________________
૩૯૭
સ્વપ્ન શિલ્પીઓ આજકાલ જે વધી ગયું છે, તબીબો ઢગલાબંધ દવાઓ લખી આપે છે, તેનાથી ખૂબ નારાજ છે. ઓછામાં ઓછી જરૂરિયાત મુજબ દવાઓનો ઉપયોગ થવો જોઈએ અને અતિ ઉગ્ર કે પ્રત્યાઘાત આડઅસરો ઊભી કરતી દવાથી દૂર રહેવું જોઈએ, એવું એમનું સ્પષ્ટ અનુભવોને આધારે માનવું છે. મોટા મોટા રોગ સાદા ઉપચારોથી મટી ગયાના અસંખ્ય ઉદાહરણો મેડિકલ જગતમાં મોજૂદ છે.
આજકાલ એવી માન્યતા વ્યાપક છે કે કેટલાક તબીબો બિનજરૂરી હૃદયરોગમાં બાયપાસ સર્જરી કરે છે કે કરાવે છે. બાયપાસ કરાવવું એ જાણે કમાવાનો ધંધો થઈ ગયો છે! ડૉ. કાપડિયા તો સ્પષ્ટ માને છે કે જરૂર હોય તો બાયપાસ સર્જરી કરાવવી પરંતુ તે પહેલાં આ વિષયના તજ્જ્ઞ તબીબોને (સેકન્ડ
ઓપિનિયન) અભિપ્રાય કે સલાહ લેવાનું યોગ્ય છે. ડૉ. કાપડિયાએ નોંધ્યું છે કે એમના પોતાના ભાઈની બાયપાસ સર્જરી અમેરિકામાં સારામાં સારા કાર્ડિયોલોજિસ્ટ સર્જન પાસે કરાવી, છેલ્લામાં છેલ્લી શોધાયેલી હૃદયરોગની દવા લેવામાં આવી પરંતુ આ બધા ઉપચાર પછી પણ તેમના ભાઈ બચી શક્યા નહીં. એમનું માનવું છે કે એકલી દવાની કે શસ્ત્રક્રિયાની સારવાર હૃદયરોગીને બચાવી શકે તેમ નથી, એટલે કે સારવાર સાથે યૌગિક ક્રિયાઓ કરવાનું તેમ જ જીવન જીવવાની પદ્ધતિમાં કે આચારવિચારમાં આમૂલ પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. ડૉ. કાપડિયા સંચાલિત અથવા એમની સારવાર પદ્ધતિથી ચાલતા યોગકેન્દ્રમાં સેંકડો માનવીઓ બાયપાસ સર્જરી કરાવ્યા વિના, ઢગલાબંધ દવા ખાધા સિવાય સાજાં સારાં થયાં છે.
| ડૉ. કાપડિયાએ હૃદયરોગની સારવાર પર પુસ્તકો-ગ્રંથો લખ્યાં છે, પત્રિકાઓ પ્રસિદ્ધ કરી છે. એમના ગ્રંથો ગાંધીજીનું સાહિત્ય પ્રસિદ્ધ કરતી શ્રી નવજીવન સંસ્થા, અમદાવાદ તરફથી પ્રાપ્ય છે. હૃદયરોગીઓ માટે આવું સાહિત્ય ઉપકારક બન્યું છે. ડૉ. કાપડિયાએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં હૃદયરોગનાં તબીબો તેમ જ યોગવિદ્યાનાં પારંગત માર્ગદર્શકોને ભેગાં કરી ૨૦૦૫ના વર્ષમાં અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સેમિનાર-વિચાર વિનિમય તેમ જ વક્તવ્યો યોજીને બોલાવેલ. ડૉ. કાપડિયાનાં પત્ની બાળકોનાં તબીબ છે, તેમના પુત્ર પણ હૃદયરોગના તબીબ છે. તેમનાં પુત્રી અમેરિકામાં વસેલાં છે. તેઓ બધા લોકપ્રિય અને માનવતાવાદી ગાંધીવિચારને અનુસરનારાં છે.
આવળ, બાવળ અને બોરડી ઊગે એવી મભૂમિમાં સુગંધિત ગુલાબ ઉગાડ્યાં! - શ્રી અરુણાબહેન દેસાઈ
સૂકીભટ્ટ અને ખારાશવાળી, નપાણિયા ભૂમિમાં જ્યાં માત્ર આવળ, બાવળ અને બોરડી જ ઊગે એવી મરુ રેતાળ ઉજ્જડ ભૂમિમાં પૂ. ગાંધીજીના આશીર્વચન, શ્રી પુષ્પાબહેન મહેતાની હૂંફથી અને એક દૂબળીપાતળી નાગરપુત્રી નામે શ્રી અરુણાબહેન દેસાઈએ પ્રચંડ પુરુષાર્થ કરીને ફૂલ સુગંધિત ગુલાબો ઊગાડ્યાં છે અને એની ફોરમ ચોતરફ ફેલાઈ રહી છે. આવાં સુગંધિત ગુલાબ ઉગાડવા માટે શ્રી અરૂણાબહેને પોતાનું સમગ્ર જીવન સ્વાર્પણ કરી દીધું છે. લગભગ ૬૦ વર્ષ પહેલાં એ સમયે ઝાલાવાડ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ સામાજિક પ્રવૃત્તિઓ એટલી વિકસી ન હતી. પ્રજા દેશી રજવાડાની સદી પુરાણી પ્રણાલિકાઓમાં જીવી રહી હતી. લોહીનો વેપાર પુરજોશમાં હતો. સ્ત્રીઓ પરના ત્રાસની માઝા મુકાઈ હતી–એવા કપરા કાળમાં શ્રી પુષ્પાબહેન મહેતાએ તેમની જ ભત્રીજી, હાથ નીચે સમાજસેવાનું પ્રશિક્ષણ પામેલી, ગ્રેજ્યુએટ નીડર, શરીરે ઊગતી નમણી એવી ભત્રીજીને થોડોક સામાન, બાળકો માટેનાં થોડાં કપડાં અને પાંચેક જેટલી નાની બાળાઓ સાથે જૂનાગઢથી તે સુરેન્દ્રનગર આવતી ટ્રેનમાં બેસાડી દીધી. સુરેન્દ્રનગર સ્ટેશને કોઈ લેવા ન આવ્યું. એટલે માથે બિસ્તર પોટલાં ઉપાડીને સ્ટેશન બહાર બધાં આવ્યાં, તો થોડીવાર પછી પુષ્પાબહેનના સંદેશા મુજબ ત્યાંના કાર્યકર શ્રી શિવાનંદજી ગાડું લઈને આવ્યા અને પછી વઢવાણ શહેરથી ઘણે દૂર વગડામાં રહેલા ઘરશાળાના મકાનમાં, અવાવરુ મકાનમાં વાળીચોળીને હાલના વિકાસ વિદ્યાલયનું બીજારોપણ કર્યું. પછી ધીમે ધીમે બાલવાડીમાંથી બાળમંદિર અને એમાંથી નિવારા–કન્યા છાત્રાલય અને વિકાસ પામતાં પામતાં વઢવાણ શહેરને છેડે આવેલા માજેશ્વર બાગમાં વિકાસ વિદ્યાલય નામની સંસ્થાનું રૂપાંતર થયું. જ્યાં આઠ આઠ દિવસે પીવાનાં ખારાં–ભાંભળાં પાણી મળે, ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓ લેવા ઠેઠ વઢવાણ કે સુરેન્દ્રનગર જવું પડે તેવી અસહ્ય મુસીબતોમાં શ્રી અરુણાબહેન અને એમના ચુનંદા સાથીદારો એ સમયે સાથે રહેલાં શ્રી હરિઇચ્છાબહેન વૈદ્ય તેમ જ અન્ય સેવિકાઓએ જાતને હોમીને, પ્રચંડ પુરુષાર્થ રેડીને, રાતદિવસ ચિંતા સેવીને વાવેલી વડની નાનકડી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org