________________
સ્વપ્ન શિલ્પીઓ
મેં કહ્યું : “ધીરુભાઈ! મેં ફોટો અને પરિચય જ મંગાવ્યા છે. પૈસા નહીં તો તેમનો જવાબ હતો હવે મેં મોકલી દીધા છે. સ્વીકારી લેશો.”
એક બીજો પ્રસંગ. કાનજી ભુટા બારોટના લાભાર્થે ચલાળા મુકામે ડાયરો હતો. તેમાં પણ ધીરુભાઈએ મોટી રકમની સખાવત કરી. આવા ઉદારદિલ કલાકાર મારા અનુભવમાં તો નથી પણ કમાવું અને તેને સન્માર્ગે વાપરવું એ બીજી વાત છે. લાયક માણસની કદર કરવી એ ત્રીજી વાત છે. કવિ-કલાકારમાં આ ગુણ ભાગ્યે જ હોય. ધીરુભાઈ ઉપરથી મને કવિ હરનાથની વાત યાદ આવે છે. હરનાથ ઘણા સારા વિ હતા અને જેને અકબરે મહાપાત્રની પદવી આપી હતી તેવા નરહિર બારોટના તે પુત્ર હતા. તેને સન્માનમાં હાથી, ઘોડા, રથ, પાલખી પણ મળતાં. એકવાર આમેર નરેશ સવાઈ માનસિંહને બે દુહા કહ્યા.
બલી બોય કીર્તિ લતા, કરણ કિર સિદ્ધપાન, સીંચી માન મહિપને, જબ દેખી કુમલાત, જાતિ જાતિ ને ગુન અધિક, સુન્યો ન કબહુ કાન, સેતુ બાંધી રઘુવીર તરે હેલો દે નૃપ માન.
આ સાંભળી માનસિંહજીએ એક લાખ અશરફી દાનમાં આપી. મોજ લઈ હાથી ઉપર બેસી ઘેર જતા હતા ત્યારે અચાનક નાગપાસ મળ્યા અને એક દુહાથી કવિને બિરદાવ્યા.
દાન પાય દોનો બઢે, હિરને હરનાથ, ઉને બઢાયે બંગડી, ઇને બઢાયે હાથ.
આ દુહો સાંભળી કવિએ જે એક લાખ અશરફીની મોજ મળી હતી તે નાગપુત્રને આપી દીધી.
આવી ઉદારતા રહીમ કવિમાં હતી. તે જે મળે તે છૂટથી વાપરી નાખતા. તેનું રસોડું ગરીબ–ગુરબા માટે અવિરત ચાલુ રહેતું અને તે લાડવામાં સોનામહોર મૂકી ગુપ્ત દાન આપતા અને આખું વરસ જે ભેગું કર્યું હોય તે વરસમાં એક બધું દાનમાં આપી દેતા!
સંપર્ક : તા.-લોધિકા, જિ. રાજકોટ મુ. ખીરસરા (રણમલજી)
ભજનિક કલાકાર નિરંજન પંડ્યા
નિરંજનભાઈ પંડ્યાનો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિની પંડ્યા શાખામાં તા. ૧૭-૫-૧૯૫૫ના રોજ જેતપુર મુકામે નાનાલાલ
Jain Education International
બાપાને ત્યાં થયો હતો. તેમના માતાનું નામ અનસૂયાબહેન. તેઓએ બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે.
૪૩૩
તેઓ રેડિયો, ટી.વી.ના જૂના કલાકાર છે. તેઓએ અનેક શહેરોમાં કાર્યક્રમ કર્યા છે. હાલ જે પ્રખ્યાત ભજન સરવાણીના ગાયક છે તેમાં નિરંજનભાઈનું નામ પણ મોખરે છે.
પૂ. મોરારિબાપુના સાન્નિધ્યમાં ઘણીવાર કાર્યક્રમ કર્યા છે. મોરારિબાપુ નિરંજનભાઈના ચાહક છે. જ્યારે પૂ. બાપુની કથા માનસરોવર હતી ત્યારે નિરંજનભાઈને પણ સાથે તેડી ગયા હતા, ઉપરાંત આફ્રિકા, લંડન, અમેરિકા, દુબઈ, અબુધાબી, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેના પ્રવાસમાં પણ નિરંજનભાઈ સાથે રહ્યા હતા.
આ ઉપરાંત મોટે ભાગે ભારતના અને ગુજરાતના તમામ શહેરોમાં પ્રોગ્રામ કરી ચૂક્યા છે. પૂ. નારાયણસ્વામી, કહાનદાસ બાપુની સાથે પણ સંતવાણીના કાર્યક્રમો કર્યા છે. નિરંજનભાઈને હું ઘણાં વરસથી ઓળખું છું. તે નાની વયથી જ સારું ગાય છે, પણ મેં તો ત્યારે આગાહી કરી હતી “આ ભાઈ મોટા થતાં સારા કલાકાર બનશે.' અને તે પણ સાચી પડી. તેમની ઓડિયો, વિડિયો, સીડી કેસેટો પણ ઘણી થઈ છે. સંપર્ક : જૂનાગઢ રોડ, પરામાં, જેતપુર
લોકગીત ભજનિક કલાકાર પૂનમબહેન બારોટ
પૂનમબહેન બારોટનો જન્મ મોરબી મુકામે તા. ૩૦-૧-૭૨ના રોજ જયંતભાઈ દેવરાજભાઈ બારોટને ત્યાં થયો હતો. તેઓ ચારણોના બારોટ છે. જયંતભાઈ પણ શિક્ષણશાસ્ત્રી અને સંગીત વિશારદ છે અને તેમણે જ પૂનમબહેનને સંગીતનું જ્ઞાન ઘૂંટીઘૂંટીને પાયું છે. તેમનાં માતા નિર્મળાબહેન પણ શિક્ષિકા અને કવિયત્રી હતાં. તેમના દાદા દેવરાજભાઈ પણ સારા ભજનિક હતાં. અને માતૃપક્ષે દાહાબાપુ રાજકવિ અને શીઘ્રવિ હતા. તેમણે તો ભૂજની
For Private & Personal Use Only
www.jainelibrary.org