________________
સ્વપ્ન શિલ્પીઓ
તેઓને લોહીના સંસ્કારને કારણે ગાવાનો પહેલેથી શોખ હતો. નાનામોટા કાર્યક્રમમાં હાજરી આપતા. નવરાત્રિમાં ગરબા ગવરાવે એમ કરતાં ભજન તરફ વળ્યા અને સારા ભજનિક થયા. કંઠ પણ મઝાનો છે. તેઓ પ્રખ્યાત ભજનિક કનુ જગમાલ બારોટ, કનુભાઈ રાજ્યગુરુ, અમરનાથ નાથજી, પ્રાણલાલ વ્યાસ, મુગટલાલ જોશી, કેશુભાઈ બારોટ, અમરદાસ ખારાવાળા, હેમલતા પરમાર, ભારતીબહેન કુંચાલા, દિવાળીબહેન ભીલ જેવાં ધુરંધર કલાકારો સાથે ભાગ લેતા રહ્યા છે અને તેમાંથી તેમને ખૂબ અનુભવ મળ્યો અને તેથી જ તેમણે સારી લોકચાહના મેળવી છે. આમ નાનામોટા કાર્યક્રમ કરતાં મુંબઈ સુધીના ટિકિટ શો સુધી પહોંચી ગયા. સંપર્ક : મહાકાળી સોસાયટી, સિલ્વર પાર્ક, ગોંડલ.
લોકસાહિત્ય-લગ્નગીતોના કલાકાર
મીઠાભાઈ પરસાણા
મીઠાભાઈ પરસાણાનો જન્મ
પટેલ જ્ઞાતિની પરસાણ શાખામાં થયો.
તે રાજકોટમાં ગુંદાવાડીમાં રહેતા.
તેઓ મેટ્રિક સુધી ભણ્યા. પછી કરણસિંહજી હાઇસ્કૂલમાં માસિક રૂા. ૨૦ના પગારથી શિક્ષકની નોકરી સ્વીકારી પછી બધા તેને મીઠા માસ્તર નામે ઓળખતા.
મીઠાભાઈને લોકસાહિત્ય તરફ લઈ જવામાં નાનપણમાં બાયું, બહેનો જે રાસ, ગરબા ગાય, લગ્નગીતો ગાય, તેમના આતા વાર્તાયું માંડે તે તેમને ખૂબ ગમતાં અને મીઠાભાઈ લગ્નગીતો ગાતા થયા તે રાસમંડપ રમતા. તેમાંથી તેમને ગાવાની પ્રેરણા મળી. ‘હવાઈચકરી’ તેમની ખાસ વિશિષ્ટતા છે. જૈફ વયે પણ તેઓ ‘હવાઈચકરી' મારી શકતા!
મેટ્રિક સુધી ભણીને પણ તેમની મૂળ વેશભૂષા ચાલુ રાખી’તી. પાસાબંધી કેડિયુ, સુરવાલ અને પાઘડી તેમણે જીવન પર્યંત પહેર્યાં હતા. નોકરી છોડ્યા પછી જાહેર કાર્યક્રમો આપવા શરૂ કર્યા. ૧૯૬૫માં તેઓ રશિયા ગયા. ત્યાં તાસ્કંદ, સમરકંદ, મોસ્કો, લેનિનગ્રેડ વગેરે નગરોમાં કાર્યક્રમ આપ્યા પણ ત્યાં કોઈ ગુજરાતી તો સમજે નહીં પણ હાલરડાં, લગ્નગીતો ગુજરાતીમાં ગાઈને એ જ ઢંગઢાળમાં અંગ્રેજીમાં અભિનય સાથે રજૂ કર્યાં અને શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા.
Jain Education Intemational
૪૩૫
સને ૧૯૫૫માં પૂર્વ આફ્રિકા, કંપાલા, નાઇરોબી, મુમ્બાસા, દારેસલામ, ઝાંઝીબાર અને મબાલેથી કબાલે સુધી કાર્યક્રમ આપ્યા.
મીઠાભાઈ મેટ્રિક ભણતા હતા ત્યારે મેઘાણીભાઈ અને ગોકળદાસ રાયચુરાના પરિચયમાં આવ્યા. રાયચુરાના પ્રમુખપદે એકવાર વડોદરામાં મીઠાભાઈનો લોકસાહિત્યનો કાર્યક્રમ હતો ત્યારે તેમને મોઢે લગ્નગીતો સાંભળી રાયચુરા બોલી ઊઠ્યા “મીઠાભાઈ ! તમારા કંઠે લગ્નગીતો સાંભળી આજ મારા કાળજામાં ૬૦ વર્ષે ફરી પરણવાના કોડ જાગ્યા!”
લોકકલાકાર મીઠાભાઈની કલાની કદર કરીને ગુજરાત સરકારે અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશને ગૌરવ પુરસ્કાર આપ્યો.
મીઠાભાઈ જોરાવરભાઈને કહેતા, “જોરાવરભાઈ! મારી એક મહેચ્છા છે. અમદાવાદમાં જાહેર જનતા પાસે ‘પ્રવીણ સાગર' ગ્રંથની સાત દિવસ કથા કરવી અને બીજો કાર્યક્રમ નાયિકાભેદ અને શૃંગારરસનો કરવો છે.” સંપર્ક : ગુંદાવાડી, રાજકોટ.
અગ્નિનૃત્ય કલાકાર
રાજેન્દ્ર જૈન
લોકનૃત્ય એ ભારતીય લોકસંસ્કૃતિનું મહામૂલું નજરાણું છે, જ્યારે સંસ્કૃતિનું પારણું બંધાણું હશે ત્યારે લોકનૃત્ય કળાનો જન્મ થયો હશે. લોકનૃત્ય અતિ પ્રાચીન સંસ્કૃતિ છે તે શિષ્ટ સમાજ અને આદિવાસીઓમાં પણ છે.
લોકોત્સવ, મેળા, જન્માષ્ટમી, હોળી જેવાં પર્વમાં સૌ સાથે મળી લોકનૃત્ય કરે છે. આમ તો રાસ, ગરબા પણ એક રીતે લોકનૃત્ય જ છે ને! હવે તો લગ્ન જેવા પ્રસંગે પણ લોકનૃત્યના પ્રોગ્રામ યોજાય છે.
For Private & Personal Use Only
ધગધગતા અંગારા પર ચાલવાની વિદ્યા લક્ષદ્વીપ ટાપુના આદિવાસીઓને જ સાધ્ય છે એવું નથી, ગુજરાતના આદિવાસીઓને પણ આ વિદ્યા વરેલી છે.
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓને આ વિદ્યા વરેલી છે.
www.jainelibrary.org