________________
=2
સ્વપ્ન શિલ્પીઓ
હતા. આ જ વ્યાયામ શાળામાં એક યુવાન તળપદા કોળી પણ જોડાયેલા. એમનું નામ હતું કલ્યાણજી, જેઓ પાછળથી કલ્યાણજીભાઈ હાડવૈદ્યને નામે ભાવનગરમાં તેમ જ સૌરાષ્ટ્રમાં જાણીતા બન્યા છે. તેમણે છેલ્લાં ૫૦થી વધુ વરસથી હાડવૈદ્ય તરીકે કામ કર્યું છે. હાલ એ જ કામ અનુભવોના આધારે તેમના પુત્ર શ્રી દિનેશભાઈ અને પૌત્ર શ્રી નીલેશભાઈ કરી રહ્યા છે.
શ્રી કલ્યાણજીભાઈ ભાવનગરના હાડવૈદ્ય તરીકે ઓળખાય છે. એમના નામે પૂછતાં પૂછતાં અસંખ્ય લોકો રોજ તેમના ઘરે હાડકાં સંધાવવા આવે છે અને સવારના લાંબી લાઇન લાગે છે. પહેલાં કલ્યાણજીભાઈ હાડકાં પરની પાટાપીંડીના ચાર આના લેતા. ગરીબ દર્દીઓનું કાંઈ લેતા નહીં. હવે માત્ર રોજના પાંચ રૂ. લે છે અને દૂરદૂરથી આવેલાં દર્દીઓને પાટાપીંડી કરીને પહોંચતાં સાજાં કરે છે. હાડકાના અમુક કેસો એમનાથી ન સુધરે તેવા હોય તે માટે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલે છે.
આજકાલ બે પૈડાનાં વાહનોનો વધારો થયો છે અને એથી પડવા–આખડવાના બનાવો બહુ બને છે. હાથપગ મરડાવાના બનાવો ખૂબ બને છે. લોહી મરીને ઢીમણું થવાના, હાડકામાં તિરાડ પડવાના, હાથપગનાં હાડકાં વળી જવાના, ફેક્ચર થઈ જવાના બનાવો ખૂબ બને છે અને તેવે વખતે ઓર્થોપેડિક દાક્તરી સેવા સારવાર લેવાનું ખૂબ ખર્ચાળ તેમ જ મુશ્કેલ બની રહે છે ત્યારે નાનાંમોટાં સૌ હાડવૈદ્યનો આશરો લે છે. ઓછા ખર્ચમાં, સમયમાં નિષ્ણાત હાડવૈદ્ય સેવા આપે છે, જેમાં હાડવૈદ્ય શ્રી કલ્યાણજીભાઈનું નામ મોખરે છે. તેઓ ગરીબોના બેલી પ્રખ્યાત હાડવૈદ્ય છે.
તેઓ ભાવનગરમાં એસ.ટી. બસ સ્ટેશન સામેના વડવા વિસ્તારમાં રહે છે. એમના મકાનમાં જ દવાખાનું છે. મકાનનું નામ છે ગોપાળભુવન, ભારતી સોસાયટી, વડવા, ભાવનગર– ૩૬૪ ૦૦૧. ઘરનો ટેલિફોન નં. ૬૫૪૧૬૬૬ છે. તેઓ બધા પ્રકારનાં હાડકાં ઉપરાંત કરોડના રોગ-સ્લિપડિસ્ક, ફ્રોઝનસોલ્ડર, ઘૂંટણ–ગોઠણના દુઃખાવા, પીંડીના, કમ્મરના દુઃખાવા વગેરે સ્નાયુઓ, હાડકાંના રોગ મટાડે છે. આ માટે એમણે સચિત્ર નાની નાની પત્રિકાઓ બુકલેટ પ્રગટ કરી છે, જેમાં બધા ઉપાયો સચિત્ર દવા અને ઉપયોગ સાથે, તેલ તેમ જ લેપ આદિ બનાવટોની વિગતો આપેલ છે. આવી પત્રિકાઓ– બુકલેટ હજારોની સંખ્યામાં છૂટથી લોકોમાં વહેંચી તેમ જ
Jain Education International
૪૧૭
મામૂલી કિંમતે વેચી છે.
શ્રી કલ્યાણજી હાડવૈધે ભાવનગર અને ભાવનગર બહાર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મુંબઈમાં પણ હાડકાની સારવાર સલાહ માટે શિબિરો યોજી છે, હા.વૈ. કલ્યાણજીભાઈના પુત્ર શ્રી દિનેશભાઈ હાડવૈદ્યનું કામ કરે છે. સારવારનો મામૂલી ચાર્જ લે છે. તેઓ પોતાના પિતાના પગલે દર્દીની સારવાર કરતાં પહેલાં દર્દી વહેલો સાજોસારો થાય એ માટે પ્રભુપ્રાર્થના કરે છે. કેટલાક અતિ ગરીબ દર્દી હોય તો હાડવૈદ્ય મંચેરા મઢીવાળાની જેમ દવા તેમ જ ગાડીભાડાનાં પૈસા પણ આપે છે અથવા જમવાનું આપે છે. કલ્યાણજીભાઈ હંમેશાં કહેતા કે આ વિદ્યા તેમના પિતામાતા તરફથી ભેટરૂપે મળી છે એટલે કમાવાનું સાધન તો ખરું પરંતુ માત્ર નિર્વાહ માટે. દર્દીઓની ગરજનો લાભ લેવો એ પાપ સમાન છે. હાડવૈદ્ય કલ્યાણજીભાઈનું જૈન સાધુસાધ્વીઓ તરફથી સમ્માન થયું છે, કારણ જૈન સાધુસાધ્વીઓની તેઓ સામે ચાલીને નિઃશુલ્ક સેવા-સારવાર કરતા. તેઓ માનતા કે જૈન સાધુઓનાં પુણ્યપ્રતાપે તેમને આ સેવા-સારવારમાં યશ અને સફળતા મળતાં રહ્યાં છે.
હાલ હાડવૈદ્ય શ્રી કલ્યાણજીભાઈ હયાત નથી, પરંતુ તેમના પુત્ર શ્રી દિનેશભાઈ ચૌહાણ પિતાને પગલે પગલે હાડવૈદું કરી રહ્યા છે. રોજ સવાર-સાંજ એમના ઘરદવાખાનાનાં દ્વાર દર્દીઓ માટે ખુલ્લાં રહે છે. તેમના દવાખાનાનો ટેલિફોન નંબર ૦૨૭૮ ૬૫૪૧૬૬૬ છે. ખાસ કિસ્સામાં તેઓ ટેલિફોન પર સલાહ સૂચના આપે છે. બાપની જેમ પુત્ર દિનેશભાઈ પણ સ્વભાવે સૌમ્ય, વિવેકી, નમ્ર અને લાગણીમય છે. આમ તો તેઓ તળપદા કોળી જ્ઞાતિના છે, પરંતુ સંસ્કારે ઉચ્ચ જીવન ગાળે છે અને આધ્યાત્મિક રીતે માને છે કે સૌના કલ્યાણમાં જ એમનું ‘કલ્યાણ' રહેલું છે. હાડવૈદ્ય શ્રી કલ્યાણજીભાઈએ વર્ષો પહેલાં પોતાની આત્મકથા લખી છે, જેમાં તેઓએ કેવા કેવા ઉગ્ર અને હઠીલા કેસોની સફળ સારવાર પરમેશ્વરનું નામ લઈને કરી છે તેનું વર્ણન આપેલું છે.
ઉદ્યોગભારતીના ૠત્વિજ હરગોવિંદભાઈ
ગાંધીજીના એકાદશ વ્રતમાં–સ્વદેશી વ્રતને પણ સ્થાન છે. આવું આ પહેલાં કોઈએ આપણને શીખવ્યું નહોતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org