________________
સ્વપ્ન શિલ્પીઓ
લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના રખેવાળો
—કેશુભાઈ બારોટ, જૂનાગઢ
માનવીની સામાજિકતાને સંવર્ધિત કરવામાં સૌથી અગત્યનો ફાળો ભજવ્યો હોય તો તે લોકગાયકોએ. જ્યારે મુદ્રણની કે પ્રસારણની કોઈ સુવિધા નહોતી ત્યારે આ લોકકલાકારોએ માનવજાતની ઊર્મિઓ અને ભાવનાઓ, માનવજાતના વિચારો અને ચિંતનો, માનજાતના ગુણકીર્તન અને સિદ્ધિઓને, માનવજાતની ધાર્મિકતા અને આધ્યાત્મિકતાને પ્રસારવા-પ્રચારવામાં મોટો ભાગ ભજવ્યો. ઉમદા વ્યક્તિના શુભ અવસરોને, પ્રેમશૌર્યના પ્રસંગોને, ભક્તિભાવની ભાવનાઓને મંગલવાણીમાં ગૂંથીને એક સ્થળેથી બીજે સ્થળે, એક માનવસમૂહથી બીજા લોકજીવનમાં વહેતી કરી. કોઈએ એ ભાવનાઓને ગીતોમાં અને ભજનોમાં રેલાવી, તો કોઈએ એને કથાવારતાઓમાં વહેતી કરી. આજે જોઈએ છીએ તો ખબર પડે છે કે ગામડે ગામડે બેસતી રાતે કહેવાતી કથાઓ કે ભાંગતી રાતે ગવાતાં ભજનોએ સમગ્ર લોકજીવનને સંસ્કારવામાં કેવો મોટો ફાળો આપ્યો છે !
૪૨૧
એ માટે સમાજમાં કેવો મોટો વર્ગ હતો, જે રોજ રોજ આ પ્રવૃત્તિમાં રત રહેતો. ચારણ, બારોટ, ગઢવી, ભાંડ, ભવાયા, મીર વગેરે વંશપરંપરાગત આ પ્રવૃત્તિ ચલાવતા. એમનું જીવન જ એના પર નિર્ભર રહેતું. એમાં આદાન કરતાં પ્રદાનને મહત્ત્વ રહેતું. વાર્તા તો કે આ ભાઈની! ભજન તો કે આ ભાઈના!' એવી કહેતી થઈ જતી એવી આ લોકગાયકોની કેળવણી હતી.
માનવી વર્તમાનમાં જીવે છે, પણ એ વર્તમાન ભૂતકાળના ખભે ચડીને ચાલતો હોય છે. આજે પણ અનેક સુવિધા વચ્ચે, અનેક સુખ-સગવડો વચ્ચે આપણને આપણી પ્રાચીન પરંપરાને માણવાનું જાણવાનું મન રહે છે અને તેથી જ આજે આપણે ‘ડાયરાઓ'માં ડોલી ઊઠીએ છીએ. સારાસાર વિવેક જાણીએ છીએ. માનવજીવનના આદર્શો અને ભાવનાઓને અંકે કરીએ છીએ. એટલે સમાજના સંસ્કારજીવનના સંવર્ધન માટે આ લોકગાયકો-લોકકલાકારોનો આભાર માનીએ તેટલો ઓછો છે.
અફસોસ એટલો જ છે કે આ લેખમાળા રજૂ કરનાર કેશુભાઈ બારોટે આ લેખમાળાનું છેલ્લું ફાઈનલ પ્રૂફ તપાસીને થોડા કલાકોમાં જ આ દુનિયામાંથી વિદાય લીધી. લોકવાર્તાનો છેલ્લો સૂરજ એકાએક અસ્ત થયો. આ પ્રકાશન જોવા તે ન રહ્યાં. તેમનું તા. ૨૪-૯-૦૯ના રોજ ટૂંકી બિમારી બાદ જૂનાગઢ ખાતે અવસાન
થયું.
આ લેખમાળાનું આલેખન કરનાર જૂનાગઢના સ્વ. શ્રી કેશુભાઈ બારોટ પાસે યશસ્વી કવિઓનાં સાતસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org