SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ સ્વપ્ન શિલ્પીઓ ૧૦૮ અણિયાળા ખીલા ઉપર ઉઘાડા પગે નૃત્ય કરનાર કલાકાર ત્રણ બાટલીઓ, લોટો ને ગ્લાસ મૂકી નૃત્યની જમાવટ કરે છે. શ્રી જૈન સાત સાત બેડાંનું નૃત્ય કરે છે. શરીર પર અનેક દીપ પ્રગટાવી આરતી નૃત્ય કરે છે. ભારતીય લોકકળાના ઉપાસક આ કલાકારે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં, વિદેશોમાં ભારતીય કલાનો ડંકો વગાડ્યો છે. પછી તેઓ લબ્ધપ્રતિષ્ઠ સાંસ્કૃતિક સંસ્થા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અમદાવાદનું આમંત્રણ સ્વીકારી અમદાવાદ આવ્યા ત્યારે દિનેશ હોલમાં અદ્ભુત કાર્યક્રમ આપ્યો. પછી તે આ સંસ્થાના કાયમી સભ્ય બની ગયા. આવી લોકવિદ્યાઓ રાજેન્દ્ર જૈનને ઘણી સાધ્ય છે. લોકગીત-લગ્નગીત રાજશ્રીદેવી પરમાર રાજશ્રીદેવીબહેન પરમાર એટલે ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લોકકલાવિદ્ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી જોરાવરસિંહ જાદવનાં સપુત્રી. તેમની માતાનું નામ હેમકુંવરબા. તે રાજપૂત જ્ઞાતિની જાદવ શાખામાં અમદાવાદમાં જન્મ્યાં. લોકસંગીતનો વારસો એમને ગળથૂથીમાંથી મળ્યો છે. કુદરતે તેમને કોયલ જેવો કંઠ આપ્યો છે. ગુજરાતના લોકજીવન અને લોકોત્સવો અને લોકગીતો, રાંદેલગીતો, લગ્નગીતો, ભજન અને દુહા, છંદની છાબ ભરી આપી છે. રાજશ્રીદેવીનાં લગ્ન ભાવનગરના લબ્ધપ્રતિષ્ઠ ચિત્રકાર અને રાજ્ય સરકારનો રૂા. એક લાખનો ‘ઝવેરચંદ મેઘાણી’ એવોર્ડ વિજેતા શ્રી ખોડીદાસભાઈ પરમારના સુપુત્ર, શ્રી અમૂલકુમાર સાથે થયાં. તેમના પતિ અમૂલકુમાર સારા તસ્વીરકાર અને વિડિયોગ્રાફર છે અને રાજશ્રીદેવી સાથે ‘તાલગુલાલ' નામે રાસગરબાનું ગ્રુપ ચલાવે છે અને આ સંસ્થાના ઉપક્રમે લગ્નગીતો, સાંઝીનાં ગીતો અને ફટાણાંના રસઝરતા કાર્યક્રમો આપે છે. લોકકલા ફાઉન્ડેશનમાં જોડાયા પછી એમના કાર્યક્રમને પાંખો ફૂટી. પોતાના કાર્યક્રમના આરંભે ધીંગીધરાના લોક સંગીતકાર શ્રી પ્રાગજીભાઈ પટેલ પાસે પાંચ વરસ સુધી લોક સંગીતનો અભ્યાસ કરી ડાયરા, આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમ ક્ષેત્રે પદાર્પણ કર્યું. પછી રાજશ્રી કેસેટ્સ તરફથી અને તેમણે રાંદેલગીતોની વિવરણ સહિતની કેસેટ બજારમાં મૂકી. આ પછી તો “ઊંચી રબારણ” “પરથમ પહેલાં સમરીએ” “હાલો માનવીઓ મેળે', માધવાનંદ સ્વામીનાં ભજનો’ આમ એક પછી એક કેસેટ બજારમાં આવતી ગઈ. વનમેન શો અને કેસેટોની રજૂઆત બાદ બેંગલોર ગુજરાતી સમાજના નિમંત્રણથી ગુજરાત રાજ્યના ઉપક્રમે તેઓ બેંગલોરમાં ગયાં અને ત્યાં યોજાયેલ લોકડાયરામાં લોકગીતની રજૂઆત કરી પછી તો તેની પ્રશંસાના શ્રોતાવર્ગ તરફથી ઢગલાબંધ પત્રો આવ્યા. | દિલ્હી, બેંગલોર, કલકત્તા, પૂના, મદ્રાસ, સુરત, ભાવનગર, કંડલા, રાજકોટ, ભૂજ જેવાં અનેક શહેરોમાં કાર્યક્રમો આપી લોકચાહના પ્રાપ્ત કરી છે. અમદાવાદ ખાતે યોજેલ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' પ્રસંગે હસ્તકલા કારીગરોને એવોર્ડ આપવા નિમિત્તે યોજાયેલ સમારંભમાં હાજર રહેલા ગુજરાતના ગવર્નર શ્રી રામકૃષ્ણ ત્રિવેદીએ રાજશ્રીદેવીના સૂરીલા કંઠે લોકગીત સાંભળી આનંદથી અભિનંદન આપ્યાં હતાં. વિશ્વના ૭૫ જેટલા દેશોમાં રત્નની પેઢી ધરાવનાર મુંબઈના વિશ્વવિખ્યાત ઝવેરી કીર્તિલાલ મહેતાના પરિવારમાં લગ્નઉત્સવ પ્રસંગે કાઠિયાવાડી લગ્નગીત ગાવા રાજશ્રીદેવીને ખાસ આમંત્રણ મળેલ. - ગુજરાતને વિશાલા હોટેલ આપનાર શ્રી સુરેન્દ્ર પટેલનાં દીકરીનાં લગ્નપ્રસંગે રાજશ્રીદેવીએ લગ્નગીત અને ફટાણાં રજૂ કરી જાનૈયા, માંડવિયાને ભારે મોજ કરાવી, આમ ફટાણાં ગાઈને તો રાજશ્રીદેવી ડાયરાને મોજ કરાવે છે પણ કન્યાની વિદાય વેળાએ જ્યારે ગીત ગાય છે : “દાદાને આંગણે આંબલો, આંબલો ઘોર ગંભીર જો, દાદાને વહાલા દીકરા, અમને દીધાં પરદેશ જો.” આ ગીતમાં કન્યાનું હૃદય કેવું દ્રવે છે, કરુણતા છવાઈ જાય છે. આ ગીત ગાઈ રાજશ્રીદેવી સાંભળનારનાં હૈયાં ભારેખમ બનાવી દે છે. કરુણતા છવાઈ જાય છે. સંપર્ક : પરમાણંદ ભવન, કાળુભા બસ સ્ટેન્ડ સામે, કાળાનાળા, ભાવનગર-૨ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy