________________
સ્વપ્ન શિલ્પીઓ
૯૦ જેટલાં સચિત્ર અભ્યાસગ્રંથો સરસ્વતીને ચરણે ધર્યાનો એમને આનંદ અને ગુજરાતને ગૌરવ છે. શ્રી જાદવના સંશોધન, લોકસાહિત્ય, લોકકલા, લોકસંસ્કૃતિ સંશોધન અને જીવનકાર્ય પર મોરબી કોલેજના અધ્યપક શ્રી વાઘેલા પીએચ.ડી. થિસિસ લખી રહ્યા છે.
જોરાવરસિંહ આર્થિક રીતે ભાંગેલા (લોક) કલાકારોના ભેરુ છે. લોકસંસ્કૃતિરથના સમર્પિત સારથિ છે. લોકસંસ્કારોના જબરજસ્ત સંત્રી છે. લોકકલાઓના કર્તવ્યનિષ્ઠ પ્રહરી છે. લોકહૈયાનાં સ્પંદનોનાં ભાવભીના શબ્દકાર છે. જોરાવરસિંહ લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિની જંગમ વિદ્યાપીઠ છે. તેઓ મિતભાષી છે, ભાષણબાજ નથી, પણ સહજાનંદ સ્વામીએ કહ્યું છે તેમ વર્તન વાતો કરશે’–એમનું કામ બોલે છે અને બોલતું રહેવાનું છે. આજે પશ્ચિમી સંસ્કૃતિનું ભારતીય-જીવન પર હચમચાવી નાખે તેવું આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ-ગુર્જર સંસ્કૃતિના એવા રખેવાળોની જરૂર છે, જે આપણા પોતીકા રિવાજો, ઉત્સવો અને સમૃદ્ધ લોકજીવનનાં ગીતો-કથાઓદુહાઓ અને શૌર્યકથાઓના રક્ષક–સંરક્ષક બની શકે. એ જવાબદારી વિનમ્રપણે અદા કરતા રહેવાનો ‘૭૦ વર્ષના જવાન’ જોરાવરસિંહનો શિવસંકલ્પ છે. એમને સર્વોચ્ચ માન-સમ્માન અર્પવામાં સમાજરાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઔદાર્યની અમીવર્ષા કરતી રહે અને લોકસંસ્કૃતિ પોતાના આ ખમતીધર ગજવૈયા, બજવૈયા અને સરવૈયા સપૂતને બહુ શતાયુની દુઆ પાઠવે એ જ અભ્યર્થના.
વિશેષમાં આ ગ્રંથ શ્રેણીમાં શરૂઆતથી જ મદદરૂપ બનેલા શ્રી જોરાવરસિંહજીને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર.
Jain Education International
-સંપાદક
પુરુષાર્થ વડે પ્રારબ્ધને ઘડનાર કલાકાર પી. ખરસાણી
૪૪૩
આ વાત છે આજથી પાંચ દાયકા પૂર્વની. યુવાનીન ઉંબરે અલપઝલપ કરતો હું કોલેજનું પગથિયું માંડ ચડેલો. એ યુગ સાક્ષરો અને સાહિત્યકારોનો હતો. ઉમાશંકરભાઈ જોષી, પીંતાબર પટેલ, ઈશ્વર પેટલીકર, જયંતી દલાલ, રવિશંકર રાવળ, બચુભાઈ રાવત, પન્નાલાલ પટેલ, પુષ્કર ચંદરવાકર એ બધાનો સુવર્ણકાળ.
એ સમયે પન્નાલાલભાઈની નવલકથા ‘મળેલા જીવ' અને કલાપીના પ્રણયરસ નીતરતાં કાવ્યો કોલેજિયનોનાં અત્યંત લોકપ્રિય. ‘મળેલા જીવ' નવલકથા ઉપરથી ત્રણ કલાકનું નાટક તૈયાર થયેલું. અમદાવાદના ટાઉનહોલમાં એની પ્રથમ રજૂઆત થઈ. એ કાળે હું પણ નાટકોના રંગે થોડો રંગાયેલો. આ નાટકમાં મારા ગામપડોશી (ભલગામડા તા. ધંધુકા) શ્રી મધુ પટેલ કલાકાર તરીકે. એક વખત હું એક નાટક જોવા ગયો. નાટકની રજૂઆત હૃદયંગમ હતી. કલાકારોએ પોતપોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો હતો. એ બધામાં એક કલાકાર પોતાની આગવી અદા, અભિનય, સંવાદો બોલવાની છટા અને હાસ્યરસ નિષ્પન્ન કરવાની આગવી શક્તિથી પ્રેક્ષકો પર છવાઇ ગયા. એક ચિરંજીવ છાપ મૂકી ગયા. એ કલાકાર હતા પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી. આજે પી. ખરસાણી તરીકે ગુજરાત આખું એમને ઓળખે છે. રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મના ઊંચા ગજાના કલાકાર તરીકે આદર અને માનપાન આપે છે.
પી. ખરસાણીએ રંગભૂમિ ગજાવવા માંડી. ત્યારબાદ ગુજરાતી ફિલ્મોનો યુગ આરંભાયો. ગુજરાતી ફિલ્મમાં હાસ્ય કલાકાર તરીકે પી. ખરસાણી છવાઈ ગયા અને પ્રત્યેક ગુજરાતીના હૃદય સુધી સફળતાપૂર્વક પહોંચ્યા. એ પછી મારું ક્ષેત્ર બદલાઈ ગયું. હું લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના લેખન–સંશોધનમાં પડી ગયો. અમારું મળવાનું કોઇ કોઈ કાર્યક્રમો દરમ્યાન બનતું પણ લાગણીના સંબંધો એવાને એવા લીલાછમ આજેય રહ્યા છે.
પી. ખરસાણી ઊંચા ગજાના કલાકાર છે, પણ અહી સુધી પહોંચવાની યાત્રાનો માર્ગ કેવો કઠિન હતો! જીવનસંઘર્ષ સાથે જીવનાર આ કલાકાર એમની જીવનકથા લખે તો આ ક્ષેત્રમાં આવનારા કલાકારોને એમાંથી પ્રેરણા મળે એવું એમનું
For Private & Personal Use Only
www.jainelibrary.org