________________
સ્વપ્ન શિલ્પીઓ
નામ નાનજીભાઈ. તે પણ સારા હાસ્યકલાકાર હતા.
શિવદાનભાઈને નાનપણથી સાહિત્ય, ગાવાનો શોખ છે. તે તેમના લોહીના સંસ્કાર છે. તેઓને ભજન, લોકગીત, ગઝલ, ગરબા, દુહા, છંદ ગાવાનો અને સાંભળવાનો શોખ છે. આ તેમની અંતરની લગની છે. આઠ વર્ષની નાની ઉંમરમાં જ તે ગાતા થયા છે. નાનપણમાં પણ તે પદ્ધતિસર તાલબદ્ધ ગાતા. આ નાનપણમાં રોપાયેલ બીજ આગળ જતાં વટવૃક્ષ બન્યું અને ફાલ્યુકલ્યું.
તેઓ આકાશવાણી રાજકોટ કેન્દ્રના બી. હાઇ ગ્રેડના કલાકાર છે. તેમની ૧૫ કેસેટો થઈ છે. તેમ જ સીડી કેસેટો પણ થઈ છે. દૂરદર્શન પરથી પણ તેમના કાર્યક્રમો અવારનવાર પ્રસારિત થતા રહે છે. નામાંકિત ભજનિકોની હરોળમાં તેનું નામ ગૂંજતું થયું છે. તેમણે ઘણા નામાંકિત કલાકારો સાથે ડાયરામાં ભાગ લીધો છે. તેમનો અવાજ સૂરીલો છે.
તેઓમાં નારાયણસ્વામી, કેશુભાઈ બારોટ, જગમાલ બારોટ, નિરંજન પંડ્યા, લક્ષ્મણ બારોટ, ધીરુભાઈ સરવૈયા, હેમંત ચૌહાણ, બિહારી ગઢવી, લલિતા ઘોડાદરા, ફરીદા મીર, મીના પટેલ, દમયંતી બરડાઈ, અરવિંદ બારોટ, રાજુ બારોટ, ગોપાલ બારોટ આવા નામી કલાકારો સાથે ભાગ લેતા રહ્યા છે. આ તેમનું અનુભવનું ભાથું છે.
સરકારશ્રી દ્વારા થતા લોકસાંસ્કૃતિક જાહેર પ્રોગ્રામમાં ભાગ લેતા રહ્યા છે. તેમને બારોટ સમાજમાં જન્મ થવા બદલ ખૂબ ગર્વ અને સંતોષ છે. આ રીતે મા શારદાની તેમના પર કૃપા વરસે છે.
સંપર્ક : ભવાની પાર્ક—૨, ખોડિયારકૃપા, બ્લોક-૨, બજરંગવાડી, સર્કલ સામે, પુનિત સોસાયટી સામે, રાજકોટ.
જાદુકલાકાર
સમનાથ
વિસ્મય પમાડે એવી ડિસેમ્બર ૨૦૦૦ની આ વાત ત્રિવેન્દ્રમ કેરાલાની છે. વિશ્વભરમાંથી આવેલા ૫૦૦ ઉપરાંત જાદુગરો એક રૂખડિયા જેવા અભણ મદારીના ખેલ જોઈ રહ્યા હતા. પાંચ હાથ પૂરી પડછંદ કાયા, માથે ભગવી પાઘડી, પહોળી બાંયનું ભગવા
Jain Education Intemational
૪૩૯
રંગનું પહેરણ, નીચે સફેદ રંગની લૂંગી, ગળામાં અકીક, ટકિયા પારાની ને રુદ્રાક્ષની માળા, રામાપીરના ચકતા, મારવાડી પગરખાં, ધોતી બાસ્તા જેવી દાઢી, આવા મૂછવાળા મદારીએ મોમાંથી એક પછી એક જીવતાં સાપોલિયાં અને વીંછી કાઢીને રંગમંચ ઉપર રમતા મૂક્યા ત્યારે તો ભાઈ મલક આખાના જાદુગરો ભીંતડા પર ચીતર્યા હોય એમ ચીતરાઈ ગયા! જોનારનાં હૃદય ઘડીભર થડકો લેવાનું વીસરી ગયાં. પોતાની જાતને મહાન જાદુગર ગણાવતા અને મૂછે લીંબુ લટકાવીને ફરતા ભલભલા જાદુગરને ભૂ પાઈ દેનાર મદારી બીજા કોઈ નહીં પણ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની વાદી વસાહતના ૭૫ વર્ષની વયના મદારી સમજુનાથ લાલનાથ હતા. જાદુગરો સૌ જૈફ વયના મદારીને ટગર ટગર જોતાં રહ્યા અને ‘વિસ્મય’ એવોર્ડ સમજુનાથે ઝડપી લીધો! દેશ અને દુનિયામાં આ કરમી કલાકારના નામે ડંકો વાગી ગયો.
ગુજરાતના કલાજગતે સંગીત નાટક અકાદમી કે યુવક સાંસ્કૃતિક સેવા પ્રવૃત્તિ વિભાગે જેની નોંધ સુદ્ધાં નથી લીધી એવા ચીંથરે વીટ્યા રતન સમા સમજુનાથને આજથી ૨૦ વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના ગામડાની શેરી વચાળે ખેલ કરતાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશને શોધી કાઢ્યા. એટલું જ નહીં દેશભરનાં રાજ્યોમાં દેશના પાટનગર દિલ્હીના પ્રગતિ મેદાનમાં અને મુંબઈ જેવી મહાનગરીમાં સંખ્યાબંધ કાર્યક્રમો કરાવ્યા અને મદારીની કલા અંગે દૈનિકો, દૂરદર્શન અને પ્રચાર માધ્યમો દ્વારા એમની કલાનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું. આ બધાના પરિણામરૂપે સમજુનાથ કલાજગત પર જાણે છવાઈ ગયા! રાજ્યની લબ્ધપ્રતિષ્ઠ લોકકલા સંસ્થા ગુજરાત લોકકલા ફાઉન્ડેશને ગયા વર્ષે સમર્પિત લોકકલાકારો અને કલાસંસ્થાઓ માટે પણ લોકકલા ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી, જે રાજપૂતપરા રાસમંડળી બાંટવા, ડૉ. રૂપસિંગ શેખાવત, જયપુર (રાજસ્થાન) અને ઝાલાવાડના કલારત્ન સમજુનાથ મદારીને ૨૯ જુલાઈ ૨૦૦૧ના રોજ ટાગોર હોલ ખાતે યોજાયેલ દબદબાભર્યા સમારંભમાં એનાયત કરવામાં આવ્યો. જેમની આંખોનાં તેજ હવે તો ઓલવાવાં માંડ્યાં છે. ઈશ્વરના વિમાનની વાટ જોવાની વેળાએ ધૂળમાં રમનારા શેરીના મદારી સમજુનાથે ગુજરાતને, સૌરાષ્ટ્રને, ઝાલાવાડને અને ધ્રાંગધ્રા નગરને ઊજળાં કરી બતાવ્યાં છે.
આજ અહીં વાચકોને મદારી જગતની સહેલ કરાવવાનો
For Private & Personal Use Only
www.jainelibrary.org