________________
૪૨૮
કાશીરામભાઈ જણાવે છે “મારી નજર અસાઈતના વેશ પર પડી. માંડણ નાયકે લખેલા ઝંડા ઝૂલણ પર પડી. મેં તે પાત્ર તૈયાર કર્યું અને પહેલા પહેલા પરબની જગ્યામાં મેં તે વેશ ભજવ્યો. ઝંડાના વેશે મને કચ્છ, કાઠિયાવાડ નહીં પણ ઇરાન, ઇરાક અને ફ્રાંસ સુધી કીર્તિ અપાવી અને ૬૨ વર્ષની ઉંમર સુધી આ વેશ કરતો રહ્યો. પછી જોરાવરભાઈ અને મિત્રોની હાજરીમાં ૭૪ વરસની વયે ઝંડાનો વેશ પહેર્યો”. સુરવાળું ઘેરદાર જામો, કસોવાળું અંગરખું, કબજો ભેટ, ઉપર ટોપ પહેર્યો, મોઢા ઉપર દાઢી, કાનમાં એરિંગ, ગળામાં માળા કાંડે કાંડિયાં, બે હાથમાં તલવાર, કાશીરામભાઈની કાયામાં જાણે જુવાનીએ પ્રવેશ કર્યો.!
પછી કહે “આવો હૈયાં હલાવી નાખે એવો રંગબેરંગી વેશ પહેરીને હું એવું ઝંડાનું આવણું એવું જોરદાર કરતો કે જોનારના હૈયાં થંભી જાય.”
જોરાવરભાઈ કહે : “આવણાની વાત તો કરો!”
“આ વેશ પહેરી ચોરાની દશ-પંદર ફૂટ પડથાળ પર ઊભો રહી ત્યાંથી ઠેકડો નાખી મેદાનમાં આવતો. કેલ્વે ૧૮ તલવાર બાંધી હાથમાં બે તલવાર લઈ ગોળ ગોળ ફરતો. જમીન સાથે તલવાર ટેકવી દાઢીએ અણી ભરાવી વાળી નાખતો, મારો ઝંડાનો વેશ અજોડ હતો.”
“તમારું મંડળ કયા કયા ભવાઈવેશ ભજવતું?”
જોરુભાઈ! એ જમાનાની વાત જ જુદી. ગામડાંની પ્રજાને ભવાઈકલામાં ભારે રસ. ગાડી લઈ તેડવા આવે. ખૂબ સાચવે. એ વખતે અમે ઝંડોઝૂલણ, કેરબો, છેલબટાઉ, પૂરબિયો, કૃષ્ણલીલા, મોર કળા, મૈયારી, રામદે, જસમા ઓડણ, કાબો, મણિયારો, વણઝારો, ગોરખ મઢી, વામન મઢી, રામદેવ, સુલૂણા રામ-લક્ષ્મણ, રાવણ, કુંભાર, મિયાંબીબી, કજોડાનો વેશ, કન્યાવિક્રય, કાબોકાબી-આવા વેશો ભજવતા. આ વેશોની રાગરાગણી પણ જુદી જુદી.”
“ભવાઈમાં સંવાદ, ગીત અને ભૂંગળ મહત્ત્વનાં છે. ભૂંગળ વાગવાના પણ ચાર પ્રકાર છે. તે વગાડનાર ભંગળિયા કહેવાય છે.”
ભવાઈમાં સ્ત્રીપાઠ કરનાર માતાજીના ખેમાં કહેવાય છે.”
હજુ થોડાં વર્ષો પૂર્વની વાત છે. ભવાઈકલાકાર જયશંકર સુંદરીનો તે દિ' ડંકો વાગે, એમનાં નાટકો મુંબઈમાં
સ્વપ્ન શિલ્પીઓ. ટંકશાળ પાડતાં. જયશંકર સુંદરી જે ઢબની સાડી પહેરતા તે જોવા મુંબઈની શેઠાણીઓ આવતી.”
“ભવાઈવેશમાં ત્યારે કેવાં નૃત્ય થતાં?”
ગીત, સંગીત અને નાચ ભવાઈના પ્રાણ હતા. “જાંગી નામ' આ નાચ નાચતાં પગના ઘૂઘરા વગાડે. “લાંક ભમરી’ મોરનૃત્ય ભવાઈમાં સાત બેડા માથે મૂકી રમવાનું ભારે મહત્ત્વ, કલાકાર સાત બેડાં લઈ રમે.”
“આ સિવાય “શીશાનૃત્ય”—આ નૃત્ય પણ ખૂબ જાણીતું છે. કલાકાર માથા પર કાચની શીશો મૂકી નૃત્ય કરતા.”
ભમરી નૃત્ય કેમ કહ્યું હશે?”
“તમે ભમરી જોઈ હશે. ભમરી પછાટ ખાય એટલે જમીન પર ગોળ ગોળ ફરવા માંડે. આવા નૃત્યને ભમરી નૃત્ય કહીએ છીએ. આમાં બધે જીવ સટોસટીના ખેલ હતા.”
“ભવાઈ કલાકાર થવું અઘરું છે. વેશ પહેરી લેવાથી કલાકાર નથી થવાતું અને ૯ નાયિકાભેદ, ૩૦ ભેદ અભિનય દર્શાવતાં આવડવું જોઈએ.”
ભવાઈના પણ નિયમ છે. “યતિ' સાધુ જેવા નિયમો પાળવા પડે. ગામડે ગામડે ફરવાનું, રાત બધી જાગવાનું. જે મળે તે ખાવાનું. ભોંયતળિયે પથારી, બ્રહ્મચર્ય પાળવું પડે, રમવા નીકળ્યા પછી ઘેર જવાય નહીં, એકલા સૂવાય નહીં, એકલા ક્યાંય જવાય નહીં. બાઈ માણસ સામે ઊંચી આંખ કરાય નહીં.
“તમારા ભવાઈવેશોની લોકોમાં અસર કેવી થતી?”
“પહેલાં ભવાઈ વેશની જબરી અસર હતી. રાણપુરભેંસાણના બાબી દરબારને ઘરવાળા સાથે અબોલા હતા. એવામાં જવલા બેચરિયાનું મંડળ ત્યાં રમવા ગયું. તેણે મીયાંબીબીનો વેશ કર્યો. આ જોઈ બેય માણસના અબોલા તૂટી ગયા. એ પછી ભવાયાને બોલાવી આ વેશ કરાવતા.”
“એ જમાનામાં દીકરીઓની ભારે અછત? પૈસા લઈ દીકરીઓને પરણાવતા. ગીરકાંઠાના એક ગામમાં દીકરીને પૈસા લઈને મુંબઈ પરણાવી. તે છેવટે વેશ્યા બની.
“આ પછી તે ગામમાં ‘કન્યાવિક્રયનો ખેલ થયો. દીકરીનો બાપ પોકે પોકે રોયો અને ભવાઈ કલાકારને પગે પડ્યો. પશ્ચાત્તાપ કરી સાધુ થયો. આમ ભવાઈ વેશો સમાજ સુધારાનું કામ પણ કરતા.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org