SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ દીપોત્સવી', ‘ઉત્તરા' વગેરે સામયિકોમાં એમના લેખો પ્રગટ થયા છે. શ્રી ખોડીદાસ પરમારે સને ૧૯૫પથી નિજી શૈલી (લોકશૈલી)ની લઢણથી ચિત્રાંકન કરી દિલ્હી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, હૈદ્રાબાદ, પૂના, રાજકોટ, અમદાવાદથી લઈને ઇંગ્લેંડ અને શારજાહના પ્રદર્શનોમાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. તળપદ લોકશૈલીના સંસ્કારવાળાં ચિત્રો ચોમેરથી પ્રશંસા અને પુરસ્કારો પામ્યાં. સને ૧૯૫૨થી ૧૯૬૯ના ગાળામાં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ સોસાયટી નવી દિલ્હીનાં કુલ સાત ઇનામો, સને ૧૯૬૦ થી ૧૯૬૯ સુધીમાં કાલિદાસ અકાદમી ઉજ્જૈનનાં છ પારિતોષિકો, ધી બોમ્બે આર્ટ સોસાયટીનાં બે ઇનામો, ગુજરાત લલિતકલા અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ગુજરાત લોકકલા કેન્દ્રનો લોકકલા એવોર્ડ ઉપરાંત સંખ્યાબંધ ઇનામો, એવોર્ડ્સ અને સમ્માનો એમને જીવનભર મળતાં રહ્યાં. નવી દિલ્હી, પંજાબ, ગાંધીનગર, મુંબઈ, ભાવનગર, કચ્છ અને કાશ્મીરના કલાશોખીનોના સંગ્રહમાં એમનાં ચિત્રો સચવાયાં. સિંધિયા સ્ટીમ નેવીગેશન કું।. ના સુ.શ્રી સુમતિબહેન મોરારજીએ એમની પાસે કરાવેલાં મિનિએચર અને વહાણનાં લોકશૈલીનાં ૨૨ જેટલાં ચિત્રો આજે દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને શ્રી પરમારનાં લોકશૈલીના ચિત્રોનાં વીસેક જેટલાં શુભેચ્છા કાર્ડ્સ પણ પ્રગટ કર્યાં છે. ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય નવી દિલ્હી તરફથી સને ૧૯૯૪માં સિનિયર ફેલોશિપ મળતાં શ્રી ખોડીદાસે ભાવનગર જિલ્લાના સિહોર દરબારગઢ, મહુવા, ગોપનાથજી, ખદરપર, ભૂંભલી, કોળિયાક, વેળાવદર, વાળુકડ, પીથલપુર, ખંઢેરા વગેરે સ્થળોએ આવેલ સલાટ શિલાવત, કમાંગરી અને લોકશૈલીનાં ભીંતચિત્રો પર શોધનિબંધ તૈયાર કર્યા. સને ૧૯૯૮માં શરીર અનરવું થયું, ત્યારે પરિવારનું છલકાતું સુખ, સગાસંબંધી, મિત્રો સૌનો પ્રેમભાવ, આદર, કીર્તિ બધું જ મળ્યું હોવાથી જીવનબસરમાં જે જોયું, જાણ્યું, માણ્યું એને એમણે સંભારણાંરૂપે લખ્યું. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને એને ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમારનાં સંભારણાં' રૂપે પ્રગટ કર્યું. સો વર્ષ પૂર્વેના ભાવનગરના લોકજીવનનું દસ્તાવેજી મૂલ્ય ધરાવતા આ ગ્રંથને અંતે ખોડીદાસે સ્વરચિત બે કાવ્યો ‘તાંબડી' અને પરિયાણ માંડ્યાં દેહીના’ લખ્યાં છે. પ્રથમ કાવ્યમાં તાંબડી ભંગારમાં ગળાઈને Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ભગવાનની મૂર્તિરૂપે આકાર લે છે એમ આ જીર્ણ દેહને ઈશ્વરમાં ભળી જવાની કલ્પના કરી છે, જ્યારે બીજું ગીત ‘છાજિયું’ મૃત્યુગીતરૂપે પીઢ કવિની અદાથી મૂક્યું છે : ‘કંકુવરણી રંગની બિછાત જોને, સંધ્યા ફૂલીને દિન આથમ્યો, ઝાંખીપાંખી ઝાડવાની છાંય જોને, ઝાલર ઝણકીને તેતર બોલિયાં, દાદા મોરા ઝીલજો સલામ જોને, ભવના ફેરા મારા પૂરા થિયા.’ આમ ભવનાં ફેરા પૂરા થતાં ખોડીદાસ પરમાર હાર્ટએટેકથી તા. ૩૧-૩-૨૦૦૪ના રોજ ૭૪ વર્ષની ઉંમરે સ્વર્ગે સિધાવ્યા. ગુજરાતમાં કલા-સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવપ્રિય રાજવીઓ કવિશિરોમણિ કાલિદાસ કહે છે કે ‘ઉત્સવપ્રિયાઃ વસ્તુ નના:’ માનવી માત્રને ઉત્સવ પ્રિય છે. લોકસંસ્કૃતિના ફાલસમા આવા અસંખ્ય ઉત્સવો ભારતની ધરતી પર આદિકાળથી ઊજવાતાં આવ્યા છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા ને વૃંદાવન મૂકીને સૌરાષ્ટ્રની સમૃદ્ધ ભૂમિ પર આવ્યા. દ્વારિકાનગરીને પોતાની રાજધાની બનાવી. ગોપગોવાળો ને આહિરોને સાથે લાવ્યા હોવાથી સૌરાષ્ટ્રની ધરતી પર ગોપસંસ્કૃતિનો ઉદય થયો. શ્રીકૃષ્ણ વિચક્ષણ બુદ્ધિમતા ધરાવતા રાજવી તો હતા પણ સાથોસાથ ગીત, સંગીત, નૃત્યના પ્રથમ પંક્તિના જાણકાર અને ઉત્સવપ્રેમી હતા. ઉત્સવોની ઉજવણી દ્વારા પ્રજાના હૃદય સુધી પહોંચનાર કદાચ સૌ પ્રથમ રાજવી રહ્યા હતા. એમના આગમન પછી પાંગરેલી ગોપ સંસ્કૃતિએ ગુજરાતને ભાતીગળ પહેરવેશ અને ખાનપાનની સાથે રાસ, ગરબા, મેળા, નૃત્યો અને ઉત્સવોની અનુપમ ભેટ આપી. સૌરાષ્ટ્રના લોકજીવનને આનંદ અને ઉલ્લાસથી ભર્યુંભર્યું બનાવ્યું અને પ્રજાહૃદયમાં નવી ચેતના પ્રગટાવી. પરિણામે આજે પાંચ હજાર વર્ષ પછીયે લોકહ્રદયનો ધબકાર બનીને લોકગીતોમાં, રાસડાની રંગતમાં, ગરબીમાં, લોકવારતાઓમાં, લોકચિત્રણકલામાં, ભરતકામમાં, મોતીપરોવણીમાં, કાષ્ઠકળામાં, ધાતુકામમાં અને મનોહર મૂર્તિઓમાં ધબકતા રહ્યા છે. પરિણામે જન્માષ્ટમી આવતાં જનહૃદયમાં આનંદનાં અબિલ ગુલાલ ઊડવા માંડે છે. ગુજરાત જાણે કે ગોકુળ, વૃંદાવન બની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy