________________
સ્વપ્ન શિલ્પીઓ
ગુજરાતી સાહિત્યમાં આલોચનાના પ્રકાર, સાહિત્યસ્વરૂપો ઘડવામાં વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, અનંતરાય રાવળ, ઈશ્વરલાલ દવે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચાંપશી ઉદેશી, તખ્તસિંહ પરમાર, સુરેશ દલાલ, પ્રા. રજની જોષી, માય ડીયર જયંતીભાઈ, રામનારાયણ વિ. પાઠક વગેરેએ ઉત્તમ તત્ત્વોને પ્રવર્તમાન રાખવાની ઘણી ચીવટ બતાવી છે. લોકકથાઓ અને વાર્તાઓમાં મેરુભાઈ ગઢવી, પીંગળશી ગઢવી, પદ્મશ્રી કાનજી ભુટા બારોટ, કેશુભાઈ બારોટ, અમરદાસ ખારાવાલા, ભીખુદાન ગઢવી. તખતદાન રોહડિયા, હરસર ગઢવી, દમયંતી બરડાઈ પ્રફુલ્લ દવે, દિવાળીબહેન ભીલ જેવાં કલાકારોએ ગુજરાતની સંસ્કારયાત્રામાં પોતાની વિશિષ્ટ કલાનું ઓજસ પાથર્યું છે. નાટ્યવિદોમાં પણ જયશંકર સુંદરી, બાપુલાલ નાયક, જસવંત ઠાકર, રંગભૂમિના આજીવન ઉપાસક પ્રાગજી ડોસા, શિલ્પકળામાં હરિભાઈ ગૌદાની, ફિલ્મ ઉદ્યોગમાં વિજય ભટ્ટ, પ્રકાશ ભટ્ટ તથા આશા પારેખ જેવી અભિનેત્રીએ ગુજરાતના નામને સુપ્રસિદ્ધ કર્યું. ફિલ્મ જગતને ૪00 જેટલી પટકથાઓ આપનાર મોહનલાલ દવે સારી ખ્યાતિ પામ્યા છે. રંગરેખાના કલાવિદોમાં પણ કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, કચ્છનાં સંતોકબા દૂધાત, વીરેન્દ્ર પંડ્યા, વિનાયક પંડ્યા, ચંદુલાલ પંડ્યા, કુમાર મંગલસિંહજી અને અશ્વિન ભટ્ટ અને ગજેન્દ્ર શાહ અને રાજકોટના પ્રતાપસિંહજી જાડેજાનું પ્રદાન પ્રશસ્ત રહ્યું છે. કલાવિદો સંબંધે આ ગ્રંથમાં જ શ્રી ચંદ્રકાંતભાઈ કંસારાનો લેખ ખરેખર માહિતીસભર છે.
સમષ્ટિ માટે જીવનારા મહાનુભાવો કવિ કલાપીએ કહ્યું છે કે,
“બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે,
આધાર સૌનો સૌનો રહ્યો જ્યાં.” ઈશોપનિષદુનો આરંભ જ આ વિધાનથી થાય છે કે, “
ફુવાક્યમ રુમ સર્વમ....' બ્રહ્માંડના સર્વેસર્વા ઈશ્વર છે. પણ આ પૃથ્વીલોકના વસનારા જીવોને જીવવા માટે ક્ષણે ક્ષણે, દિવસે દિવસે, તબક્ક તબક્કે ઈશ્વર પહેલાં બીજાં કોઈ માધ્યમનો સહારો લેવો પડે છે. નવજાત બાળક માતાથી પળવારે ય અળગું રહી શકે છે? કોઈ પુખ્ત વયના માણસને નિર્જન ટાપુ પર છોડી દેવામાં આવે તો તેને ગમશે? ગમશે તો કેટલું ગમશે? એટલે એક માણસનું અસ્તિત્વ અનેક માણસ સાથે સંકળાયેલું હોય છે. એ સંબંધ લાગણીમય ભાવતંતુનો હોય કે ભૌતિક જરૂરિયાતોથી જન્મતી વ્યવસ્થાનો હોય. માણસ સામાજિક પ્રાણી કહેવાય છે એ એવી એકબીજાને ઉપકારી-ઉપયોગી થવાની ભાવનાને લીધે જ એટલે જ પરોપકારને પહેલો ગુણ ગણ્યો છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે....” એટલે અન્ય માટે જીવે છે, અન્ય માટે કંઈક કરી છૂટે છે, અન્યને ઉપયોગી થવા સદાય તત્પર રહે છે તે વ્યક્તિ જ ગુણીજન છે. કરુણાની શીતળતાનું દર્શન કરાવીને સૌની અંદર રહેલી સારપને પ્રાપ્ત કરી લેવાનું અભિયાનમાં ઉપયોગી થાય એ જ વંદનીય છે અને તેનાથી જ આ સૃષ્ટિ ટકી રહી છે. આવી વિભૂતિઓની તપ-સાધનાથી, સ્નેહ અને સમજણથી, સહાનુભૂતિ, સેવા, વિવેક જેવા શબ્દો હૈયામાં ટાઢક પ્રસરાવે છે. આંતરિક આનંદની અનુભૂતિ ઉપલબ્ધ કરાવનારા આ બધા ગજબ કોટિના જીવનમંત્રો છે. એની દિશા પ્રમાણે જે ડગ માંડે છે તે આ સંસારસાગર તરી જાય છે. સામાન્ય માનવી માટે એ ઈશ્વરના ચરણસ્પર્શ કરવા પહેલાંનું એક માધ્યમ બનીને રહે છે. આપણને કોઈ અનોખી પ્રેરણા આપી રહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org