________________
૪૦૬
માહિતગાર, સંપર્કમાં રહે છે. વરસે એકાદ વખત ભારત આવે છે.
એમની આ બધી કામગીરી અને સેવા પાછળ એમનાં પત્ની શ્રી નલિનીબહેન ગાંધીનો પૂરો ફાળો, હિસ્સો છે. શ્રીમતી નલીનીબહેન સ્વભાવે ખૂબ માયાળુ અને મળતાવડાં છે, એટલાં જ નમ્ર અને વિવેકી છે. તેમનું મૂળ પિયર અમરેલી પરંતુ વધુ સમય તેમનો ઉછેર મુંબઈમાં થયો છે. તેમને પુત્ર, પુત્રી બંને છે, બંને મોટી ઉંમરનાં પરિર્ણત પોતાના કુટુંબ સાથે છે. બંને તેજસ્વી અને સેવાના ગુણને વરેલાં છે.
શ્રી નટવર ગાંધી અને શ્રીમતી નલિનીબહેન ગાંધી બંને ગાંધીવિચાર, ખાદીવિચારને વરેલાં છે. બંનેનું ત્યાં અમેરિકામાં બહોળું મિત્ર મંડળ છે. તેઓ બધાં મિત્રો અને સ્વજનો વારંવાર મળે છે અને એકબીજાને ઉપયોગી બને છે. ઉપરાંત સુખદુ:ખમાં સહભાગી બને છે. અમેરિકામાં ઉચ્ચ સ્થાને હોવા છતાં શ્રી ગાંધી કુટુંબ સાદાઈને વરેલું, ભલું અને માયાળુ છે. અમેરિકામાં મેડિકલ સેવા બહુ મોંઘી છે. ગ્રીનકાર્ડ સિવાયના વસાહતીઓને આકસ્મિક માંદગીમાં સારવાર મેળવવી બહુ મુશ્કેલ હોય છે, તેવા કિસ્સામાં શ્રી ગાંધી દંપતી ખડેપગે ઊભાં રહીને બનતી બધી સહાય કરે છે. મેડિકલની ખર્ચાળ સેવામાં આર્થિક સહાય કરે છે અથવા મેળવી આપે છે. અમેરિકામાં નવાં વસનારાંઓને શરૂમાં ઠીકઠીક મુસીબત નડે છે, તો તેવી સ્થિતિમાં શ્રી નટવર ગાંધી નોકરી, મકાન તેમ જ અન્ય જરૂરી સેવા મેળવી આપવામાં નિઃસ્વાર્થ ભાવે સહાયરૂપ બની રહે છે.
શ્રી નટવર ગાંધીને અમેરિકામાં તેમ જ ભારતમાં, ગુજરાતમાં બહોળુ મિત્રમંડળ છે. ભારતમાં એમને ઘણા સંપર્ક છે. ભારતની, ગુજરાતની, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ લે છે અને તેય ઉપયોગી થવાની દૃષ્ટિએ. શ્રી ગાંધી દંપતીએ જિ. ભાવનગરમાં પણ રસ લઈને વતનની સેવા કરે છે. વતનમાં સ્વજનોની સાથેના સંપર્ક ચાલુ રાખ્યા છે. ભારત આવે ત્યારે મુંબઈ, અમદાવાદની જેમ સાવરકુંડલાની યાત્રા યોજે છે. સગાંવહાલાં, મિત્રોને મળી લે છે, જન્મભૂમિનાં દર્શન કરે છે.
શ્રી ગાંધીએ અર્થશાસ્ત્રના કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કર્યા છે. એ મુજબ રાજતંત્ર ચલાવવાના વહીવટી ખર્ચની સામે કરવેરાની આવકનું બેલેન્સ રહેવું જોઈએ. (૨) વસ્તુ કે
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ અને એ વસ્તુ પ્રોડક્ટની વેચાણ આવક વચ્ચે અમુક તબક્કે બેલેન્સ રહેવું જોઈએ. (૩) લોકોની નાગરિક સુખાકારીનાં સાધનો વધારવાં કે પૂરા પાડવાંની સાથોસાથ એને પહોંચી વળવા કરવેરાની આવક વધારવી જોઈએ વગેરે વગેરે. આવા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો શ્રી ગાંધીએ નિયત કરેલા છે, જે એમની આગવી કૌશલ્ય બુદ્ધિ તેમ જ આવડત છે.
શ્રી નટવર ગાંધી પુરુષાર્થી તો છે, પરંતુ જે જે કાર્ય હાથમાં લે છે, તે તે કાર્યને પૂરી તાકાત, જોમથી પહોંચી વળવા રાતદિવસ ચિંતનશીલ રહે છે. શ્રી નટવર ગાંધી અને તેમનાં પત્ની શ્રીમતી નલિનીબહેન ગાંધીએ અમેરિકામાં રહી લોકપ્રિયતાની સાથે સેવા પરમાર્થે કરવાનાં શિખર સર કર્યાં છે.
લોકસેવા અને રાજસેવા વચ્ચે ઘડાયેલું સર્વોદયગાંધીભક્તનું રોમાંચક જીવન અમૂલખભાઈ ખીમાણી
બાળપણથી જ જૈનધર્મના માતા-પિતા દ્વારા મળેલા સંસ્કારો, પરિણામે આખુંય જીવન સાધુસંતોની સેવામાં વિતાવ્યું અને ચુસ્ત ગાંધીભક્ત હોવાથી દેશના દુષ્કાળ, પૂરરાહતનાં, દલિત અને દરિદ્રનારાયણોની સેવાનાં અનેક કામોમાં ઝંપલાવી આરપાર ઊતરનાર હતા કુંડલાના લોકસેવક શ્રી અમૂલખભાઈ ખીમાણી. એમણે રવિશંકર મહારાજ, મા શ્રી મા આનંદમયી, રણછોદદાસજી મહારાજ, જૈન મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ, શ્રી સંતબાલજી, સ્વામી નિર્મળાનંદજી, બગદાણાનાશ્રી બજરંગદાસ બાપા, શ્રી વિમલાતાઈ ઠકાર તેમ જ જીવનનાં અંતિમ વર્ષોમાં રાષ્ટ્રીય મહાપુરુષ વિનોબાજી વગેરેના સાંનિધ્યમાં રહીને લોકસેવા ગુજરાતમાં અને ગુજરાત બહાર બિહારમાં કરી. સૌથી વ્યાપક કામ કર્યું ખાદી ગ્રામોદ્યોગના વિકાસનું અને સર્વોદય પ્રવૃત્તિ ભૂદાનનું. એમના જીવનનો ઝોક રહ્યો . આધ્યાત્મિક કર્મયોગીનો. ગીતાના બીજા અધ્યાયમાં વર્ણવ્યા મુજબ આખુંય જીવન સ્થિતપ્રજ્ઞની જેમ જીવ્યા. જ્યાં એમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું તે કુંડલા પંથકનાં તેમ જ સૌરાષ્ટ્રના સર્વોદય વિચારશ્રેણી ધરાવતાં લોકો એમને સતત યાદ કર્યા કરે છે. શ્રી અમૂલખભાઈએ પોતે જ નવરાશની પળોમાં એમના પોતાના જીવનનાં ઉષ્માભર્યાં અનુભવો, સંસ્મરણો લખ્યાં છે, જેનું ગ્રંથસ્થ ‘અમૂલખ વસ્તુ જડી'ને નામે થયું છે. એ વાંચતાં આ કર્મયોગીનું જીવન કેટલું રોમાંચક હતું તેનું દર્શન થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org