________________
સ્વપ્ન શિલ્પીઓ
કરે છે. સાથોસાથ શિવામ્બુ ઉપચાર પદ્ધતિનો પ્રચાર કરે છે. એમનું આ કાર્ય જોઈને સંખ્યાબંધ માનવીઓ–સ્રીઓ અને પુરુષોએ શિવામ્બુ–ઉપચાર સ્વસ્થજીવન માટે સ્વીકાર્યા છે. તેઓ માને છે કે શિવામ્બુ-ઉપચારથી શરીરમાં કાયમી સુખાકારી જળવાશે. એ રોજ-રોજ બગીચામાં ફરવા અથવા વ્યાયામ કરવા આવનારાંઓને વ્યક્તિગત રીતે આ સમજ આપે છે. એમની આ નિર્દોષ અને બિનખર્ચાળ ક્રિયાને અનુસરનારા સંખ્યાબંધ માનવીઓ છે અને એની સંખ્યા વધતી જાય છે. તેઓ ભલા, માયાળુ, પારદર્શક અને બીજાના સુખે સુખી થનાર, બીજાના દુઃખે દુ:ખી થનાર છે, વળી ચુસ્ત ગાંધીભક્ત હોઈ ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી યથાશક્તિ અનુસરે છે. તેઓનું વાચન આરોગ્યમય નૈસર્ગિક જીવનથી કેમ જીવવું એ દૃષ્ટિનું એટલે બને એટલું કુદરતમય જીવન જીવવાનું છે. આમ મા શ્રી કુંદનમા અને શ્રી ઠાકોરભાઈ તેમનો સમગ્ર પિરવાર પરદુઃખભંજક છે.
શિવામ્બુ–ઉપચાર પદ્ધતિના પ્રચાર પાછળ આખું આયખું ગાળ્યું શ્રી અમરશીભાઈ ખારેચા
નહોતા એ તબીબ કે નહોતા એ વૈદ્ય પરંતુ અમેરિકામાં વસ્યા પછી પણ એમનું જ્ઞાન, વિજ્ઞાન, સમજ તેમ જ અનુભવ કોઈ પણ તબીબ કે વૈદ્યની બરોબરી કરી શકે એટલું વિશાળ અને વ્યાપક હતું. તેઓની જીવન જીવવાની પદ્ધતિ પણ અલૌકિક અને વિશિષ્ટ હતી. વિજ્ઞાનપ્રચૂર દેશ અમેરિકામાં પુરુષાર્થથી એકલે હાથે ખૂબ કમાયા, કમાતા રહ્યા પરંતુ તેમને થયું કે ભારત જેવા ગરીબાઈમાં સબડતા દેશમાં દુઃખદર્દનિવારણ માટે શિવામ્બુ ઉપચાર પદ્ધતિ શ્રેષ્ઠ છે, જેના તેઓએ પોતાની જાત ઉપર તેમ જ સ્વજનો પર પ્રયોગો કર્યા અને સફળતા મળવા લાગી. એ હતા શ્રી અમરશીભાઈ ખારેચા.
જોડિયા (જિ. જામનગર)માં જન્મ્યા અને સગાસંબંધીઓ બધાં રાજકોટમાં એટલે રાજકોટ એમનું કાર્યમથક બની રહ્યું. તેમના પુત્રો અમેરિકામાં બાપના ધંધામાં પારંગત થયા. પુત્રીઓને રાજકોટ તેમ જ વડોદરા જ્ઞાતિમાં પરણાવી. એમનાં પત્ની પ્રથમથી જ રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રીય શાળા રાજકોટ સાથેનો એમનો પુરાણો સંપર્ક. આમ બધી વાતે તેઓ સુખી, પરંતુ જીવન જીવવાની પોતાની નિજી પદ્ધતિ. અમેરિકામાં રહેવા છતાં ટ્રીઝના પાણી કે ફ્રીઝમાં મુકાયેલ
Jain Education International
૩૮૯
ચીજો ન વાપરે. કોઈ પણ ઠંડાં પીણાં ન પીએ, તેના વિરોધી. બને ત્યાં સુધી પંખો પણ ન વાપરે. ખુલ્લા આકાશ નીચે સૂવામાં માનનારા. આહાર તદ્દન સાદો. કુદરતી જીવન જીવવાની અદ્ભુત લગની અને એ મુજબ જ તેઓ અમેરિકા જેવા દેશમાં પણ રહ્યા. તેમનું અંગ્રેજી જ્ઞાન સારું એટલે ડૉ. આર્મસ્ટ્રોંગનું ‘વોટર ઓફ લાઇફ', ગાંધીજીના એક સમયના ૬. આફ્રિકાના સાથી શ્રી રાવજીભાઈ પટેલનું ‘માનવમૂત્ર’ પુસ્તક (જેની ૧૪થી વધુ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે) તે વાંચ્યું. બીજું સાહિત્ય વાંચ્યું. ઉપરાંત રોગનિવારણ અંગે તેઓએ પોતે પોતાની જાત ઉપર પ્રયોગો કર્યા.
તેઓ ભારતમાં ગુજરાતમાં શિવામ્બુ એટલે સ્વમૂત્ર
ઉપચારનો બહોળો ઉપયોગ થાય એમ ઇચ્છતા હતા. એ માટે જરૂરી એટલી મૂડી ખર્ચવા પણ તૈયાર હતા. એથી તેમણે શિવામ્બુ ઉપચારની વાત વડોદરા ‘ભૂમિપુત્ર’ (પાક્ષિક)ના સંપાદક અને જાણીતા સર્વોદય અગ્રણી શ્રી જગદીશભાઈ શાહને મળ્યા અને શિવામ્બુ-ઉપચારની વાત એમને ગળે ઉતરાવી. આ પછી તો શિવામ્બુ-ઉપચાર અને સંશોધન મંડળની વડોદરા ખાતે સ્થાપના થઈ. ‘શિવામ્બુ’નામનું સાયિક વડોદરાથી શરૂ કરાવ્યું અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિવામ્બુ સંમેલનો, સેમિનારો, શિબિરોની ઝુંબેશ શરૂ થઈ અને લોકોને પોતાનાં દર્દ મટાડવાની એક તદ્દન નવી, સાદી, સરળ, સુલભ ઉપચાર-પદ્ધતિ મળી.
=
‘શિવામ્બુ’એ ભારતની પુરાણી ઉપચાર-પદ્ધતિ છે. શિવામ્બુ એટલે શિવ + અંબુ માનવમૂત્ર. આયુર્વેદના ગ્રંથોમાં રોગનિવારણ માટે માનવમૂત્રના ઉલ્લેખો છે. એમ તો માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના મૂત્રથી કેટલાક રોગ મટે છે તેવા ઉલ્લેખો છે, જેમાં ગાયનું મૂત્ર-ગોમૂત્ર મુખ્ય છે. વળી સાધુ-સંતો સંયમિત જીવન માટે, વાસનાઓ પરનો કાબૂ મેળવવા માટે અમરોલી (માનવમૂત્ર)નું પ્રાશન કરે છે અને એ પણ ભારતની પુરાણી પરંપરા છે. એ બધી દૃષ્ટિએ શિવામ્બુના પ્રચારમાં વધુ અને વધુ લોકોએ રસ લેવા માંડ્યો. ગુજરાતમાં ગામડે–ગામડે એનો પ્રચાર થવા માંડ્યો. એમાં કેટલાક અનુભવી નામાંકિત તબીબો અને વૈદ્યોએ પણ ખરા દિલથી સાથ સહકાર આપવા માંડ્યો એટલે શિવામ્બુની ઝુંબેશે ઝડપ વધારી.
અમરશી ખારેચા અને એમના સાથીદારો, અનુયાયીઓ વગેરેની ઇચ્છા હતી કે રાજકોટમાં શિવામ્બુ દવાખાનું શરૂ
For Private & Personal Use Only
www.jainelibrary.org