________________
સ્વપ્ન શિલ્પીઓ
કરસનભાઈનો પરિવાર કવિશ્રી શંકરદાનજીના સંપર્કમાં હતો. તેથી કદાચ કરસનભાઈમાં લોકસાહિત્યનાં બીજ રોપાયાં હશે. તે પછી તો તે ફાલીફૂલી વટવૃક્ષ બન્યું હશે. એ વખતના કરશનભાઈ લોકગીતના સારામાં સારા ગાયક હતાં. છંદ, દુહા તો તેમને સાધ્ય હતા.
કરશનભાઈ જ્યારથી આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શરૂ થયું ત્યારથી તેના કલાકાર હતા, ત્યારે તો રેડિયોનું ઘણું ચલણ. કરસનભાઈ ગાતા હોય એટલે આખા રેડિયોમાં છવાઈ જતાં. પછી તો તે આકાશવાણીના એ વર્ગના કલાકાર થયા હતા અને સ્વરપરીક્ષા લેનાર ઓડિશન કમિટિના પણ સભ્ય હતા.
તેમની કેસેટો તો થઈ છે જ. ટી.વી.ની ચેનલોમાં પણ આવી ગયા છે.
તેમણે શ્રી રતુભાઈ અદાણીના સાન્નિધ્યમાં અક્ષયગઢ કેશોદ ટી.બી. હોસ્પિટલમાં પણ ઘણાં વરસ સેવા આપી. તેમાંથી નિવૃત્તિ લઈ હાલ વઢવાણ સુરેન્દ્રનગર રહે છે. મારા ખૂબ જૂના મિત્ર છે. તેઓ મારા પ્રોગ્રામમાં અવશ્ય હાજર રહેતા જ. મારા મુંબઈના અને જૂનાગઢના ડાયરામાં તેઓ હાજરી આપતા. કરસનભાઈ જૂની પેઢીના કલાકાર છે. શ્રી જયમલ્લ પરમારે ‘લોકસાહિત્ય પરિવાર મિલન'ની શરૂઆત કરી કરસનભાઈ તેના પણ સભ્ય હતા અને જ્યાં જ્યાં આ પરિવાર મિલનના કાર્યક્રમ યોજાતા તેમાં અચૂકપણે તેઓ હાજર રહેતા.
કરસનભાઈના એક ભાઈ ડોક્ટર છે. કરસનભાઈની ઉંમર પણ હવે ૮૦ વરસ આસપાસ હશે.
નાથા વોરાની શેરી, રબારીના નેહમાં, વઢવાણસુરેન્દ્રનગર. .
કથાકાર કલાકાર
કનુભાઈ રાજ્યગુરુ
જન્મ
કનુભાઈ રાજ્યગુરુ. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના તાજપુર ગામે કૌશિક ગોત્રીય ઔદીચ્ય
સહસ્ર
બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રિયશ્રી નાગરદાસજીને ત્યાં
સ્મરણીય
Jain Education International
૪૨૫
તપસ્વિની માતા નર્મદાબાની કૂખે ૧૯૫૦ના ડિસેમ્બર માસર્ન ૧૬મી તારીખે થયો.
કર્મકાંડી અને ભજનાનંદી પિતાશ્રી દ્વારા જ સંગીતજ્ પ્રારંભિક જ્ઞાન પુત્ર કનૈયાલાલ કનુભાઈ રાજ્યગુરુને પ્રાપ્ત થયું સને ૧૯૬૫ સુધીમાં તેમણે તાજપુર, બોટાદ, બરવાળા અને મહુવામાં ધોરણ ૯ સુધીનો અભ્યાસ કરીને સૌરાષ્ટ્રના આ સંત ગંગાજીના કિનારે ભગવાન વિશ્વનાથની નગરી કાશીપુરીમાં શ્ર સંપૂર્ણાનંદજી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં શાસ્ત્રી સુધી ભણીને શાસ્ત્રીની ઉપાધિ પ્રાપ્ત કરી. વિદ્યા, અધ્યયન કરીને વતનમાં પરત ફરી ૧૯૬૮થી કથા વાંચવાનો પ્રારંભ કર્યો. પ્રથમ કથા પોતાની જન્મભૂમિમાં શ્રાવણમાસમાં વ્રત, નિયમોના પાલન સાથે ગ્રામજનોને એક માસ સુધી સંભળાવેલ.
રાજ્યગુરુજીના કંઠમાં કામણ છે. આકાશવાણી રાજકોટ દ્વારા લોકો માણતાં હતાં. ૧૯૬૯માં એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ તેમના કંઠને કેદ કરી ગ્રામોફોન રેકર્ડ દ્વારા સમાજમાં પહોંચાડી ત્યારબાદ તેમની ઇ.પી. અને એલ.પી. રેકોર્ડ પણ બની.
ધારપીપળા ગામના જોશી પરિવાર શ્રી મકનજીભાઈ હરખજીભાઈ જોશીની ભક્તિમતિ સુપુત્રી ક્ષમાબહેન સાથે સને ૧૯૭૦માં લગ્ન થયાં અને ચિ. દીપકભાઈ તથા ચિ. હર્ષાબહેન એમ બે સંતાનના પિતા થયા.
સૌરાષ્ટ્રની ધરતી ઉપર દુષ્કાળ આવ્યા જ કરે છે. તેથી તેઓ શ્રી રોજીરોટીના પ્રશ્ને સુરત પધાર્યા અને હીરાના વ્યવસાયમાં સંકળાયા. હીરા ઘસવાનું મજૂરી કામ શરૂ કર્યું પણ સંતત્વ-સાધના અને સાધુતાથી ચમકતા આ હીરાને હરિએ વિશ્વકલ્યાણ માટે મોકલ્યા હતા.
પરોઢ થતાં પહેલાં રાત્રિનો અંધકાર ભયંકર રીતે સર્વત્ર છવાયેલો હોય છે પણ તેની સમયમર્યાદા હોય છે. સુરતના બાલાજી રોડ રામજીમંદિરના ગાદીપતિ શ્રી મહામંડલેશ્વર સ્વામી શ્રી જયરામદાસજી બાબાએ આ હીરાને પારખ્યો અને તેમના સહયોગથી સમાજને સુંદર વિચારો આપવાનું સદાવ્રત શરૂ કર્યું. સાત વર્ષ સુધી એક જ જગ્યાએ રામજીમંદિરના હોલમાં કથા કરી. ભાદ્રપદ પૂનમથી આસોમાસની શરદપૂર્ણિમા સુધી શ્રી રાજ્યગુરુજી હિમાલયમાં કેદારનાથ રહીને સાધના
કરતા હતા. આવાં સાત વર્ષ સાધના કરી.
પૂ.શ્રીના ધીરજ, ખંત, સહનશીલતા, આત્મવિશ્વાસ,
For Private & Personal Use Only
www.jainelibrary.org