________________
૪૪૬
કાઠી દરબારો અને મેર કુટુંબોની વંશાવળી રાખવાનો. એમના પિતા ભુટા બારોટ અને કાકા સૂરા બારોટ સમર્થ વાર્તાકાર. એમની આંગળીએ વળગીને દસબાર વર્ષના કાનજી બારોટ જજમાનોમાં જાતા. આથી એ જમાનોનાં આંગણાં ડેલી– ડાયરા અને ગામના ચોરા એમના માટે તાલીમ કેન્દ્રો બની રહ્યાં.
આમ કાનજીભાઈ બારોટને ગળથૂથીમાંથી વારતાકળાનો વારસો અને મૂલ્યવાન સંસ્કારો મળ્યા. આ સંસ્કારવારસાને પોતાની કોઠાસૂઝ વડે ગૌરવવંતો બનાવીને વધુ દિપાવ્યો. કંઠ પણ એવો કામણગારો. નાનપણથી ભજનની લગની લાગી ગઈ. યુવાનવયે એમના હૈયામાં વૈરાગ્યની ભાવના જાગી અને પૈસાને સ્પર્શ ન કરવાનું આકરું વ્રત લીધું. ભજન, ભક્તિ અને ભગવાનો રંગ લાગી જતાં કુટુંબીઓને ચિંતા થવા માંડી કે નક્કી આ બાવો બની ને એક'દી હાલી નીકળશે, પણ અંતરમાં સારીપેઠ ઊગી ગયેલી વાર્તાકળાએ જ એમને બાવા બનતાં બચાવી લીધા.
બાવા બનવાનો વિચાર પડતો મૂક્યા પછી યુવાન કાનજીભાઈ લોકવારતાકાર તરીકે ખૂબ જ ખીલ્યા. લોકસાહિત્યના ડાયરાઓમાં એમના બુલંદકંઠની વારતાઓ ઝકોળા લેવા માંડી. દૂરદર્શન અને આકાશવાણી પરથી એ વહેતી થઈ.
ગુજરાતે પાંચ ચોપડી ભણીને નિશાળેથી ઊઠી ગયેલા આ કલાકારની કદર ન કરી પણ અજોડ લોકવારતાકાર તરીકેની એમની ખ્યાતિ ઊડતી ઊડતી દિલ્હીના દરબાર સુધી પહોંચી. રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીએ એમના માટે રાષ્ટ્રીય એવોર્ડ જાહેર કર્યો. સને ૧૯૮૮ના વર્ષમાં લખનૌ ખાતે એક વિશિષ્ટ દબદબાભર્યા ભવ્ય સમારંભમાં રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામને કાનજીબાપાને શાલ ઓઢાડી, તામ્રપત્ર અને રોકડ રકમનું ઇનામ અકરામ આપી એમને નવાજ્યા. આ સમારંભ પ્રસંગે એમણે લખનૌમાં એક ચોટદાર પ્રસંગને વણી લઈને લોકવારતાની ઝલક રજૂ કરી હતી. એમના ઐતિહાસિક જ્ઞાન અને તીવ્ર સ્મરણશક્તિથી શ્રોતાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ એવોર્ડ દ્વારા કાનજીભાઈ બારોટે રાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ બક્ષ્ય.
પોતે વાર્તાકાર હોવા છતાં ભજનો અને ભક્તિ એમને ખૂબ જ ગમતાં. ડાયરાઓમાં જાતા ત્યારે કનુ બારોટ, કરસન સાગઠિયા, નારાયણ સ્વામી, નિરંજન પંડ્યા, હેમંત ચૌહાણ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ઇત્યાદિ કલાકારોના કંઠે ભજનો સાંભળતા ત્યારે એમના અંતરના આનંદમોરલા ટહુકા કરવા માંડતા. કારકિર્દીના પ્રારંભનાં વર્ષોમાં લખીરામ બાપુ સાથે એમનો સત્સંગ સારા પ્રમાણમાં રહ્યો. બાપુની મંડળી જ્યાં જ્યાં ભજન કરવા જાય ત્યાં ત્યાં કાનજીભાઈ જતા અને ભજનની અનોખી મોજ માણતા અને લોકવારતાની રસલહાણ રેલાવી શ્રોતાઓને અને ભજનમંડળીવાળાને રાજી કરી દેતા.
એમના દેશી ગામઠી પહેરવેશ, બોલી અને રહેણીકરણી પરથી કોઈને કલ્પના સરખીય ન આવે કે આ આવો મહાન કલાકાર હશે! આમ થવાનું કારણ એ ખૂબ ઊંચા ગજાના લોકવારતાકાર હોવાની સાથે અંદરથી ભક્તિના રંગે રંગાયેલા એક નેકદિલ ભક્ત હતા. લાખો લોકોની ચાહના મળવા છતાં અહંકાર એમના અંતરને સ્પર્શી શક્યો નહોતો. એ સીધા, સાદા, સરળ, સાચાબોલા અને નિરાભિમાની ગામડાના માણસ થઈને
જીવ્યા.
૭૧મા વરસે એમના અવસાન પ્રસંગે અંજલિ આપતાં વિનુભાઈ મહેતાએ સાચું જ કહ્યું છે : “પૂ. કાનજીબાપા એટલે હાલતીચાલતી લોકવારતાની વિદ્યાપીઠ, લોકહૈયાંની કાળના પેટમાં ધરબાઈ ગયેલી વાતુંને જીવતી કરનાર વાર્તાવનરાજ. લોકવારતાનો રખેવાળ, અડાબીડ વગડાનો ઘેઘૂર વડલો, મૌલિક માણીગર, રૂંવાડે રૂંવાડે મબલખ વાતુંનો ખજાનો, જુવાનીને શરમાવે એવું એમનું વૃદ્ધત્વ, ધૂળના ઢેફામાંથી ધાવણ કાઢી આપે તેવી લોકભાષાની જીવતી મિસાલ. ગાંડી ગીરનું સ્મરણ થઈ આવે તેવી એમની બળકટ ત્રાડ. નરવો રણકતો અવાજ, દુહા, છંદ ને લોકસાગરનાં મોતીનો મરજીવો.”
લોકસંસ્કૃતિ, લોકકલાના ઉપાસક શ્રી ખોડીદાસ પરમાર
પ્રા. શ્રી ખોડીદાસ પરમાર એટલે ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક, લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના સંનિષ્ઠ સંશોધક, સંગ્રાહક, સંપાદક અને ભારતીય ચિત્રકલા જગતને લોકચિત્રણની નિજી ચિત્રશૈલીની ભેટ આપી, આંતરરાષ્ટ્રીય કલાજગતમાં માનપાન પામેલા ઊંચા ગજાના ચિત્રકાર. એમણે ગુજરાતી સાહિત્ય અને કલાજગતને આ વિષયો પર અનેક સંશોધનમૂલક સચિત્ર અભ્યાસગ્રંથો સંપડાવ્યા છે. તેમના આ મૂલ્યવાન પ્રદાનને ધ્યાનમાં લઈને સને ૧૯૯૪માં ગુજરાત સરકારે રૂપિયા એક લાખનો સ્વ. ઝવેરચંદ
For Private & Personal Use Only
www.jainelibrary.org