________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૧
પ્રદાન ઘણું, આ બધાં શુભ નામો વારંવાર યાદ કરવાથી શાંતિનો અહેસાસ થાય છે. જીવનના અનુભવોને આત્મસાત કરનારા ગુજરાતના સંત કબીર ગણાતા ભોજા ભગતની ચિંતન-અનુભૂતિની ભારોભાર સરાહના ટાગોરે અને મહર્ષિ અરવિંદ પણ કરેલી.
અમેરિકા ખાતે વિશ્વશાંતિ સંસ્થા “યુનો’ના આંગણે “મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદમાં હિન્દુત્વનું શાનદાર પ્રતિનિધિત્વ કરીને શાંતિદૂત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે પ્રચંડ પ્રતિસાદથી સમગ્ર હોલ ગૂંજી ઊઠ્યો તે વખતે પૂ. પ્રમુખસ્વામીજીએ ભારતીય સંસ્કૃતિની અનેરી આભા પાથરી દીધી હતી. મહાત્મા ગાંધીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુપદે સ્થાપ્યા હતા તે શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાંડ દર્શનવેત્તા હતાં. તેમના ઘણા અનુયાયીઓ આજે ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. ( પત્રકારોમાં જૂનાગઢની આરઝી હકુમતના સેનાનાયક અને પીઢ પત્રકાર શામળદાસ ગાંધી, ગુજરાતી અખબાર જગતના પિતામહ શ્રી શાંતિલાલ શાહ, અમૃતલાલ શેઠ, વાસુદેવ મહેતા, હસમુખ સાંઘાણી, નરભેરામ સદાવ્રતી, વિનુભાઈ પંડ્યા, હરિ દેસાઈ, દેવેન્દ્ર પટેલ, નગીનદાસ સંઘવી, દિગંત ઓઝા, તુષાર ભટ્ટ, ભૂપત વડોદરિયા, હસમુખ રાવળ, કિરીટ ગણાત્રા, યશવંત શાહ, જયંતી દવે, દિનેશ રાજા, કાન્તિ ભટ્ટ, રાજેન્દ્ર દવે, ચંદ્રકાંત મહેતા, યશવંત મહેતા, હરીન્દ્ર દવે, ગિરીશ ત્રિવેદી, અજય ઉમટ, ઉમાકાન્ત જોષી વગેરે કટારલેખકો અને પત્રકારો ગુજરાતના વિકાસ માટે હંમેશાં જાગૃત રહ્યા છે. કેળવણીકારોમાં પણ ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકર ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી બાળમાનસના પ્રેરણામૂર્તિ ગણાયા. અલિયાબાડામાં ડોલરરાય માંકડ, ઈશ્વરભાઈ પટેલ, મગનભાઈ દેસાઈ, નગીનદાસ પારેખ અને ભોળાભાઈ પટેલનું પ્રદાન અનન્ય છે. જુગતરામ દવે, વીરતભાઈ મહેતા-માંગરોળ, અન્નપૂર્ણાબહેન મહેતા-વેડછી એ સૌની સેવાઓ નોંધપાત્ર છે.
નારીશક્તિનાં દર્શન કરાવનારાં સુમતિબહેન મોરારજી, ઇન્ડિયન મરચન્ટ ચેમ્બરના અધ્યક્ષપદ સુધી પહોંચનાર સરયૂબહેન દતરી, અનાથ બાળકોનાં છત્રસમાં પુષ્પાબહેન મહેતા, અરુણાબહેન દેસાઈ, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, હંસાબહેન મહેતા, જયાબહેન દાણી, ભાનુબહેન પારેખ, મંજુલાબહેન દવે, પાલિતાણાના લીલાબહેન કપાસી વગેરેએ રુઢિચુસ્ત પરંપરાને તોડવામાં સક્રિય ભૂમિકા ભજવી સમાજને નવી દિશા બતાવી છે.
બાલસાહિત્યના ભીષ્મ પિતામહ જીવરામ જોષી, રમણલાલ સોની ઉપરાંત ગુજરાતના શિક્ષણક્ષેત્રે અનંતરાય રાવળ, આર. કે. અમીન, કરસનદાસ માણેક, કમળાશંકર ત્રિવેદી, કૌશિકરાય મહેતા, ધીરુભાઈ ઠાકર, યશવંત શુક્લ, ઈશ્વરલાલ દવે, મનસુખલાલ ઝવેરી, ઉપેન્દ્રભાઈ પંડ્યા, છોટુભાઈ સુથાર, હરિપ્રસાદ શાસ્ત્રી, જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી, જયેન્દ્ર ત્રિવેદી, તખ્તસિંહ પરમાર, ત્રંબકભાઈ મંકોડી વગેરે નામો અગ્રસ્થાને છે.
સંસ્કૃતિનો યજ્ઞકુંડ યુગમૂર્તિ સાહિત્યકારો
આ ભૂમિને વિદ્યાવ્યાસંગનો ભવ્ય વારસો સહજ સંસ્કારરૂપે જ સાંપડ્યો. પાણિનિ પછી ગુજરાતના મહાન વ્યાકરણી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ધંધુકાના હતા. તેમણે સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજે એ ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરાવી ભવ્ય નગરયાત્રા કાઢેલી. હેમચંદ્રાચાર્યજીની સ્મૃતિ પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે
મક ના મકા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org