________________
૩૯૦
થાય અને શિવામ્બુ ઉપચાર પદ્ધતિનું વૈજ્ઞાનિક સંશોધન વધે. ઉપરાંત કેન્સર, હૃદયરોગ, આર્થરાઇટિસ, દમ, શ્વાસ, કિડનીદોષ, સોરાયસિસ, ખરજવા, સાતપડા જેવા રોગ શિવામ્બુથી મટે તે માટે જે તે દર્દીઓને રાખી, પ્રત્યક્ષ પ્રયોગો કરવા એ દૃષ્ટિએ રાજકોટ રાષ્ટ્રીયશાળામાં શિવામ્બુ ઉપચારનું રીતસર દવાખાનું શરૂ કરવા તેમણે પ્રથમ દરજ્જે મકાન વગેરે માટે રૂપિયા દસ લાખની સહાય કરી, જેથી રાષ્ટ્રીય શાળામાં શિવામ્બુના ઉપાયથી જે તે રોગ મટાડવાનું દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું પરંતુ થોડા જ સમયમાં જ દવાખાનું વ્યવસ્થાને અભાવે બંધ પડ્યું. પાછળથી એ દવાખાનાનું મકાન, જમીન વગેરે બીજા ઉપયોગ માટે વેચાઈ ગયું.
શ્રી અમરશીભાઈએ “શિવામ્બુ” (સામયિક)ના પ્રચાર માટે, શિવામ્બુને લગતાં પુસ્તકોના પ્રકાશન માટે નાણાંકીય સહાય ઉદાર હાથે આપી. આજે એ માસિક પૂરજોશમાં પ્રગટ થઈ રહ્યું છે. સંખ્યાબંધ લેખકોએ ગુજરાતી તેમ જ અન્ય ભાષાઓમાં શિવામ્બુ–ઉપચારના ગ્રંથો પ્રગટ કર્યા છે. ગુજરાતમાં તો શિવામ્બુનો જોરદાર પ્રચાર થયો, થઈ રહ્યો છે, પરંતુ હવે તો ગુજરાત બહાર હિંદી પ્રદેશો તેમ જ દેશના બીજા પ્રદેશોમાં શિવામ્બુ અંગે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. જાણીતા વૈદ્ય શ્રી શોભન વસાણી તેમ જ અન્ય વૈદ્યો, તબીબોએ શિવામ્બુ ઉપચાર પદ્ધતિને સ્વીકારી લીધી છે એટલું જ નહીં પરંતુ એનું વૈજ્ઞાનિક સંશોધન આગળ વધી રહ્યું છે.
શ્રી અમરશીભાઈ ખારેચાની ઇચ્છા, તમન્ના મુજબ શિવામ્બુ ઉપચાર પદ્ધતિ વ્યાપક રીતે આગળ વધી રહી જો કે એ જોવા માટે તેઓ લાંબા સમય સુધી જીવિત ન
છે,
રહ્યા.
શ્રી અમરશીભાઈએ વૃક્ષો વાવવાં, રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી ગાંધીવાદી તેમ જ સર્વોદયની કામગીરી કરતી સંસ્થાઓને છૂટા હાથે નાણાકીય સહાય કરી. આ માટે તેઓ દર છ છ મહિને અમેરિકાથી રાજકોટ આવતા જતા રહ્યા. એમણે મોટું મિત્રમંડળ જમાવ્યું હતું. તેઓ લેખન કાર્ય કરતા. · ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને શિવામ્બુપ્રેમી શ્રી મોરારજીભાઈ દેસાઈના અમેરિકાના પ્રવાસ દરમ્યાન તેઓ અમેરિકા ખાસ રોકાયેલા. તેમ જ શ્રી મોરારજીભાઈ દેસાઈના અમેરિકાના કાર્યક્રમોમાં, વિશેષ કરીને શિવામ્બુ–પ્રચાર અંગેના કાર્યક્રમોમાં એમણે ભાગ લીધો. એવા બધા પ્રચારથી ભારતની પ્રજાને વાકેફ રાખી.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ શ્રી અમરશીભાઈ અમેરિકા રહ્યા એ દરમ્યાન અચાનક માંદા પડી ગયા અને ધાર્યું ન હતું તેમ તેમનું અચાનક નિધન થયું. શિવામ્બુ પ્રેમીઓને ખૂબ વસમો આઘાત લાગ્યો. એમની ચિરવિદાય પછી એમના પરિવાર તરફથી શિવામ્બુ અંગે પ્રચારકાર્ય ચાલુ રહેલ છે. હવે તો અગ્રણી સર્વોદય સિદ્ધાંતને વરેલા શ્રી જગદીશભાઈ શાહ અને એમના સાથીદારો શિવામ્બુ ઉપચાર તેમ જ સંશોધનની પ્રવૃત્તિઓ આગળ ધપાવી રહ્યા છે, જેનો વ્યાપ વધતો જાય છે. ભારત ઉપરાંત વિશ્વના દેશોમાં પણ ‘માનવમૂત્ર’ એટલે શિવામ્બુનું મહત્ત્વ વધતું જાય છે. શિવામ્બુ–ઉપચાર કેન્સર, એઇડ્સ, હૃદયરોગ જેવા રોગમાં અકસીર જણાયો છે. શ્રી અમરશીભાઈ ખારેચા આજે હયાત નથી, પરંતુ એમણે જે ખુમારીથી શિવામ્બુ–પ્રચાર અને પ્રસારના બી વાવેલાં છે તે આજે વધુ વિકસ્યાં છે. અને વિકસતાં રહ્યાં છે. શિવામ્બુ અમર રહેવાનું છે. એમ શ્રી અમરશીભાઈ ખારેચાનું શિવામ્બુ ઉપચાર દ્વારા લોકસેવાનું મહાકાર્ય પણ અમર રહેવાને સર્જાયું છે. શ્રી અમરશીભાઈ ખારેચા આ લોકોપયોગી ઉપચાર પદ્ધતિની સાથે જ લાંબા સમય સુધી યાદગાર રહેવાના છે.
નાગરકુળમાં જન્મી, જિંદગીભર કુંવારા રહી વૃદ્ધોની સેવા કરી વિનુભાઈ રાણા
એમનું નામ વિનુભાઈ રાણા, જૂનાગઢમાં રાણાનાગર કૂખે જન્મેલા, પરંતુ શરૂઆતથી અલગારી સ્વભાવ. ગ્રેજ્યુએટ થયા. એમને પરણાવવા માબાપ તેમ જ સગાંસંબંધીઓએ કાળજાતૂટ પ્રયત્નો કર્યા, પણ કુંવારા રહ્યા અને જીવનભર વૃદ્ધોની સેવા કરી. ગાંધીરંગે રંગાયેલા. '૪૨ની કરેંગે યા મરેંગેની લડતમાં સક્રિય ભાગ લઈને જૂનાગઢમાં અને પછી સાબરમતીમાં જેલ ભોગવી. વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે પણ તેમને જેલમાં લઈ જવામાં આવ્યા.
તેઓ વૈદકનું ભણેલા હતા અને જરૂર મુજબ જે તે રોગના દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ ઔષધી આપતા તેમ જ રોગનિવારણ અંગે માર્ગદર્શન આપતા. તેઓ જૂની કોંગ્રેસના ચુસ્ત અનુયાયી તેમ જ રચનાત્મક રાજકીય દૃષ્ટિ ધરાવતા હતા. રાજકારણનું એમનું ક્ષેત્ર જૂનાગઢ શહેર પૂરતું મર્યાદિત હતું અને એટલે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં તટસ્થ
For Private & Personal Use Only
www.jainelibrary.org