SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ સ્વપ્ન શિલ્પીઓ રકમમાંથી અમદાવાદના હાલના વિકાસગૃહ સાથે જોડાયેલી માધ્યમિક શિક્ષણની શાળા શરૂ કરાવી તેમ જ શાળા માટે મકાનોનું બાંધકામ કરાવ્યું. ચુસ્ત વૈષ્ણવધર્મી. બહેનો માટે દર વરસે ભારતનાં જોવાલાયક સ્થળોની યાત્રા કરાવતાં. રાષ્ટ્રીય રંગે રંગાયેલાં તેમ જ ગાંધીભક્ત, ખાદીધારી, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતાં. ભાવનગરની સમાજસુરક્ષા સંસ્થાઓ, અંધશાળા, બહેરાંમૂંગા શાળા, વિકાસગૃહ, ઓન્ઝર્વેશન હોમ, કુષ્ટધામ, માનસિક અસ્થિર લોકોનું ગૃહ, પાલિતાણા, સિહોર, વલ્લભીપુર વગેરે કસ્બાઓનાં મહિલામંડળો, બાળમહિલા કલ્યાણ યોજના (ભારત સરકાર) મહિલા બેંક વગેરે અનેકવિધ સેવાકીય સંસ્થાઓમાં જીવંત રસ લેતાં અને જ્યાં જરૂર પડે ત્યાં નાણાંકીય દાન મેળવી આપતાં. એમણે શાકભાજીનાં અથાણાં કરવાની વિધિ શોધી કાઢીને એવા અથાણાં કરી વેચાણથી નિર્વાહ કરવાનું બહેનોને શિક્ષણ આપેલું. પારેખ. એમના ભાઈનું નામ નટુભાઈ પારેખ. કાકાભત્રીજા બધાં એક જ ઘરે, એક જ કુટુંબમાં ભાવનગરમાં રહ્યાં. તેઓ મોઢવણિક અને જ્ઞાતિમાં એમની પ્રભાવિત છાપ. શ્રી ભાનુબહેનનું લગ્ન અમદાવાદના જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રી ત્રિકમભાઈ સાથે થયું. થોડો સમય સાસરે રહ્યાં પરંતુ એમના પતિનું નાની ઉંમરે જ અકસ્માતથી મૃત્યુ થયું અને તે પછી ભાનુબહેન શ્રીમંત-સાસરું છોડી પૂ. શ્રી પુષ્પાબહેન મહેતાના સંસર્ગથી ભાવનગર કાકાને ત્યાં રહેવા આવ્યાં અને ભાવનગરમાં મહિલામંડળ સ્થાપીને બહેનો અને બાળકોની સેવાનું કાર્ય શરૂ કર્યું. શું મહિલામંડળ વિધવા અને બાળકોનું કાર્ય કરી શકે? આ મહિલામંડળ જ આવાં કરુણાનાં કામને, સેવાને વધુ મહત્ત્વ આપતું હતું. આ મહિલામંડળના મકાનની સામે જ વિકાસગૃહ ચાલતું હતું. ગૌરીબહેન ત્રિવેદી નામના એક પીઢબહેન એનાં સંચાલક હતાં. શ્રી ભાનુબહેન મહિલાઓના ઉત્કર્ષ સાથે, વિકાસગૃહનું કામ પણ સંભાળતાં હતાં. એમના મહિલા મંડળમાં ભાવનગર શહેરના શ્રીમંત કુટુંબની બહેનો અને યુવતીઓ જોડાયેલી, જ્યાં સીવણ વર્ગો, ભરતગૂંથણ વર્ગો, ટાઇપ, ચિત્રકામ, અથાણાં, પાપડ, વડી બનાવવાની તાલીમ અપાતી. આવાં કામ ઉપરાંત ત્યક્તાબહેનોને બાળકોને તેઓ મહિલા મંડળના મકાનમાં રાખી, પુનર્વસવાટની પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં, ભણાવતાં. તેઓ પોતાની મહિલા મંડળની પ્રવૃત્તિઓ માટે દાન મેળવતાં, પાઈએ પાઈ જે હેતુ માટે દાન મળ્યું હોય એ હેતુમાં વાપરતાં. ઉપરાંત પોતાની મૂડીમાંથી જરૂરમંદને નાણાંકીય તેમ જ કપડાં–અનાજ વગેરેની સહાય કરતાં. એમને પ્રસિદ્ધિનો મોહ ન હતો. ખૂબ સાદું નરવું ભોજન લેતાં. તેઓ પુષ્પાબહેન મહેતાના કામમાં, સેવાનાં, સક્રિય સાથી રહ્યાં. ભાવનગર જિલ્લામાં મહિલા પ્રવૃત્તિઓમાં એમનું નામ જાણીતું રહ્યું. અમદાવાદમાં ચારુમતીબહેન યોદ્ધા, મૃદુલાબહેન સારાભાઈ, જામનગરમાં મંજુલાબહેન દવે, અમદાવાદ વિકાસગૃહમાં સુમિત્રાબહેન ઠાકોર, રાજકોટમાં શ્રી હીરાબહેન શેઠ એ બધાં પુષ્પાબહેનનાં સાથીઓ રહેલાં, તેમ ભાનુબહેન પારેખ ભાવનગરમાં પુષ્પાબહેનનાં પ્રતિનિધિ બનીને સક્રિય કામ કરી રહેલાં. શ્રી ભાનુબહેનને એમના શ્રીમંત-પૈસાવાળા શ્વશુર પક્ષની બહુ મોટી રકમનું દાન મળેલ, તો આ દાનની ભાનુબહેન પારેખના કાકાશ્રી વેણીલાલભાઈ પારેખ ભાવનગર નગરપાલિકાના મેયર-પ્રમુખ તરીકે વખતોવખત ચૂંટાતા. ભાવનગર નાગરિક સહકારી બેંકમાં પણ પ્રમુખસ્થાને રહેલા-ભાવનગર શહેરના અગ્રણી નાગરિક તરીકે એમની પ્રતિષ્ઠા રહેલી. શ્રી ભાનુબહેનના ભાઈ શ્રી નટુભાઈ પારેખ સરદાર પૃથ્વીસિંહજીના મોતીબાગ અખાડામાં વ્યાયામની પ્રવૃત્તિઓ ચલાવતા. ભાવનગરનો મોતીબાગનો શહેરની વચ્ચે આવેલો અખાડો એ સ્વામીરાવ એટલે સરદાર પૃથ્વીસિંહજીના ઉતારાનું સ્થળ હતું. સરદાર પૃથ્વીસિંહજી ભાવનગર આવે ત્યારે આ અખાડામાં નિવાસ રાખી, આખો દિવસ માત્ર દૂધ પીને વિતાવતા. બોઘરણું ભરીને તાજું ગાયનું દૂધ એ એમનો આહાર હતો. અખાડાની રોજબરોજની ડ્રિલ, મલખમ, લેઝિમ, ડમ્બેલ્સ આદિ પ્રવૃત્તિઓ શ્રી નટુભાઈ પારેખ સંભાળતા. શ્રી ભાનુબહેન પારેખ ભાવનગર માટે શ્રી પુષ્પાબહેન મહેતાનાં મહિલા અને બાળસેવાની નાની આવૃત્તિ સરીખાં હતાં. પુષ્પાબહેનનો ઉતારો મહિલામંડળમાં રહેતો. આ મંડળ તરફથી નબળાં માબાપની કુંવારી કન્યાઓના લગ્નોત્સવ યોજાતા. મંડળ તરફથી અવારનવાર સમ્માનિત અગ્રણીઓના સમાજસેવા અંગેનાં પ્રવચનો યોજાતાં. આમ શ્રી ભાનુબહેનને કારણે ભાવનગર મહિલામંડળ (જેનું વિશાળકાય મકાન ભાવનગરના વિદ્યાનગરમાં આવેલું છે)ની સંસ્થા શહેરની અનેકવિધ સેવાપ્રવૃત્તિઓમાં ભાગ લેતું રહેતું. Jain Education Intemational ducation Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy