________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૪૧
ગુજmતમાં કલા-સંસ્કૃતિના તંભો
અને ઉત્સવપ્રિય રાજવીઓ
જોરાવરસિંહજી જાદવ
ગુજરાતની લોકકલા લોકસંસ્કૃતિને નવપલ્લવિત રાખવામાં મેઘાણીજી, દુલા કાગ, પીંગળશીભાઈ, જયમલ્લભાઈ, મેઘાણંદભાઈ, મેરૂભા, હેમુભાઈ, અમરદાસ ખારાવાલા, દરબાર પૂંજાવાળા, પુષ્કર ચંદરવાકર, ડૉ. હસુ યાજ્ઞિક વગેરે નામો સ્મૃતિપટ પર તાજાં થાય છે.
આ લેખમાળા રજૂ કરનાર જોરાવરસિંહજી જાદવ વિષે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ એક જગ્યાએ ઠીક નોંધ્યું છે કે “લોકસંસ્કૃતિના “એકતારા'નો જોરાવર” બજવૈયો જોરાવરસિંહ જાદવ એટલે લોકસાહિત્યના મર્મજ્ઞ.” | ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કર્ણધાર જોરાવરસિંહ જાદવ- ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' એક સંસ્થા
ત્ર નથી, એ તો છે તુલસી-ક્યારો, બળ્યા-ઝળ્યા લોકકલાકારોનો થાકોડો ઉતારી ટાઢક અનુભવવાનો એક વિસામો, ચીંથરે–વીંટ્યાં રત્નોને કદરદાન ઝવેરીઓ સમક્ષ ખડા કરી દેવાનો એક લોકમંચ. સ્વ. મેઘાણીજીએ ઉચિત જ કહ્યું છે કે “પ્રકૃતિએ ભારતવર્ષના પ્રત્યેક પ્રાંતને કોઈ ને કોઈ પ્રકારની સમૃદ્ધિ ઉદારતાપૂર્વક પ્રદાન કરી છે. કાશ્મીરને હરિયાળી ચૂંદડી અર્પી તો બંગાળને વર્ષાનાં ઝાપટાંથી ભીંજવી દીધો. મહારાષ્ટ્રને અભ્રભેદી પર્વતોથી વિભૂષિત કર્યો, તો રાજપૂતાના (રાજસ્થાન)ને પૂર્ણ નાજુકતાથી વંચિત રાખી તેની નસેનસમાં પારાવાર વીરતા ભરી દીધી. પ્રકૃતિનો આ લાડકો એવો ગૂર્જર લોકસમાજ વિવિધ રસોમાં ડૂબીને એવો ધન્ય થઈ ગયો કે પક્ષીવૃંદના કલરવ સમાન મધુર ગીતો પ્રગટ્યાં. ગુજરાતી લોકજીવનનો સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક ઈતિહાસ એનાં લોકગીતોમાં સુરક્ષિત છે.”
લોકસંસ્કૃતિ ખરા અર્થમાં મુક્ત વિશ્વવિદ્યાલય છે અને શ્રી જોરાવરસિંહ જાદવ આ મુક્ત વિશ્વ વિદ્યાલયના લોકનિયુક્ત કુલપતિ' છે, તેઓ પોતે જ હરતી-ફરતી લોક યુનિવર્સિટી' છે.
વર્ષો પહેલાં લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન, ચૂર (રાજસ્થાન) દ્વારા મેઘાણી સુવર્ણચંદ્રક માટે શ્રી જોરાવરસિંહ જાદવના લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાનને અનુલક્ષીને તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો ત્યારે અમદાવાદમાં જ માન. યશવંતભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને એમને સુવર્ણચંદ્રક એનાયત કરવાનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. પુરસ્કૃત પુસ્તક “લોકસાહિત્યનાં મોતી'ની સમીક્ષા કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું. મેં એ પુસ્તકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.
ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ દ્વારા પ્રકાશિત લોકજીવનનાં મોતી' ગુજરાતના લોકજીવન અને લોકસંસ્કૃતિનું આબેહૂબ ચિત્ર રજૂ કરનાર સચિત્ર અને માહિતી સમૃદ્ધ ગ્રંથ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org