલું નાણું હશે એની કોઈ કિંમત નથી. પોતાનાં ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ માટે સ્વાભિમાન ન ધરાવતી પ્રજાનું દેશ કે દુનિયામાં કોઈ સ્થાન નથી.” જામનગરના પ્રજાવત્સલ રાજવી :
જામવિભાજી આ જામનગર સંખ્યાબંધ પુરાતન પ્રસિદ્ધ મંદિરોને કારણે છોટા કાશી તરીકે, અહીં મળતાં કાજળ, કંકુ, બાંધણી અને પાનેતરને લઈને સૌરાષ્ટ્રના સૌભાગ્યનગર તરીકે તથા
સ્વપ્ન શિલ્પીઓ એની નગરરચના, કલાકારીગરી અને જાહોજલાલીના કારણે કાઠિયાવાડના પેરિસ તરીકે પણ પ્રખ્યાત થયું છે એની વાત કરી કોઈવાર, પણ આજે મારે દોઢસો વર્ષ પૂર્વે થઈ ગયેલા પ્રજાવત્સલ રાજવીની વાત કરવી છે. લોકો જેમને દેવતાઈ પુરુષ માનતા. કેટલાંક લોકો તો એમનાં દર્શન કરીને પછી જ જમતાં અને આજેય જામનગર જિલ્લાની ઉંમરલાયક બાઈઓએ પોતાનાં ઓઢણાં પર જેમની સ્મૃતિને જાળવી રાખી છે એ રાજવીનું નામ છે જામ શ્રી વિભાજી (બીજા).
જામ રામસિંહજી (પહેલા) પછી જામનગરની નવરચનાનું શ્રેય જામ શ્રી વિભાજીને આપી શકાય. રાજગાદી સંભાળ્યા પછી વિભાવિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું. જામનગરથી માઇલ દૂર રોઝી માતાના સ્થાનકે મોટો કિલ્લો, મહેલ, ઝરૂખા, અગાશી, અખૂટ જળથી ભર્યા રહે તેવાં વિશાળ ટાંકા, ઓરડા તથા દોઢીવાળા દરવાજા, મજબૂત કોઠો અને તેના પર દીવાદાંડી બંધાવી. કિલ્લા બહાર કેટલાંક સુશોભિત મકાનો બંધાવ્યાં.
જામ વિભાજી ઝાઝું ભણેલા નહોતા પણ સાહિત્ય, કળા અને સંગીતમાં એમને ઊંડી અભિરુચિ હોવાને કારણે જામનગરમાં વિવિધ પ્રવૃત્તિઓ વિકાસ પામી હતી. તેમનો દરબાર સંસ્કૃતના પ્રકાંડ પંડિત કેશવજી શાસ્ત્રી, વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ, શુકનાવણી (ભવિષ્યવેત્તા) શ્રી ટકા જોષી, સંગીતાચાર્ય શ્રી આદિત્ય રામજી જેવા વિવિધ ક્ષેત્રના બે ડઝન જેટલા વિદ્વાનોથી શોભતો હતો. જામવિભાજી સંગીતપ્રેમી હોવાથી અનેક ગવૈયાઓ દૂરદૂરથી આવીને ગીત સંગીત સંભળાવતા. સંગીતકારોને મોજ આપવામાં તેઓ ખૂબ જ ઉદાર હતા. મારુ ચારણકવિ ભીમજીભાઈ રત્નને રાજ્યકવિ તરીકે પોતાની પાસે રાખીને એમને રાજવડ નામનું ગામ ઇનામમાં આપ્યું હતું. વિભાવિલાસ' ગ્રંથના રચયિતા ચારણ કવિ વજમાલજીને લોંઠીઆ નામનું ગામ લાખપશાવ (લાખ રૂપિયાનું દાન) કરી બક્ષિસમાં આપ્યું હતું.
જામવિભાજી ધાર્મિક વૃત્તિ ધરાવતા રાજવી હોવાથી બ્રાહ્મણોનો ખૂબ જ આદર કરતા. વિ.સંવત ૧૯૨૧-૨૨ અને ૨૩નાં વર્ષોમાં એમણે ખૂબ મોટો ખર્ચ કરી દૂરદેશાવરોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી મહારુદ્ર અને સવા કોટિ પાર્થિવ કરાવી મહાદેવનું પૂજન કરાવ્યું. મહાવિષ્ણુયાગ કરાવી પોતે અસ્ત્રશસ્ત્ર તુલામાં બેસી સોનાની તુલા કરી તે સોનાનું દાનયાચકોને આપ્યું. વિ.સંવત ૧૯૪૬માં સવાલક્ષ ચિંતામણિ, મહારુદ્ર સહસ્ત્રચંડી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org