SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ “કદમ સ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” ઠક્કર, ૨૦૦૬માં નવી મુંબઈમાં મોહનભાઈ વિષ્ણુદાસ હોલમાં અનેક મહાનુભાવોની હાજરીમાં અમુદાનભાઈનો પ્રોગ્રામ કરેલ. ડાયરામાં પ્રફુલ્લ દવેએ હાજરી આપી ડાયરાને ઊજળો કરેલ. આ વખતે અમુદાનભાઈને રૂા. બે લાખની થેલી અર્પણ કરેલ. મુંબઈમાં અનેક ડાયરા ગજવી સોરઠની ધરાના અવાજની, શબ્દોની તાકાતથી ગુજરાતી સમાજને ડોલાવી દીધો છે. અમુદાનભાઈની જીવનયાત્રા સફળ હો. મુંબઈમાં જે સમ્માન થયું તેની અનેક દૈનિકોએ મોટા અક્ષરે નોંધ લીધી છે. સંપર્ક : ‘સૂરપ્રતિભા’ શિવનગર, શિવમંદિર પાસે, જોશીપુરા, જૂનાગઢ ભજન-લોકગીતના કલાકાર અભેસિંહ રાઠોડ અભેસિંહ રાઠોડનો જન્મ રાજપૂત જ્ઞાતિ રાઠોડ શાખામાં તા. ૩-૧૧-૧૯૫૨ના રોજ થયો. તેમના પિતાનું નામ માવુભા. તેઓનો અભ્યાસ બી.એ.,બી.એડ્. ગુજરાતી અને સંસ્કૃત સાથે. તેઓ ભરૂચની સાધના હાઇસ્કૂલમાં નોકરી કરતા પણ હાલ ધી પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ પોતાની છે અને આચાર્ય પદે પણ પોતે છે. તેઓની માતૃભાષા ગુજરાતી અને તેઓ પાર્શ્વગાયક છે. તેઓનો ગાયક તરીકેનો પ્રારંભ રાસ, ગરબાથી થયો. આકાશવાણી-વડોદરા, અમદાવાદ દૂરદર્શન, અમદાવાદ મુંબઈ અને દિલ્હી ખાતે લોકગીત, ભજનો રજૂ કર્યાં. ઓડિયો, વિડિયો સીડી, ૫૦ કેસેટો છે. તેમના કાર્યક્રમો ભારતનાં મહાનગરો, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી, બેંગલોર, સિક્કીમ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, ઉદેપુર, લખનૌ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, ભાવનગર, જામનગર, ભૂજ, ગોધરા, દાહોદ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને રાજ્યના બધા જિલ્લામાં થયા. મહાત્મા ગાંધી કોમ્યુનિટી સેન્ટર હ્યુસ્ટન, આર્થિક ભંડોળ સહયોગ Jain Education International. સ્વપ્ન શિલ્પીઓ ગુજરાતી સમાજ, ન્યૂયોર્ક, શિકાગો, એટલાન્ટા, સ્વામી ચિન્મય મિશન–અમેરિકા, ગુજરાતી સાહિત્ય એકેડેમી લંડન, ભારતર્ન શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, હોસ્પિટલો માટે પ્રોગ્રામો આપ્યા. વિશિષ્ટ સમ્માન લાયન્સ, ક્લબ ભરૂચ દ્વારા સમ્માનપ એનાયત, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, અમેરિકા દ્વાર સમ્માનપત્ર, ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક અમેરિકા દ્વાર સમ્માનપત્ર એનાયત, રાષ્ટ્રીય પર્વ ઉજવણી પ્રસંગે ભરૂર જિલ્લાની ગૌરવશાળી વ્યક્તિઓ પૈકી મા. મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્યપાલ દ્વારા સમ્માન, ગુજરાત રાજ્ય પુરસ્કારથી સમ્માન પરદેશમાં કાર્યક્રમો—દુબઈ, કેનેડા, અમેરિકા, યુ.એસ.એ. સાઉથ આફ્રિકા, કેન્યા વગેરેમાં થયા. જાહેર ક્ષેત્રોની પ્રવૃત્તિ ૧૮૫૦ના મહાસંગ્રામ–ઉજવર્ણ સમિતિના સભ્ય, ગુજરાત સરકારની લોકસાહિત્ય એકેડેર્મ બંધારણ સમિતિના સભ્ય, ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિ વિભાગ નિવૃત્ત કલાકાર સહાય સમિતિના સભ્ય, ગુજરા રાજ્ય મેઘાણી જન્મ શતાબ્દી વર્ષ-ઉજવણી સમિતિના સભ્ય ગુજરાત રાજ્ય પરિવહન નિગમના ડાયરેક્ટર, ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય, આચાર્યસં ભરૂચ જિલ્લા અધ્યક્ષ, ગત પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટ ભરૂચ જિલ્લા અધ્યક્ષ પાંચ વરસ, ભારતીય જનતા પાર્ટી ભરૂર જિલ્લા આમંત્રિત કારોબારી સભ્ય, ભરૂચ સ્કાઉટ ગાઇડ ટ્રસ્ટ તરીકે સેવા કાર્યરત. વિવિધ ધાર્મિક, સામાજિક સેવાકીય અ શૈક્ષણિક સંસ્થાઓના ઉત્થાન માટે કાર્યક્રમો યોજી માનદ સેવાઓ આપી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ પ્રકલ્પો જેવ કે સંકલ્પ શિબિર, તરુણ શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનમાં વડોદરા, સુરત ભરૂચ ખાતે સાંસ્કૃતિક ઘણા કાર્યક્રમો કર્યા. તેઓ સીધા, સાદ અને સરળ છે. તેણે સમાજના ઘણા ક્ષેત્રોમાં ભાગ લીધો છે. કલા, સામાજિક, શૈક્ષણિક અને રાજકારણમાં ભાગ લેતા રહ્ય છે, લેતા રહેશે અને તેમાં તેઓ સફળ થયા છે. સંપર્ક : બી, ૯૦ આશ્રય સોસાયટી, નંદેલાવ રોડ-ભરૂચ ૩૯૨ ૦૦૧ લોકગીતના ગાયક કરશન પઢિયાર કરસન પઢિયારનો જન્મ લીંબડી મુકામે રાવળ જ્ઞાતિમાં થયો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy