________________
૩૮૩
સ્વપ્ન શિલ્પીઓ પથ્યનું કડકાઈથી પાલન કરવાનું હતું. દર્દીની શારીરિક સ્થિતિ સુધરતી રહી. વૈધ કાંટે તોળી તોળીને પ્રવાહી આહાર આપે. એમાં કાંઈ ફેરફાર ન થાય એની ચોક્સાઈ રાખે. એમાં દર્દીનું જળોદર (પેટમાં પાણીનો ભરાવો થવાનો અસાધ્ય ગણાતો, કાળજીથી દવા ન કરાવાય તો મરણ નિપજાવતો ભયંકર રોગ) મટતું જતું હતું, પરંતુ ઘરનાં સભ્યોની લાગણી કે વહાલને કારણે દર્દીને જે પથ્ય આહાર અપાતો હતો તેમાં વૈદ્યને પૂછ્યા સિવાય વધારો કર્યો અને તે ય વૈદ્યને અંધારામાં રાખીને, પરંતુ તેની વિપરીત અસર થાય એવું પૂછપરછમાં વૈદ્ય શ્રી ક્રિપાશંકરભાઈએ જાણ્યું અને જાણ્યા પછી પથ્યપાલનમાં ગરબડ થઈ રહી છે તેવું પાકું જાણ્યા પછી વૈદ્ય શ્રી ક્રિપાશંકરભાઈએ પોતાના ઉતારામાંથી સામાનની ગાંસડી પોટલીવાળી, બિસ્ત્રાને ખભે નાખી, દર્દીને કે દર્દીના સગાંવહાલાંને પૂછ્યા સિવાય નિવાસ્થાન છોડી રસ્તા પર ચાલી નીકળ્યા અને ભાડે ગાડી કરીને સીધા રેલવે સ્ટેશને પહોંચી ગયા, કારણ એ હતું કે અપથ્ય આહારથી જળોદર ન મટે અને ન મટવાને પરિણામે દર્દીની સ્થિતિ વણસે અને એથી પોતાને તો ઠીક પણ આયુર્વેદને અપજશ મળે. દર્દીનાં સગાં પાછળ દોડીને વૈદ્યને મનાવવા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સ્ટેશનેથી પુનઃ પાછા ન જ ફર્યા. સારવારની ફી પણ ન લીધી. આવા હતા પથ્યપાલન કરાવનાર શ્રી ક્રિપાશંકર વૈદ્ય! પાછળથી તેઓ “દાદા વૈદ્યને નામે દર્દીઓમાં ઓળખાતા રહ્યા.
આ શ્રી ક્રિપાશંકરભાઈએ શતમ્ ની શરઃ |સો શરદ ઋતુ જીવવાનો સંકલ્પ કર્યો હતો અને વાતચીતમાં તેઓ કહેતા કે આયુર્વેદના તજજ્ઞ વૈદ્ય લાંબું નીરોગી જીવે તો જ સાચો વૈદ્ય ગણાય. તેઓએ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષ કેન્સર રોગની ચિકિત્સાના સંશોધનમાં, વાચનમનનમાં ગાળ્યાં અને તેમણે એવું શોધી કાઢ્યું કે અબુંદ કે ગાંઠ–એ કેન્સરનું સ્વરૂપ નથી. તેમણે અસંખ્ય પ્રાચીન ગ્રંથોના અભ્યાસ પછી શોધ્યું કે માનવીને પ્રમેહ (જે ૨૦ જાતના અસાધ્ય પીડાકારી રોગપેદા કર્યા છે.) થયા પછી પ્રમેહનું વિકૃત સ્વરૂપે જે લગભગ દસ (૧૦) પ્રકારની પિટીકાઓ છે તે જ કેન્સરનું સ્વરૂપ છે. આ પિટીકાઓ જ કેન્સર કરનારી છે. આયુર્વેદમાં એવી દસ પિટીકાઓ છે (૧) શરાવિકા (એવીથીઅલ કાર્સિનોમા) (૨) કચ્છપિકા (કાર્સિનોમાં સિરહસ) (૩) જાલિની (વેક્યુલર રાઉન્ડ સેલ્સ સારકોમા) (૪) વિનતા (કારબંકલ) (૫)
અલજી (સાર્કોમા) (૬) પુત્રિણી (એપિડરમોઈડ કાર્સિનોમા) (૭) વિદારિકા (એડીનો સારકોમા) (૮) વિદ્ધધિકા (ડીપ સીટેડ એમ્બેસ) (૯) મસૂરિકા (૧૦) સર્પપિકા (એક્સિથોમાં ડાયાબીટીક કોરમ).
આ દસ પિટીકાઓની સારવારમાં એમણે ૧૧ ઉપક્રમો બતાવેલા છે. (૧) આલેપ : લેપ કરવો (૨) પરિપેક : કવાથથી ધારાવાહી કરવી (૩) અત્યંગ : ૧૦૦ વખત ધોયેલા ઘીનું માલીશ (૪) વિશ્લાપન : સોજાને ચોળવો (૫) ઉપનાહ : ઔષધોની પોટલીનો શેક કરવો (૬) સ્નેહન : ઔષધ ધૃતથી સ્નેહન કરવું (૭) પાચન (૮) વિસ્રાવણ : શસ્ત્રક્રિયા ૯) વેદ (૧૦) વમન અને (૧૧) વિરેચન : આ બધી ક્રિયાઓ માટે તેઓએ પ્રાચીન આયુર્વેદના ગ્રંથો ફંફાળી અનેક ઔષધો શોધી કાઢ્યાં.
વૈદ્ય ક્રિયાશંકર દાદાએ કેન્સર ઉપર ‘આયુર્વેદિક ડાયગ્નોસીસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર’ આ કેન્સરના ઉપચાર અંગે અમોએ વૈદ્ય શ્રી બાલકૃષ્ણભાઈ દવે સાથે સવિસ્તર ચર્ચા કરેલી. તેમણે આ સંશોધનને અનુમતિ આપી ઉપયોગી ગયું હતું.
આ કેન્સર અંગે જેમણે જેમણે ઔષધ–નિર્માણ કે સંશોધન કરેલ છે તેમને બધાને એક યા બીજા સ્વરૂપે કેન્સર થયાં છે. અતિ ચિંતન-અર્ધ જાગૃત અવસ્થામાં એ નિર્માણનું કારણ બને છે. વૈદ્ય ક્રિપાશંકરભાઈને છેલ્લી અવસ્થામાં પોતાને કેન્સર થયું. તે તેમણે હાથલા થોરનાં ઝીંડવાં અને પોતે શોધેલાં
ઔષધોથી મટાડ્યું. તેઓએ પાછલી અવસ્થામાં મુંબઈ બોરીવલી ખાતે કેન્સર રોગ-ચિકિત્સા માટેનું ક્લિનિક શરૂ કરેલ અને મુંબઈમાં અસંખ્ય કેન્સર-દર્દીઓની જાતે સારવાર કરેલ. સૌરાષ્ટ્રમાં તથા મુંબઈમાં તેઓએ કેન્સર–ઉપચારના પ્રચાર માટે. શિબિરો અને નિદાનકેમ્પો રાખેલા. તેમણે અમરેલી, રાજકોટ તેમ જ અનેક સ્થળોના વૈદ્યોને કેન્સરસારવાર પ્રત્યક્ષ કરી બતાવી સમજાવી.
આવા મોટા ગજાના વૈધ છતાં તેઓ પારામાંથી સોનું બનાવવાનો પ્રયોગ જાણકાર મોરૂકા સ્થિત વૈદ્ય વેલજીબાપા ભગત પાસે પ્રત્યક્ષ જોવા-જાણવા મોરૂકાગીર અમારી સાથે આવેલ અને આખો દિવસ રોકાઈને ભગતબાપાએ પારામાંથી સોનું નિર્માણ કર્યું તે જોયું. તેઓ પૂરાં સો (૧૦૦) વર્ષ સંકલ્પ મુજબ જીવ્યા અને વિદાય પામ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org