________________
સ્વપ્ન શિલ્પીઓ
બેમાંથી એક કિડની પર માનવી આખું જીવન કાઢી શકે છે. બંને કિડનીઓ બગડે એટલે મૃત્યુ થાય છે. કિડનીને બગાડનાર દોષિત આહાર–જંકફૂડ અને મધુપ્રમેહ રોગ. રોગીએ પ્રોટીનયુક્ત ખોરાક, ફળોનો રસ અને પ્રવાહી પીણાં ઘટાડવાં. ૧૮ થી ૫૫ વર્ષનો માનવી પોતાની સ્વસ્થ કિડનીનું દાન કરી શકે. માનવી જીવતો હોય તો પણ કિડનીદાન થાય અને મગજ મરી ગયા પછી માનવીની કિડનીનું તુરત દાન થાય, જેને કેડેવર કિડનીદાન કહેવાય છે. બ્લડગ્રુપ જોઈને કિડનીનું પ્રત્યારોપણ થાય છે. અમુક સ્થિતિમાં એન્ટીબોડીઝ હોય તો કિડની ઉપયોગી બનતી નથી.
ડૉ. ત્રિવેદીએ એ શોધ કરી છે કે કિડની પ્રત્યારોપણ વખતે ઢગલાબંધ ખર્ચાળ દવાઓ ખાવી પડે, તેને બદલે શરીર નવી કિડની સ્વીકારી લે તેવી વિશ્વમાન્ય શોધ કરી છે. એ દિશામાં વધુ શોધ ચાલુ છે. ડૉ. ત્રિવેદી વિશ્વના કિડની તજ્ઞોનો સેમિનાર અમદાવાદમાં બોલાવવાની ખ્વાહિશ રાખે છે. નવી નવી શોધ ચાલુ છે.
ભારતમાં ૧૦ લાખથી વધુ માનવીઓ કિડની રોગથી પિડાય છે. ગુજરાતમાં ડાયાબીટીસ રોગ પુરજોશમાં હોવાથી ગુજરાતમાં કિડની નિષ્ફળ જવાના, મોતના કિસ્સા વધી રહ્યા છે.
અમેરિકાની મહાકાય ડૂબતી પેઢીઓના તારણહાર કુંડલાના વાણિયા
ડૉ. નટવર ગાંધી
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કુંડલા નામે કસ્બામાં જન્મેલ તેમ જ ત્યાં બાળપોથીનો પહેલો પાઠ ભણેલ એક વણિક પુત્ર આજે અમેરિકામાં ડૂબતી મોટી મોટી કંપનીઓને કેમ પુનર્જિવિત કરવી, ખોટમાંથી ઉગારવી, તરતી કરવી એ માટે લોકપ્રિય બનેલ અર્થશાસ્ત્રી છે શ્રી નટવર ગાંધી. એનાં સલાહ અને માર્ગદર્શનથી અનેક પેઢીઓ અમેરિકામાં પૂર્વવત્ સ્થિતિમાં આવી છે. હાલ તેઓ અમેરિકાના રાજ્ય મેરિલેંડ કાઉન્ટીના, ત્યાંના મેયરના અર્થશાસ્ત્રના ખાસ સલાહકાર પદે છે. તેઓ મેરિલેંડના પાટનગર રોકવિલે ખાતે રહે છે. તેમ જ તેમની કચેરી અમેરિકી પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં આવેલ છે. મેયરની કેબિનની બાજુમાં બેસે છે, જ્યાં ભારતના મહાન પુરુષ ગાંધીજીનું પૂરા કદનું પ્રતીક–છબી મૂકવામાં આવી છે. શ્રી નટવર ગાંધીએ ગ્રેજ્યુએશન મુંબઈની સિડહામ
Jain Education International
૪૦૫
કોલેજમાં કરીને અમેરિકાનો માર્ગ પકડ્યો. ત્યાં આગળ ભણ્યા અને પીએચ.ડી. એટલે ડૉક્ટર બન્યા. અર્થશાસ્ત્રના ડોક્ટર. તેઓએ અમેરિકાની ફેડરલ એટલે કેન્દ્ર સરકાર વહીવટી તંત્રનો તેમ જ કાયદાકાનૂનનો અભ્યાસ કર્યો. વિશેષ કરીને કરવેરા (ટેક્સેશન)નો. બાદ એમની સલાહ લેવા અમેરિકાની મોટા ગજાની પેઢીઓ, સંસ્થાઓ, કંપનીઓ આગળ આવી તો એમણે પેઢીઓના કામકાજ તેમ જ વહીવટનો, કર્મચારીગણનો ઊંડો અભ્યાસ કરી ખોટ ખાઈ રહેલી પેઢીઓના તેઓ તારણહાર બન્યા છે અને હજુયે એમની એ કામગીરી ચાલુ રહી છે. દરમ્યાન મેરિલેન્ડ રાજ્યની કાઉન્ટી (મ્યુનિસિપલ કોર્પોરેશન) પણ ખોટમાં કામ કરતી હતી. કરવેરા નાખવામાં અને કરવેરા વસૂલ કરવામાં કોઈ ધડો ન હતો તેથી તેમણે થોડા સમયમાં મેરિલેન્ડ કાઉન્ટીને તરતી કરી દીધી અને તેથી તેઓને એ કાઉન્ટીના કરવેરાના સલાહકાર અર્થશાસ્ત્રી તરીકે સ્થાન મળ્યું છે, એ પદ ભોગવે છે.
શ્રી નટવર ગાંધીને અમેરિકી સરકાર સાથે સારો મેળ છે, તેમ અમેરિકા ખાતેના ભારતીય એલચીખાતા સાથે પણ મેળ છે. અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં શ્રી ગાંધી લોકપ્રિય છે, કારણ ભારતની, ગુજરાતની કેટલીક શિક્ષણ સંસ્થાઓને માટે દાન મેળવી આપે છે. સહાયરૂપ બનવા પ્રયત્નો કરે છે. વળી ગુજરાતના જે કોઈ સમાજસેવક અથવા સાહિત્યકાર અથવા નામાંકિત વ્યક્તિઓ અમેરિકા જાય ત્યારે તેઓને સહાયરૂપ બને છે. મોટાભાગે એવાઓનો ઉતારો એમને ત્યાં હોય છે. દાખલા તરીકે શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) અમેરિકા પ્રવાસે ગયા ત્યારે શ્રી પંચોળીનો કાર્યક્રમ અમેરિકામાં ગોઠવવા એમણે સહાય કરેલી એટલું જ નહીં પરંતુ શ્રી મનુભાઈ પંચોળીની સંસ્થા લોકભારતી માટે જરૂરી દાનની રકમ પણ એમણે મેળવી આપેલી. તેઓ પોતે અચ્છા લેખક, કવિ અને વક્તા છે. એમના સોનેટકાવ્ય ઉપરના ગ્રંથો પ્રગટ થયા છે અને લોકપ્રિય બન્યા છે.
તેઓ અમેરિકામાં નોકરી, ધંધા કે અન્ય કોઈ કામે ભારતીય કે ગુજરાતી જાય તો તેમને નોકરી કે કામકાજ મેળવી આપવામાં મદદ કરે છે. કેટલાયને ગજા અને લાયકાત મુજબ નોકરી અપાવી છે, કારણ એમને અમેરિકામાં વ્યાપક ઓળખાણ રહેલી છે.
તેઓ ગુજરાતી સાહિત્યના રસિયા છે. એમણે પુસ્તકાલય વસાવેલું છે. ભારતના રાજકીય પ્રવાહોથી તેઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org