SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ દર્દીઓને દવા સાથે ગાડીભાડું તેમ જ ફળફળાદિ માટે નાણાં આપનારા દાક્તરો! દર્દીઓને જોઈ તપાસી દવા સાથે દુઆ અને દામ આપનારા કેટલાક તબીબો આ પુણ્યવંતી ધરતી પર વિહરતા રહ્યા છે. એવા તબીબોમાં ભાવનગરના સર તખ્તસિંહજી હોસ્પિટલ (સરકારી હોસ્પિટલ)ના સ્થાપક તબીબ શ્રી હેમંતકુમાર વૈદ્ય, રાજકોટના ડૉ. ચંદ્રશંકર અંતાણી, મોરૂકાગીરના વૈદ્ય શ્રી વેલજી ફડદુ (ભગત બાપા), મઢીના હાડવૈદ્ય શ્રી મંચેરશા મઢીવાળા, ભાવનગરના હાડવૈધ શ્રી કલ્યાણજીભાઈ ચૌહાણ, વહેવાલ (અમદાવાદ જિલ્લો)ના વૈદ્ય સ્વામી અનંતાનંદ તીર્થ, ગઢડાના આયુર્વેદના વૈદ્ય શ્રી ક્રિપાશંકર ભટ્ટ, હરડેવૈદ્ય શ્રી પ્રભાશંકર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈની સર હરિકસનદાસ હોસ્પિટલના સ્થાપક ડૉ. શાંતિલાલ શાહ પણ ખરા. શ્રી શાહ મુંબઈની એ હોસ્પિટલના સંચાલક તબીબ પણ હતા. મૂળ ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર)ના વતની હતા. આ બધા તબીબો, વૈદ્યોએ પોતાના ગજા મુજબ ગરીબ, નબળાં કે આધાર વિનાનાં દર્દીઓને દવા સાથે સાજા થવાની દુઆ (શુભેચ્છા) તેમ જ જવાનું ગાડીભાડું અથવા વાટમાં ખાનપાન માટે ફળફળાદિ માટે રોકડ રકમ પણ આપી છે. વર્ષો પહેલાં આધુનિક શસ્રો કે ઉપકરણો ઓપરેશન માટે ઉપલબ્ધ ન હતાં ત્યારે ડૉ. હેમંતકુમાર વૈદ્યે એક બાળકના આંતરડાનાં ઓપરેશન કરતાં પહેલાં પ્રાતઃકાળે ઊઠીને પ્રાર્થના કરી કે ઓપરેશન સફળ થાય. ઓપરેશનની છરી હાથમાં લેતાં પહેલાં પ્રાર્થના-ગાયત્રી મંત્રની પ્રાર્થના કરી કે ઓપરેશન સફળ થાય અને સફળ થયું. દર્દીને ફળફળાદિ માટે ખિસ્સાખર્ચી આપી. મઢીના હાડવૈદ્ય શ્રી મંચેરશા (પારસીબાબુ) મઢીવાળાએ તો એક નહીં પરંતુ અનેક દર્દીઓને હાડવૈદું કરી, ઘરે રાખી, ખાવાપીવાનું આપી સાજાં થયાં પછી વાટ ખર્ચી આપી પરત મોકલેલ. એવા બનાવનો હું (વૈદ્ય વજુભાઈ વ્યાસ) પણ સાક્ષી છું. તેઓના જીવન અંગે શ્રી મનુભાઈ પંડિતે વિદ્યા વેચાય નહીં' તેવી પુસ્તિકા લખી, લોકોને આ પરોપકારી હાડવૈદ્યનો પરિચય કરાવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલના એ સમયના સી.એમ.ઓ. ડૉ. અંતાણીએ પણ દર્દીને રજાના દિવસે Jain Education International સ્વપ્ન શિલ્પીઓ દવાખાનામાં સવલત ન થવાથી ઘરે બોલાવી તપાસી દવા તો આપી, પરંતુ ખાનપાન માટે રોકડ રકમ પણ આપી અને દર્દીનાં માતાને સમજાવ્યું કે ઘરે જઈને દર્દીને ફળફળાદિ અને દૂધ ખવરાવજો. અને મોરૂકાગીરના વૈદ્ય શ્રી વેલજીબાપા તો કટાણે કે અસુરસવા૨ે દર્દી આવે તો એમને ખાનપાન આપી, દવા દુઆ આપી રોકડ રકમ પણ આપતા હતા. એવા બે પાંચ નહીં, પરંતુ સેંકડો દર્દીઓની એમણે સેવા કરી હતી, જેના ઉપચાર પ્રયોગોનું પુસ્તક પણ ‘ભગતબાપાના સિદ્ધ પ્રયોગો’ નામનું શ્રી મનુભાઈ પંડિતે સંપાદન કરેલ છે. તેઓ મોરૂકાગીરની પોતાની વાડીમાં ઝૂંપડી બાંધી રહેતા હતા, પરંતુ આંગતુકો માટે બધી સગવડ રાખતા હતા. ગઢડા કુળના વૈદ્યો શ્રી ક્રિષાશંકર ભટ્ટ, વૈઘ શ્રી પ્રભાશંકર ભટ્ટ બંનેએ દર્દીઓની દવા, દુઆ સાથે જરૂર મુજબ દામ આપીને સેવા કરી છે. તેઓ બંને ખ્યાતનામ વૈદ્યો હતા.. જ્યારે હાલ વહેલાલમાં (દસક્રોઈ તાલુકો) ‘અનંતધામ આશ્રમ' બાંધી કેન્સર જેવા મહાભયાનક રોગની સારવાર, દવા, સલાહ આપનારા શ્રી મા શ્રી અનંતાનંદ તીર્થ સ્વામી પણ કેન્સરનાં દૂરદૂરના પ્રદેશોમાંથી આવતાં દર્દીઓની મૃત્યુંજયમંત્રના ગાન સાથે સેવા શુશ્રુષા કરી રહ્યા છે. પોતે બનાવેલાં ઔષધો આપે છે. ગરીબ અને આર્થિક સંકડામણ ભોગવતાં કેન્સરનાં દર્દીઓને વિનામૂલ્યે નિઃશુલ્ક દવાસારવાર આપે છે અને જેનો લાભ રોજેરોજ અમદાવાદ ખાતે શ્રી દરિદ્રનારાયણ કેન્સર ક્લિનિકમાં આવતાં સંખ્યાબંધ કેન્સરના દર્દીઓને મળી રહ્યો છે. તેઓ કેન્સરના પાયાના ઉપચાર માટે ખ્યાતનામ છે. જેમણે જિંદગીભર હજારો માનવીઓનાં તૂટેલાં હાડકાં સાંધવાનું કામ કર્યું કલ્યાણજીભાઈ હાડવૈધ ભાવનગરમાં દેશના મહાન ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહજી બ્રિટિશ જેલ આંદામાન-નિકોબારમાં પૂરવા લઈ જતાં, વાટમાં બેડી સાથે ચાલુ ટ્રેને ભૂસકો મારીને નાસી છૂટ્યા અને સ્વામીરાવ (વ્યાયામ શિક્ષક) તરીકે આશરો લીધો ત્યારે તેમના પરિચયમાં હાડવૈદ્ય શ્રી બાઉદ્દીનભાઈ શેખ આવેલા. એમના સાથસહકારથી ભાવનગરમાં શ્રી ગણેશક્રીડા મંડળને નામે વ્યાયામશાળા શરૂ થઈ, જેમાં સ્વામીરાવ ભાગ લેતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy