SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૭ સ્વપ્ન શિલ્પીઓ મેઘાણી (લખપસાવ) લોકસંસ્કૃતિ એવોર્ડ અને રજત સ્મૃતિચિહ્ન અર્પણ કરી એમનું બહુમાન કર્યું હતું. શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ગોહિલવાડના ભાવનગર શહેરમાં ૩૧ જુલાઈ ૧૯૩૦ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ભાયાભાઈ પરમાર, માતાનું નામ વખતબા. જ્ઞાતિએ કારડીઆ રાજપૂત. તેમના વડવાનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું વાળુકડ ગામ. કારડીઆ ખેતી કરનારી કોમ પણ તેમના પિતા ભાયાભાઈ ગરીબાઈના કારણે પેટિયું (રોટલો) રળવા ભાવનગર આવ્યા અને એક શેઠના બંગલામાં ચોકિયાત તરીકે રહ્યા. નવરાશની વેળાએ તેઓ ગામમાં ઘોડાગાડી ફેરવતા. ભાયાભાઈને સંતાનમાં માત્ર દીકરીઓ જ હતી. તેમણે શિહોર પાસે શામપરાની સીમમાં આવેલા તાંતણિયા ધરાવાળી મા ખોડીયારની બાધા રાખી. દીકરાનો જન્મ થતાં એનું નામ ખોડો' રાખ્યું. પોતે અભણ હોવા છતાં માતા વખતબા અને પિતા ભાયાભાઈના દિલમાં એવાં અરમાન હતાં કે એકનો એક દીકરો ભણગણીને બાજંદો બને. અનેક આર્થિક વિટંબણાઓ વચ્ચે એમણે “ખોડા’ને નિશાળે ભણવા બેસાડ્યો. વિદ્યાર્થીપ્રેમી શિક્ષક નાનુભાઈ દૂધરેજિયાએ ખોડા'નું નામ સંસ્કારીને ખોડીદાસ રાખી દીધું ત્યારે તો એમનેય કલ્પના નહીં હોય કે ગરીબ ખોરડામાં જન્મેલો ખોડીદાસ માતાપિતાનું સ્વપ્ન સાકાર કરી ગુજરાતી સાહિત્ય, લોકસંસ્કૃતિ અને ચિત્રકલાજગતને અજવાળનારો ઘરદીવડો બની રહેશે. ખોડીદાસના જન્મસમય દરમ્યાન એ કાળે કારડીઆનું ખોરડું લોકગીતો અને ભરતકામના કલાકસબથી હર્યુંભર્યું રહેતું. ખોડીદાસમાં બાળપણથી કલાકારી સાથે લોકસંસ્કૃતિના સંસ્કારો સીંચાતા જતા હતા. ઘરમાં બહેનો, ભાભી અને માતાનાં ભરેલાં ભરતચીતર અને મોતીપરોવણાંની ગૂંથણી સાથે દિનરોજ ગવાતાં લોકગીતોના સથવારે બાળક ખોડાભાઈની બાળકિશોર વય પરિપુષ્ટ થઈ ગઈ. આમ લોકકલા કસબની લહેમાં નિજાનંદ માણતા ખોડીદાસ સને ૧૯૪૦માં ગુજરાતી શાળા નંબર સાતમાં દાખલ થયા. સને ૧૯૫૪માં પિતા ભાયાભાઈનું અવસાન થયું. કુટુંબમાં બીજું કોઈ કમાનાર નહોતું એટલે ખોડીદાસ રૂા. ૪૦ના પગારથી મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં ચિત્રશિક્ષક તરીકે નોકરીમાં રહી ગયા. ૧૯૫૮માં ઘરશાળામાં જોડાયા. નોકરી અને ચિત્રકામ કરતાં કરતાં કુટુંબનું ગાડું ગબડાવતાં ૧૯૬૯માં એમ.એ. થયા. એ પછી શ્રી ઈશ્વરભાઈ દવે પાસે “સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતી લોકકલાકારીગરી’ વિષય ઉપર પીએચ.ડી. કરવા યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. દરમ્યાનમાં ભાવનગરની વળિયા આર્ટ્સ એન્ડ મહેતા કોમર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં સુધીમાં તો લોકસાહિત્યના સંશોધક, લોકસંસ્કૃતિના અભ્યાસી અને લોકશૈલીના ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠા મળી ચૂકી હતી. પોતે પીએચ.ડી. ન કરી શક્યા પણ એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વિદ્વાન સંશોધકને સને ૧૯૮૩માં લોકવાડમયમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે માન્યતા આપી. એમના હાથ નીચે એક એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ પીએચ.ડી. કર્યું. સને ૧૯૯૦માં વળિયા આર્ટ્સ કોલેજમાંથી તેઓ નિવૃત્ત થયા. એ પછી લેખન, સંશોધન અને ચિત્રકળાના ક્ષેત્રે કામ કરવામાં પાછું વાળીને જોયું નથી. ખોડીદાસ સૌરાષ્ટ્રની ધરતીની ધૂળમાં આળોટી, લોકસંસ્કૃતિનું ધાવણ ધાવીને ઊછર્યા હોવાથી લોકજીવનમાં એમને ઊંડી અભિરુચિ હતી. આથી એમણે ગોહિલવાડની ધરતીનાં ગામડાં ખૂંદી, રખડી, રઝળી કોઠાસૂઝવાળા માનવીના હૈયાંકપાટ ઉઘડાવી લોકગીતો, લોકકથાઓ, કહેવતો, ઉખાણાં, ઓઠાં, રામવાળા, સલુકા ઇત્યાદિનો સંગ્રહ કર્યો. સલાટી, કમાંગરી અને લોકશૈલીનાં ભીંતચિત્રો, કચ્છી રબારીઓના ભૂંગાની લીપણનકશી, ખરક અને પલેવાળ બાઈઓનાં આલેખચીતરનું અવગાહન કરી કાગળ પર પ્રતિકારરૂપે ઉતાર્યા. આ સંશોધનપ્રવાસોના ફળરૂપે એમણે લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકળા વિષયક સોળ જેટલાં સમૃદ્ધ, સચિત્ર પુસ્તકો અમણ ગુજરાતના સપડ શ્રી ખોડીદાસ પરમારના પ્રદાનની વાત કરીએ ત્યારે તેમણે લખેલા ૨૦૦ ઉપરાંત સંશોધનલેખોની પણ નોંધ લેવી જોઈએ. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલ “ભાવનગર જિલ્લા ગેઝેટિયર'માં એમણે લખેલ તળપદ લોકજીવન તેમ જ લોકસંસ્કૃતિનાં અધિકરણોમાં બાળજન્મથી માંડી મૃત્યુપર્યતનાં વિધિવિધાનો, વિવિધ જાતિઓ, તેમનાં પહેરવેશ, ઘરેણાં, મેળા, રમતો, આલેખ, ચીતરની અધિકૃત અને રસપ્રદ માહિતી આપી છે. સને ૧૯૮૫-૮૬થી તેમણે “ગુજરાત વિશ્વકોશ'માં ગુજરાતની લોકકળા, પટ્ટચિત્રો, ભીંતચિત્રો, ભરતકામ, મોતીપરોણું, ટેરાકોટા, ઓઠાં, જોડકણાં, આરણ્યું, ઘરેણાં, પ્રતીકો ઉપર ઘણાં અધિકરણો પણ લખ્યાં છે. “કુમાર', અખંડાનંદ', ‘ઉમિનવરચના', 'નવચેતન', 'ગુજરાત Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy