________________
૪૨૨
સ્વપ્ન શિલ્પીઓ
જેટલાં જીવનચરિત્રો ઉપલબ્ધ છે. તેમાંથી ટૂંકાવીને અમુક ચરિત્રો પૂરા પરિચય વગર અત્રે રજૂ કરાયાં છે. વર્ષોથી સિતાર સાથે લોકસમુદાયમાં વાર્તાઓ કરનાર કેશુભાઈ આકાશવાણી-ટી.વી.ના ૪૫ વર્ષ જૂના કુશળ કલાકાર હતા. ગોંડલ પાસે પાટખીલોરી તેમનું જન્મસ્થાન. જન્મ તારીખ ૨૧-૮-૧૯૬૪ જીવનમાં ઘણા સંઘર્ષો અને તાણાવાણામાંથી પસાર થયા, મુશ્કેલીઓ વેઠીને આગળ આવ્યા. કલાકો સુધી લોકસાહિત્ય રજૂ કરનાર આ કલાકારના વેરાવળથી માંડી આકોલા, જમશેદપુર સુધી મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર વગેરે સ્થળોએ સ્વ. શ્રી કેશુભાઈની ૩૫૦ ગામોમાં અવરજવર હતી. લોકસંસ્કૃતિની મશાલ જલતી રાખવામાં તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. ત્રણ દાયકાની મહેનતને અંતે ભારતભરના બારોટો ઉપરનો ૧૧૦૦ પાનાંનો ગ્રંથ પ્રશંસાપાત્ર બનેલ છે. ‘સમાજશિલ્પી’ ‘બારોટ અસ્મિતા', ‘લોકસંસ્કૃતિના આધારસ્તંભો', ‘લોકસાગરનાં મોતી’, ‘સદ્ગુરુ જીવનદર્શન’ વગેરે ગ્રંથો પૂ. મોરારિબાપુના હાથે પ્રગટ થયા છે. તેમના કેટલાક અપ્રગટ ગ્રંથો પણ પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે. જે ‘સત્યમેવ જયતે’, ‘ ભારતના ભડવીર’, ‘મરદો મરવા તેગ ધરે’, અને ‘સ્વાતિનાં બિંદુ' વગેરે ગ્રંથોમાં લોકકલાસાહિત્યની વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે. અત્રે રજૂ કરાયેલ કવિઓના પૂરા પરિચયોથી પણ તેમની પુષ્કળ કવિતાઓ આ લેખક પાસે ઉપલબ્ધ છે. ખૂબ નમ્ર, વિવેકી આ કલાકારનું હમણાંજ સુરેન્દ્રનગરમાં બારોટ સમાજ તરફથી તેમનું શાહી સમ્માન થયું. સ્મરણશક્તિ ગજબની હતી. મનન, ચિંતન અને પ્રભુ સ્મરણમાં દિવસે દિવસે લીન થતા હતા. સંસ્કૃતિના સમર્થકો સમા બધા જ લોકગાયકોને બહાર પ્રકાશમાં લાવવામાં શ્રી કેશુભાઈ બારોટે ઘણી મહેનત લીધી છે.
આ પ્રકાશન સંસ્થા શ્રી કેશુભાઈને શ્રદ્ધાંજલી અર્પે છે.
લોકગીત-ભજનિક કલાકાર
અરવિંદ બારોટ
અરવિંદ બારોટનો જન્મ બારોટ જ્ઞાતિની વિસાણી શાખામાં સાવરકુંડલા મુકામે થયો. તેમના પિતાશ્રી બચુભાઈ બેચરદાસ પણ બુલંદ કંઠના માલિક હતા. વિસાણી શાખાના આ બારોટ પિરવાર પર મા શારદાના ચારેય હાથ છે. સાવરકુંડલામાં વાણિજ્ય સ્નાતક પદવી લઈને અરવિંદભાઈ બેન્ક ઓફ બરોડામાં જોડાયા, ઉપરાંત કલાની ઉપાસનાના એક પછી એક પગથિયાં ચડતા રહ્યા અને આ ક્ષેત્રે આ કલાકારે સારું એવું ગજુ કર્યું.
આકાવાણી અને દૂરદર્શનના કાર્યક્રમો ઉપરાંત દેશવિદેશમાં લોકસંગીતના કાર્યક્રમો આપીને પોતાનો વિશાળ ચાહક વર્ગ ઊભો કર્યો.
અષાઢી મેઘ ગાજતો હોય, વનરાજિમાં મોર ટહુકતો
Jain Education International
—સંપાદક
હોય એવા ગરવા અને બુલંદ ગળાની ગાયકી એટલે અરવિંદ બારોટ. સૂર અને શબ્દ તો એના લોહીનો વારસો છે, પણ એમાં ભળ્યો . લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ અને આધુનિક શિક્ષણથી કેળવાયેલી દૃષ્ટિ. તેઓ જે કાંઈ ગાય છે, બોલે છે એમાં એમની મૌખિક સમજણના શણગાર ભારે રૂડા લાગે
છે.
અનેક ગુજરાતી ફિલ્મમાં તેમણે કંઠ આપ્યો છે. તેમાં મુખ્યત્વે ‘સંત રોહિદાસ’, ‘માલીમેથણ’, ‘સિંદૂર થાપા’, ‘લાડી લાખની અને સાયબો સવા લાખનો', ‘રૂમાલ મારો લેતા જાજો’, ‘ભાદરને કાંઠે', ‘રામદુહાઈ’, ‘સાબર તારાં વહેતાં પાણી', ‘વીર બાવાવાળો' અને તે પછી તો અનેક ફિલ્મમાં પ્લેબેક આપી એક સફળ પાર્શ્વગાયક તરીકે સફળ થયા છે.
ઇંગ્લેન્ડ, દુબઈ, શારજાહ, અબુધાબી અને અન્ય દેશોની યાત્રા કરી ગુજરાતી લોકસંગીતની આબરૂ વધારી છે. સતત વિડિયો, ઓડિયો સીડી અને કેસેટો, મંચના કાર્યક્રમોથી આ યુવાન કલાકારે લોકસંગીતનું એક નવું મોજું ઊભું કર્યું છે.
અરવિંદભાઈએ પોતે પણ એક ફિલ્મ બનાવી દીકરીનો માંડવો' તેમાં અભિનય પણ પોતે જ આપેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org