SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. કાશીરામભાઈએ આ ઉંમરે જોરાવરભાઈ સામે ભવાઈ વેશ પણ કર્યો. આમ સમાજમાં ભવાઈનું આગવું સ્થાન હતું અને તે વખતે મનોરંજનનું મુખ્ય સાધન જ એ હતુંને? પણ આજ આ કળા વિલોપાતી જાય છે–ગઈ હવે માત્ર કેસેટો કરવાથી કે ફોટોગ્રાફ લેવાથી આ વારસો જળવાઈ રહે તેવું લાગતું નથી. કેસેટો અને ફોટોગ્રાફ લેવાથી પણ શું? ભૂતકાળમાં આવી કળા હતી તે બતાવવા પૂરતું જ ને? લોકસાહિત્ય-હાસ્ય કલાકાર ગુલાબદાન બારોટ ગુલાબદાન બારોટનો જન્મ વહીવંચા બારોટ જ્ઞાતિમાં તા. ૪-૨૧૯૫૨માં વવાણિયા ગામે થયો હતો. તેના પિતાનું નામ ભીમજીભાઈ. તેઓ પણ સારા સાહિત્યકાર અને વાર્તાકાર હતા. તેમનો અભ્યાસ નોનમેટ્રિક સુધીનો છે, પણ તેઓ ફોરેસ્ટર છે, તે હાસ્યરસના કલાકાર તો છે પણ લેખક, કવિ અને સંશોધક પણ છે. તેણે સાહિત્યસર્જનમાં “બોરીચાની બાવન શાખા” નામનું પુસ્તક લખ્યું છે. કવિતાસંગ્રહ, હિન્દુ શાસ્ત્ર વિષે તમામ ધર્મોની સભર માહિતી સાથે દળદાર ગ્રંથપુસ્તકો પણ પ્રગટ થશે. તેઓ ઇ.ટી.વી., જી.ટી.વી. અને દૂરદર્શનમાં અનેક કાર્યક્રમ આપે છે. સીડી કેસેટો પણ થઈ છે અને તેમની ઓડિયો, વિડિયો કેસેટો બજારમાં ઉપલબ્ધ છે. સ્ટેજ પ્રોગ્રામ તો સતત ચાલુ છે જ. તેઓએ દુબઈ, શારજાહ અને આફ્રિકામાં વનમેન શો કરેલા છે. ભારતમાં ગુજરાતમાં તો અનેક પ્રોગ્રામ આપ્યા છે પણ દિલ્હી, મદ્રાસ, બેંગલોર, કલકત્તા અને મુંબઈમાં પણ અનેક પ્રોગ્રામમાં ભાગ લેતા રહ્યા છે. તેમનો શોખ સંગીત, લેખન, ગીત, ગઝલ, ભજન, દુહા, છંદ, પિંગળ સાહિત્ય સાથે ઐતિહાસિક સંશોધન, ધાર્મિક સંશોધન, લોકસાહિત્ય અને મૌલિક હાસ્ય. ગુલાબદાન કહે છે. “એક વાત ન ભૂલો કે હાસ્યની” ૪૨૯ જનેતા વેદના છે. જો તમે જીવનમાં વેદના ભોગવી હશે તો તમે સારા હાસ્યકાર થઈ શકશો. લોકસાહિત્યકાર કે સર્જક થવા ખૂબ વાંચો, સાંભળતાં શીખો અને પછી જ સ્ટેજ પર જાવ. નવોદિત કલાકારે આ ગાંઠ બાંધવા જેવી છે.” સંપર્ક : ગાંધીગ્રામ, શ્યામનગર મેઇન રોડ, ગિરિરાજ મંડપ સર્વિસ સામે, રાજકોટ | ભજનિક કલાકાર જગમાલ બારોટ જગમાલ બારોટનો જન્મ તા. ૨૫-૫-૧૯૫રના રોજ જામખંભાળિયામાં બારોટ જ્ઞાતિમાં થયો. તેમના પિતાનું નામ વાલજીભાઈ. માતાનું નામ રંભાબહેન. તેઓ બોરીચા આહીરના બારોટ એટલે તેને જન્મથી આ સંસ્કારો મળ્યા હોય તે સ્વાભાવિક છે. તેઓ આઠ ધોરણ સુધી જ ભણી શક્યા છે, પણ ભણતરને અને કલાને શો સંબંધ? નાનપણથી જ તેમને ભજનો ગાવાની રૂચિ. તેની સાથે ગળાની બુલંદી. ચોમાસાની ઋતુમાં ગાતો હોય તો મોરલા ભૂવો ખાય સામી સામી ગળકું દે–પડછંદા પડતા હોય. એમાં મુંબઈના સંત શ્રી કહાનદાસ બાપુનો આધાર મળ્યો. જગમાલભાઈ કહાનદાસ બાપુને કલાગુરુ માને છે અને તેથી તે આગળ વધતા રહ્યા. આજે પોતે જે છે તે કહાનદાસ બાપુના પ્રતાપે છે એમ તેઓ માને છે. “ગુરુ વગર જ્ઞાન સંભવે નહીં.” પૂ. કહાનદાસ બાપુના સત્સંગથી તેમના જીવનમાં વળાંક આવ્યો અને સંપૂર્ણ ભજનના રંગે રંગાયા. પછી તો તેની કળાની સુવાસ ચોમેર ફેલાણી. આકાશવાણી રાજકોટ-અમદાવાદ-ભૂજ ઉપરથી તેઓના કાર્યક્રમો પ્રસારિત થતા રહ્યા. આ સમયમાં ડાયરા છેક સૌરાષ્ટ્રથી મુંબઈ સુધી યોજાતા રહ્યા અને જગમાલભાઈ તેમાં ભાગ લેતા રહ્યા. તે વખતે ઓડિયો કેસેટોનો પણ વાયરો વાયો. જગમાલભાઈની ૧૦૧ ઉપર ઓડિયો કેસેટો થઈ અને હાલ સીડી-કેસેટના યુગમાં તેમની સીડી-કેસેટોનાં આલ્બમ અનેક થયાં. તે ટી.વી.ની જુદી જુદી ચેનલો પરથી અવારનવાર પ્રસારિત થાય છે. તેઓ અનેકવાર વિદેશપ્રવાસ પણ કરી આવ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy