SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ રહ્યા. અમેરિકામાં ત્યારે હૃદયરોગનું પ્રમાણ અસાધારણ અને હૃદયરોગ સાથે સ્થૂળતા (ઓબેસિટી)એ મોટી સમસ્યા હતી. હજુયે છે, ત્યારે ડો. કાપડિયાની ખ્યાતનામ તબીબ તરીકે ધીકતી પ્રેક્ટિસ હતી. એમને મળવા સપ્તાહ પહેલાં મુલાકાત માગવી પડે. એક તો હ્રદયરોગ અંગેની એમની પાયાની સમજણ ઉપરાંત દવાનો ઓછામાં ઓછો ઉપયોગ અને તબીબ તરીકે દર્દી પરની કાળજી, નિખાલસતા તેમ જ આત્મીયતાને પરિણામે એમનું નામકામ કાર્ડિયોલોજિસ્ટ તરીકે વધુ અને વધુ લોકપ્રિયતાની ટોચ ઉપર પહોંચતું રહ્યું, પરંતુ તેઓ માત્ર તબીબ ન હતા, તેઓ એક કર્મયોગી અને માનવતાને વરેલા અધ્યાત્મ પુરુષ એટલે કંઈ પણ બિનજરૂરી કે ખોટું થવાની વૃત્તિથી તેઓ સો ગાઉ દૂર રહેનારા, પરિણામે તેઓ માનવીના હૃદયની ગતિવિધિઓ સાથે પવિત્ર આત્માનું જોડાણ છે, પ્રત્યેક શ્વાસમાં ઈશ્વરનો વાસ છે, શરીર એ ઇષ્ટદેવનું પવિત્ર મંદિર છે વગે૨ે વિચારધારાને વરેલા હતા. હૃદય એ માત્ર શરીરમાં રક્તભ્રમણ કરનારો પંપ નથી પરંતુ રક્તભ્રમણની ક્રિયામાં પણ ઈશ્વરનો વાસ રહેલો છે. ઈશ્વર પ્રેરિત એ ગતિવિધિઓ છે વગેરે દિશાની મારી અને પરિણામે તેમણે હ્રદયરોગના નિર્મૂલ માટે નવી દિશા કે નવી પ્રણાલી તરફ ચિંતન કર્યું અને ભારતમાં પાછા ફરી ગુજરાતના પાટનગર અમદાવાદમાં સ્થિર થવાનું સાહસ કર્યું છે. આ વાત ત્રણ દાયકા પહેલાંની છે. તેમણે અમદાવાદવાસી શ્રી યુનિવર્સલ હિલિંગ ટ્રસ્ટની ગાંધીજયંતીના શુભ દિવસે સ્થાપના કરી અને તેના દ્વારા હૃદયરોગ સંબંધે આમજનતાને પાયાની સમજણ મળે એ માટે હિલિંગ એટલે કે હૃદયરોગની પાયાની સુધારણા માટે યોગ અને આરોગ્યનાં કેન્દ્રો શરૂ કર્યાં છે. અમદાવાદ, રાજકોટ, મુંબઈ અને બીજા ઘણાં સ્થળોએ આવાં હિલિંગ-કેન્દ્રો કાર્યરત રહ્યાં છે અને તેના ... હજારો હૃદયરોગીઓને સાજાંસારાં થવાનું, બહુ મામૂલી ખર્ચે સાજાંસારાં થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે અને હજુ યે કાર્યરત છે. આવાં કેન્દ્રો ભારતમાં નહીં પરંતુ પોતાના સાથીદાર તબીબો મારફત અમેરિકા જેવા વિજ્ઞાનપ્રચૂર દેશમાં ચાલી રહ્યાં છે. અમેરિકામાં આવું કામ ત્યાંના ખ્યાતનામ ડૉ. ડીન ઓર્નિશ કરી રહ્યા છે-જેમાં જરૂરી દવા ઉપરાંત આહાર, વિહાર અને મનોવ્યાપારમાં પરિવર્તન, સાથે પ્રાણાયામ, Jain Education International સ્વપ્ન શિલ્પીઓ આસન અને ધ્યાનની યૌગિક પ્રક્રિયાઓ, રહેણીકરણીમાં આમૂલ પરિવર્તન-Change of Life એ સિદ્ધાંત, જેને કારણે હ્રદયરોગ થવા પામેલ હોય તેવાં બધાં કારણો પાયામાંથી નિર્મૂળ કરવાનું માનસ, ચિંતન ઉપરાંત ઈશ્વરી કે કુદરતી શક્તિઓ પર પૂરેપૂરી શ્રદ્ધા. ડૉ. કાપડિયાનું હૃદયરોગ પાયામાંથી નિર્મૂળ કરવાનું આધુનિક તબીબીશાસ્ત્રનાં થતાં રોજબરોજના વૈજ્ઞાનિક સંશોધન સાથે, આધુનિક શોધાયેલી દવા, ટેનિકો સાથે યોગ અને અધ્યાત્મનું જોડાણ છે. તેઓ સ્પષ્ટ અનુભવોને આધારે માને છે કે એકલી દવા હૃદયરોગીને બચાવી શકતી નથી. દવા જરૂરી છે, પરંતુ તેની સાથે ચાલુ જીવનવહેવારનું પરિવર્તન બિલકુલ આવશ્યક છે. સાથે જરૂરી એવી યૌગિક ક્રિયાઓ અથવા યૌગિક વ્યવસાય, જે સૌ કોઈ હૃદયરોગી પોતે સહેલાઈથી આચરી શકે એવો યૌગિક વ્યાયામ તે શ્રી કાપડિયા માને છે કે હૃદયને બગાડનાર, હૃદયરોગ સર્જનાર ડાયાબીટીસ, સ્થૂળતા, અસ્થમા, કિડની દોષ, યકૃતનું બગડવું, રક્તભ્રમણ કરનારી નળીઓ-નાડીઓનું કંદાઈ જવું વગેરે ઉપદ્રવો છે, તેમ જ ઉશ્કેરાટ, ક્રોધ, વૈર, ઈર્ષા, બદલો લેવાની વૃત્તિ, તનાવ, તાણ, ટેન્શન, વ્યથા, કંજુસાઈ—લોભ ઉડાઉપણું, દુવૃત્તિઓ, કુપોષણ, એકલતા, આળસ, અસૂયા વગેરે દુર્ગુણોથી હૃદયરોગ વિશેષ થાય છે. એ માટે દવા કારગત નથી પરંતુ જીવનવહેવાર અથવા જીવનજીવવાની પદ્ધતિ આમૂલ પરિવર્તન માગે છે તેઓએ ધ્યાન, આસન, શવાસન, પ્રાણાયામ, યામ અથવા શરીરનાં અંગોને ખેંચતાણ–સ્ટ્રેચિંગ પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. પાંચ મિનિટના ધ્યાનથી શરીરને ઘણો ઓછા પ્રાણવાયુ ઓક્સિજનની જરૂર રહે છે. આ ઉપરાંત શવાસનથી શરીરમાં અજબ સ્ફૂર્તિ આવે છે, હૃદયને સુધરવા માટે શવાસન ખૂબ જરૂરી છે તેવા સંખ્યાબંધ તબીબોના પ્રયોગોથી સાબિત થયેલું છે. પ્રાણાયામ ક્રિયાથી માત્ર હૃદયરોગીની છંદાયેલી, કોલેસ્ટરોલથી પીડિત રક્તનળીઓ આપોઆપ ખુલ્લી થાય છે, એટલું જ નહીં પરંતુ હૃદય વધુ સ્ફૂર્તિલું, સૂક્ષ્મ બને છે. ભારતમાં ડૉ. રમેશભાઈએ તેમ જ અમેરિકામાં ડૉ. ડીન ઓર્નિશે સેંકડો હૃદયરોગીઓ પર કરેલા પ્રયોગો તેમ જ સારવાર પરથી એ સિદ્ધ કરેલું છે. ડૉ. કાપડિયા હૃદયરોગની દવા છેલ્લામાં છેલ્લી દવાના ઉપયોગમાં માને છે, પરંતુ તેઓ દવાનું પ્રમાણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy